Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio Cinema હવે ફ્રી નહીં, કન્ટેન્ટ જોવા માટે ચૂકવવી પડશે આટલી રકમ
Jio Cinema પર હવે વેબસિરીઝ, મેચ કે ફિલ્મો જોવા માટે પૈસા ચૂકવવા પડશે. જીયોએ જીઓ સિનેમા માટે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન અંગે તમે જીયો સિનેમા એપના સબસ્ક્રાઈબ નાઉ ઓપ્શન પરથી માહિતી મેળવી શક્શો. જો કે, જીયો સિનેમા પર તમને કેટલીક સ્પોર્ટ્સ ઈવેન્ટસ, ફિલ્મો અને વેબસિરીઝ ફ્રીમાં જોવા મળી શક્શે. પરંતુ જો તમે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન લેશો, તો તમારે એડ્ઝ નહીં જોવી પડે. હાલ ચાલી રહેલી આઈપીએલની મેચ તો તમે આ ઓટીટી પ્લેફોર્મ પર નિઃશુલ્ક જ જોઈ શક્શો.

રિલાયન્સ જીયો સિનેમાના આ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. 999 રૂપિયામાં 1 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. હવે તમને અહીં HBOના શોઝ જોવા મળશે, જે પહેલા Disney+ Hotstar પર જોવા મળતા હતા. બંને કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ આ શોઝ હોટસ્ટાર પરથી હટાવી લેવાયા હતા.
કેવી રીતે લઈ શક્શો જીયો સિનેમાનું સબસ્ક્રિપ્શન?
JIo Cinemaએ IPLની મેચનું પ્રસારણ કરીને નવા કરોડો યુઝર્સ મેળવ્યા છે. સાથે જ આઈપીએલની વ્યુઅરશિપે પણ રેકોર્ડ બ્રેક કર્યા છે. આ તકનો લાભ લઈને જીયોએ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. આ સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે જીયો સિનેમા એપમાં લોગ ઈન કરવું પડશે. લોગ ઈન કર્યા બાદ તમને પ્રોફાઈલ સેક્શનમાં સબસ્ક્રાઈબ નાવનો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરતા જ તમને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લઈ શક્શો.
પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેતાની સાથે જ તમે આ ઓટીટી પ્લેટફોર્મ પરનું બધું જ કન્ટેન્ટ એડના બ્રેક વિના માણી શક્શો. સબસ્ક્રિપ્શન ન લેનાર યુઝર્સને HBOનું એક્સ્લુઝિવ કન્ટેન્ટ જોવા નહીં મળે, પરંતુ અન્ય ટીવી શોઝ, વેબ સિરીઝ અને ફિલ્મો એડ સાથે જોઈ શકાશે.
શું Voot બંધ થઈ જશે?
ઘણા દિવસોથી ચર્ચા ચાલતી હતી કે જીયો સિનેમાનું સબસ્ક્રિપ્શન લોન્ચ થયા બાદ સહયોગી ઓટીટી એપ વૂટ બંધ કરી દેવામાં આવશે. તેના બદલં કંપની જીયો સિનેમા વૂટ પ્લેટફોર્મ લોન્ચ કરી શકે છે. પરંતુ હાલ સત્તાવાર રીતે આ મામલે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જો કે રિલાયન્સે ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ સેક્શનમાં જીયો સિનેમા પ્રીમિયમ સાથે એન્ટ્રી કરી છે. જેને પગલે હવે Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, Zee5 જેવા ઓટીટી પ્લેટફોર્મ્સે ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડશે. હાલ તો જીયો સિનેમાએ માત્ર એક જ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. પરંતુ આગામી સમયમાં કંપની ક્વાર્ટલી કે મંથલી પ્લાન પરણ લોન્ચ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications