Jioએ લોન્ચ કર્યો નવો ફોન, કિંમત 1000 રૂપિયા કરતા પણ ઓછી

By Gizbot Bureau
|

જો તમે પણ જીયો યુઝર છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. રિલાયન્સ જીયોએ પોતાના કસ્ટમર્સને એક નવી ગિફ્ટ આપતા અત્યાર સુધીનો સૌથી સસ્તો 4જી ફોન લોન્ચ કર્યો છે. આ ફોનને Jio Bharat Phone નામ આપવામાં આવ્યું છે. આ 4જી ફોનની કિંમત 1000 રૂપિયા કરતા પણ ઓછી છે. કંપનીની વાત માનીએ તો આ ફોન લોન્ચ કરવાનું મુખ્ય કારણ 2જી મુક્ત ભારત છે. તમને જણાવી દઈએ કે આ ફોન સાથે કંપનીએ પોતાના બે નવા પ્લાન્સ પણ લોન્ચ કર્યા છે. તો ચાલો આગળ જાણીએ કે આ નવા ફોનની ખાસ વાત શું છે, અને જીયોએ લોન્ચ કરેલા નવા પ્લાન્સમાં યુઝર્સને શું મળી રહ્યું છે.

Jioએ લોન્ચ કર્યો નવો ફોન, કિંમત 1000 રૂપિયા કરતા પણ ઓછી

જીયોએ ભારતમાં પોતાનો વધુ એક અને નવો 4જી ફોન Jio Bharat V2 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત માત્ર 999 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે જીયો માત્ર 4જી અને 5જી નેટવર્ક સર્વિસ જ આપે છે. જીયોનો દાવો છે કે, આ નવા Jio Bharat V2 ફોનની મદદતી લગભગ 10 કરોડથી વધુ ગ્રાહકો જીયો સાથે જોડાશે. જીયોના કહેવા પ્રમાણે ભારતમાં હજી પણ 25 કરોડ 2જી કસ્ટમર્સ છે, જે હાલ એરટેલ અને વોડાફોન-આઈડિયા ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલા છે.

કંપનીનું કહેવું છે કે ભારતીય માર્કેટમાં ઈન્ટરનેટની સુવિધા ધરાવતા જેટલા પણ સ્માર્ટફોન છે, તે બધા માં Jio Bharat V2 અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન છે. ઉલ્લેખનીય છે કે જીયોએ 2018માં જીયો ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનને જીયો યુઝર્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો.

Jio Bharat V2ને આ બાબતો બનાવે છે ખાસ

જીયોના આ લેટેસ્ટ 4જી ફોનમાં યુઝર્સને 4.5 સેન્ટિમીટરની TFT ડિસ્પ્લે મળે છે, સાથે જ 0.3 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ સ્માર્ટફોન 1000 mAhની બેટરી ધરાવે છે. આ ફોનમાં 3.5 mmનો હેડફોન જેક, લાઉડ સ્પીકર અને ટોર્ચની પણ સુવિધા મળે છે. એટલું જ નહીં આ ફોનમાં એચડી વોઈસ કોલિંગ, FM રેડિયોની સાથે સાથે 128 જીબીનું એસડી મેમરી કાર્ડ સપોર્ટ જેવા પણ ફીચર્સ અવેલેબલ છે. આ ફોનનું વજન માત્ર 71 ગ્રામ છે. Jio Bharat V2 ખરીદનાર ગ્રાહકોને કંપની જીયો સિનેમા અને જીયો સાવન એપનું ફ્રી એક્સેસ પણ આપી રહી છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફોન 22 ભારતીય ભાષામાં એક્સેસ કરી શકાય છે.

123 રૂપિયામાં મળશે 14 જીબી ડેટા

આગળ જણાવ્યા પ્રમાણે જીયોએ Jio Bharat V2 ફોનની સાથે સાથે બે નવા પ્લાન પણ લોન્ચ કર્યા છે. એક પ્લાન 123 રૂપિયામાં 28 દિવસની વેલિડીટી ધરાવે છે, જ્યારે બીજો પ્લાન 1,234 રૂપિયામાં 1 વર્ષની વેલિડીટી આપે છે. Jio Bharat V2 યુઝર્સને 123 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડીટી સાથે 14 જીબી ડેટા મળે છે. કંપની 7 જુલાઈએ Jio Bharat V2નું બીટા ટ્રાયલ શરૂ કરવાની છે. જીયોનું લક્ષ્ય દેશના 6,500 તાલુકામાં Jio Bharat V2 ફોન અવેલેબલ કરાવવાનું છએ.

Best Mobiles in India

English summary
Jio bharat v2 new 4G phone launched by jio under 1000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X