Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
2G, 3G સર્વિસ થઈ જશે બંધ, જાણો કેમ Jioએ સરકારને કરી અપીલ?
હાલના સમયમાં Jio ભારતમાં 5G સર્વિસ રોલઆઉટ કરવામાં સૌથી આગળ રહ્યું છે. એટલે હવે જીયોનું માનવું છે કે ભારતમાં 2G, 3G સર્વિસ બંધ કરી દેવી જોઈએ. ટેલિકોમ ઓપરેટર કંપની જીયોએ ભારતીય દૂરસંચાર નિયામક સમિતિ એટલે કે TRAIને એક પત્ર લખ્યો છે, જેનું ટાઈટલ '5જી ઈકોસિસ્ટમ દ્વારા ડિજિટલ પરિવર્તન’ છે. આ પત્રમાં જીયોએ 2G, 3G સર્વિસ બંધ કરી દેવા અપીલ કરી છે.

જીયોનું કહેવું છે કે હવે દેશના તમામ યુઝર્સને આધુનિક 4જી અને 5જી નેટવર્કમાં અપગ્રેડ કરવામાં આવે. જીયોની આ અપીલને વોડાફોન આઈડિયાનું પણ સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2023માં TRAIએ 5જી નેટવર્કના ફાયદા પર પ્રકાશ પાડતા '5જી ઈકોસિસ્ટમ દ્વારા ડિજિટલ પરિવર્તન’ નામનો રિપોર્ટ જાહેર કર્યો હતો.
આ રિપોર્ટના જવાબમાં જ જીયોનું કહેવું છે કે સરકારે દેશમાં 2જી અને 3જી નેટવર્ક બંધ કરવા માટે એક નીતિ અને રોડમેપ બનાવવો જોઈએ. જેનાથી ટેલિકોમ ઓપરેટરોની બિનજરૂરી નેટવર્ક કોસ્ટ ઘટશે અને યુઝર્સને લેટેસ્ટ 4જી અને 5જી નેટવર્ક પર ટ્રાન્સફર કરવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં જીયો હાલ કોઈ 2જી સર્વિસ નથી આપી રહ્યું, કારણ કે કંપનીએ 2016માં સીધા જ 4જી નેટવર્ક પર પોતાની સર્વિસ શરૂ કરી હતી. જો કે જીયો દેશનું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર છે, અને દેશમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ ફેલાવવામાં જીયોની અગ્રગણ્ય ભૂમિકા છે.
બીજી તરફ 2જી અને 3જી ઈન્ટરનેટ સર્વિસ બંધ થવાથી ટૂંકા ગાળા માટે કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના યુઝર્સને મુશ્કેલી આવી શખે છે. લાંબા ગાળે યુઝર્સને 4જી નેટવર્કમાં અપગ્રેડ કરવામાં આવશે, જે ઈન્ટરનેટ સ્પીડ, અવાજની ક્વોલિટી વગેરે મામલે 2જી અને 3જી સર્વિસ કરતા વધારે સારા પરિણામ આપે છે. જો સરકાર આવો નિર્ણય કરશે, તો દેશના એવા વિસ્તારોમાં ડિજિટલાઈઝેશન વધશે, જ્યાં અત્યારે પણ લોકો 3જી અને 2જી કનેક્ટવિટી ધરાવતા ફોનનો ઉપયોગ કરે છે.
જીયો અને વોડાફોન આઈડિયાના આ પગલાંને જોઈએ તો દરેક કંપનીઓને એવરેજ રેવન્યુ પર યુઝર વધારવામાં પણ મદદ મળશે. જ્યારે વધુમાં વધુ ગ્રાહકો 4જી નેટવર્ક પર વી જશે, ત્યારે યુઝર્સનો ડેટા વપરાશ પણ વધી જશે. એટલે જીયો અને વોડાફોન ઈન્ડિયા ભારતમાંથી ધીરે ધીરે 2જી અને 3જી નેટવર્કને બંધ કરી દેવાની વાત કરી રહ્યા છે. જો કે, એરટેલે આ મામલે હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું.
જો ટ્રાઈ આ અપીલ પર પગલાં લેશે, તો પણ યુઝર્સને 4જી સર્વિસ મેળવવા માટે એક નક્કી સમયમર્યાદા આપશે. ભારતમાં 2જી અને 3જી એક્ટવિ યુઝર્સની સંખ્યા પણ મોટી છે, એટલે આ નિર્ણય રાતોરાત નહીં લેવાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications