Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioના ગ્રાહકોને મળશે 365 દિવસ સુધી રોજ 2.5 GB ડેટા, આ છે પ્લાન
Reliance Jio 2023 પોતાના 5G નેટવર્કને સતત વિસ્તારી રહી છે. સાથે જ કંપની એવા પ્લાન્સ પણ લોન્ચ કરી રહી છે, જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે ભરપૂર હાઈસ્પીડ ઈન્ટરનેટ ડેટા પણ મળે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ 2023 માટે એક ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમે આખા વર્ષ માટે રિચાર્જ કરાવી શક્શો, પરિણામે તમારે આખા વર્ષ દરમિયાન વારંવાર રિચાર્જ કરવાની ચિંતા નહીં રહે. 365 દિવસની વેલિડિટી ધરાવતો આ પ્લાન તમને શું શું સુવિધાઓ આપશે, તે તમામ ડિટેઈલ માહિતી અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

કરાવવાનું રહેશે આટલી રકમનું રિચાર્જ
રિલાયન્સ જીયોના 365 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં એક વધુ પ્લાન ઉમેરાયો છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ પ્લાન અપડેટ કર્યો છે. જિયો હેપ્પી ન્યૂ યર પ્લાનના નામથી લોન્ચ થયેલો આ પ્લાન 2,999 રૂપિયાના રિચાર્જ પર એક્ટિવેટ કરી શકાય છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને રોજે રોજ 2.5 જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળશે. એટલે કે આખા વર્ષમાં તમને 912.5 જીબી ડેટા મળસે.
મળશે આટલી બધી સુવિધાઓ
રોજ 2.5 જીબી ડેટા આપતો જીયોનો આ પ્લાન તમને આખા વર્ષ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપે છે. એટલે કે નવા વર્ષની શરૂઆત તમે આખા વર્ષના રિચાર્જના ટેન્શન વિના કરી શકો છો. 365 દિવસ સુધી તમારે કયારેય રિચાર્જ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત જો તમે SMSનો ઉપયોગ પણ વધારે કરો છો, તો બીજા બધા જ પ્લાનની જેમ આ પ્લાનમાં પણ 365 દિવસ સુધી રોજના 100 ફ્રી મેસેજ મળે છે. જો કે, જો તમારું રોજનું 2.5 જીબી ઈન્ટરનેટ પુરુ થઈ જશે તો આ બાદ તમને 64 kbpsની સ્પીડ મળશે. તમે ઈન્ટરનેટથી કનેક્ટેડ તો રહેશો, પરંતુ સ્પીડ ઘટી જશે. આ પ્લાનની ખઆસવાત એ છે કે યુઝર્સને અહીં 5જી ડેટા અનલિમિટેડ મળી રહ્યો છે.
આખા વર્ષ સુધી મેળવ આ બેનિફિટ્સનો લાભ
આ પ્લાનમાં બીજા કેટલાક કોમ્લિમેન્ટ્રી બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. જેમાં JioTV, Jio Cinema, Jio Security, Jio Coud જેવી એપ્સનું સબ્સ્ક્રીપ્શન ફ્રીમાં મળે છે. જીયો ટીવી એપનો ઉપયોગ કરીને તમે તમારો પ્લાન એક્ટિવેટ હોય, ત્યાં સુધી જુદા જુદા ટીવી શોને માણી શકો છો. જો તમને ફિલ્મો જોવાનો શોખ છે તો જિયો સિનેમાનું સબસ્ક્રીપ્શન પણ આ પ્લાનની સાથે આવે છે. જ્યારે જીયો સિક્યોરિટી તમારા સંવેદનશીલ અને અંગત ડેટા જેમ કે ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ, બેન્ક અકાઉન્ટ અને ઓટીપીની સુરક્ષા કરે છે. આ પ્લાન સાથે મળતી જીયો ક્લાઉડની સુવિધાથી તમને એક્સ્ટ્રા ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મળે છે. જેમાં તમે તમારા ડોક્યુમેન્ટ્સ સહિતી માહિતી સ્ટોર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
