Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio, Airtel, Viના આ પ્લાન્સ થયા મોંઘા, ચૂકવવી પડશે વધુ રકમ
જો તમે પોસ્ટપેઈડ સીમ વાપરી રહ્યા છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. Jio, Airtel, Vodafone Idea સહિતની ટેલિકોમ કંપનીઓએ પોતાના પોસ્ટપેઈડ પ્લાન્સની કિંમતમાં 12 ટકાથી લઈ 25 ટકાનો વધારો કર્યો છે. એટલે સબસ્ક્રાઈબર્સે હવે વધારે રકમ ચૂકવવી પડશે. દાખલા તરીકે 399 રૂપિયાનો મંથલી પ્લાન હવે 449 રૂપિયાનો થઈ ગયો છે, તેમાં 50 રૂપિયાનો ભાવવધારો થયો છે.
ટેલિકોમ કંપનીઓએ એક સાથે કિંમત વધારવાના બદલે જુદા જુદા સમયે પોતાના પ્લાન્સ મોંઘા કર્યા છે, જેને કારણે મોટાભાગના યુઝર્સના બિલમાં આવેલો ફેરફાર નજરે પણ નથી પડ્યો. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના બિલ્સ નવી કિંમતે મોકલાઈ રહ્યા છે. આ ઉપરાંત પોસ્ટ પેઈડ પ્લાન્સ પર 18 ટકા જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. આ સૌથી મોટું કારણ છે કે કિંમત વધ્યા પછી પોસ્ટ પેઈડ સિમકાર્ડ યુઝ કરવાનો ખર્ચ વધી ચૂક્યો છે.

આ યુઝર્સ પર થશે સીધી અસર
ભારતમાં 120 કરોડ કરતા વધારે મોબાઈલ યુઝર્સ છે, જેમાંથી 12 ટકા લોકો પોસ્ટપેઈડ સેવા યુઝ કરે છે. એટલે કે 13થી 14 કરોડ યુઝર્સ એવા છે, જે પોસ્ટ પેઈડ કનેક્શન યુઝ કરે છે. આ બધા જ યુઝર્સ માટે હવે ખર્ચો વધી જવાનો છએ. ટેલિકોમ કંપનીઓ પોસ્ટપેઈડ પ્લાન્સની સાથે હવે એડિશનલ બેનિફિટ્સ અને ડેટા રોલઓવર જેવી સુવિધાઓ પણ આપે છે., જેને કારણે શહેરી વિસ્તારોમાં વધારે ઈન્ટરનેટ યુઝ કરનાર સબસ્ક્રાઈબર્સ માટે પોસ્ટપેઈડ પ્લાન્સ બેસ્ટ સાબિત થાય છે.
આમ તો સૌથી સસ્તા પ્લાનની કિંમત માત્ર 50 રૂપિયા જ વધ્યા છે, પરંતુ જીએસટી સાથે જોઈએ તો ખર્ચો વધી જાય છે. દાખલા તરીકે કોઈ યુઝર અત્યાર સુધી 399 રૂપિયાનો પ્લાન યુઝ કરતો હતો, તો જીએસટી સાથે નવી કિંમત પ્રમાણે તેમણે 530 રૂપિયા ચૂકવવા પડશે. આ જ રીતે કોઈ યુઝર પ્રીમિયમ પ્લાન યુઝ કરતા હતા તો તેમનો ખર્ચ 1059 હતો, જેના માટે હવે યુઝર્સે 1129 રૂપિયા ચૂકવવા પડશે.
જુલાઈમાં જ વધ્યા હતા ટેરિફ પ્લાનના ભાવ
તમને યાદ જ હશે કે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતોમાં 25થી 40 ટકાનો વધારો કર્યો હતો. કંપનીએ 5જી રોલઆઉટ માટેની ટેક્નોલોજી અને તેનાથી વધનારા ખર્ચને ગણાવીને પ્લાન્સ મોંઘા કર્યા હતા. બાદમાં એક નવો ટ્રેન્ડ એ જોવા મળ્યો કે ઘણા બધા યુઝર્સ BSNL તરફ વળી ગયા, અને બીજી કંપનીઓના યુઝર્સ ઘટી ગયા.
એટલે જ હાલ કંપનીઓએ માત્ર પસંદગીના જ પોસ્ટપેઈડ સબસ્ક્રાઈબર્સ માટે સ્પેશિયલ પ્લાન લોન્ચ કર્યા છે, જેથી વધારે યુઝર્સને અસર ન થાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications