Jio AirFiber કે Airtel AirFiber બંનેમાંથી કયું છે સસ્તું, કયામાં વધારે ફાયદો?

By Gizbot Bureau
|

ઘણા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ હવે જીયોએ ગણેશચતુર્થીના રોજ જીયો એર ફાઈબર દેશના 8 શહેરોમાં લોન્ચ કરી દીધું છે. આ આઠ શહેરોમાં અમદાવાદ, કોલકાતા, પૂણે, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી સામેલ છે. જીયો એર ફાઈબર પ્લાનની શરૂઆત માત્ર 599 રૂપિયાથી થાય છે. જીયોની આ નવી ફાઈબર સર્વિસનો સીધો મુકાબલો માર્કેટમાં મોજૂદ એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર સાથે થવાનો છે. બંને કંપનીઓ યુઝર્સને આ ડિવાઈસિસ દ્વારા વાયરલેસ ઈન્ટરનેટ સર્વિસનો લાભ આપે છે. તો ચાલો જાણીએ કે એરટેલ અને જીયોમાંથી કોનું ડિવાઈસ સસ્તું છે, અને કઈ કંપનીનું ઈન્ટરનેટ વાપરવાથી તમને વધારે ફાયદો થઈ શકે છે.

Jio AirFiber કે Airtel AirFiber બંનેમાંથી કયું છે સસ્તું

Jio AirFiber Plansની કિંમત

જિયોએ એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે જુદી જુદી કેટેગરીના પ્લાન લોન્ચ કર્યા છે. એર ફાઈબર પ્લાન અંતર્ગત યુઝર્સને બે સ્પીડમાં 3 પ્લાન મળશે. જેમાં 30 Mbps અને 100 Mbpsની સ્પીડ સામેલ છે. જેમાંથી 30 Mbpsના પ્લાન માટે કંપનીએ 599 રૂપિયા નક્કી કર્યા છે. જ્યારે 100 Mbpsના પ્લાનની કિંમત 899 રૂપિયા રાખવામાં આવી છે. આ બંને પ્લાન્સમાં કંપની યુઝર્સને 550થી વધુ ડિજીટલ ચેનલ્સ અને 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સનું એક્સેસ આપી રહી છે. જ્યારે ત્રીજો પ્લાન 1199 રૂપિયાનો છે, જેમાં યુઝર્સને 100 Mbpsની સ્પીડની સાથે સાથે 550થી વધુ ડિજીટલ ચેનલ્સ, 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સની સાથે સાથે નેટફ્લિક્સ, એમેઝોન અને જીયો સિનેમા પ્રીમિયમનું સબસ્ક્રીપ્શન મળશે.

Jio AirFiber Max Planની કિંમત

જીયો એર ફાઈબર મેક્સ પ્લાન એવા કસ્ટમર્સ માટે છે, જેમને હાઈ ઈન્ટરનેટ સ્પીડની જરૂર પડે છે. આ અંતર્ગત કંપનીએ ત્રણ પ્લાન લોનચ કર્યા છે. જેમાં 300 Mbpsથી લઈને 1000 Mbps એટલે કે 1 GBps સુધીની સ્પીડ મળશે. પહેલો પ્લાન 1499 રૂપિયાનો છે, જેમાં 300 Mbpsની સ્પીડ મળશે. જ્યારે બીજો પ્લાન 2499 રૂપિયાનો છે, જેમાં જીયો 500 Mbps સુધીની સ્પીડ આપશે. અને ત્રીજો પ્લાન 3,999 રૂપિયાનો છે, જેમાં યુઝર્સને 1 Gbpsની સ્પીડ મળશે. મેક્સમાં સામેલ ત્રણેય પ્લાન્સની સાથે યુઝર્સને 550થી વધુ ડિજીટલ ચેનલ, 14 એન્ટરટેઈનમેનટ એપ્સ અને નેટફ્લિક્સ, એમેઝોન તેમજ જીયો સિનેમા પ્રીમિયમનું એક્સેસ પણ મળશે.

એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર પ્લાન

એરટેલે હાલ માત્ર એક્સ્ટ્રીમ ફાઈબરને દિલ્હી અને મુંબઈમાં જ લોન્ચ કર્યું છે. કંપનીએ પોતાની Xtream AirFiber સર્વિસ માટે હાલ એક જ પ્લાન રાખ્યો છે. જેને લઈને કંપનીનો દાવો છે કે એરટેસ એક્સ્ટ્રીમ એર ફાઈબર કોઈ પણ વાઈ ફાઈ રાઉટર કરતા બે ગણી સ્પીડ આપે છે. એરટેલ એર ફાઈબરનો 6 મહિનાનો પ્લાન 7,733 રૂપિયામાં ખરીદી શકાય છે. હજી આ કિંમતમાં જીએસટી પણ ઉમેરાશે. આ પ્લાન અંતર્ગત કંપનીએ 2,500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ એડ કરી છે. એટલે પહેલી વાર 7,733 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે. પછીના 6 મહિના માટે માત્ર 4,435 રૂપિયા જ ચૂકવવાના રહેશે.

Best Mobiles in India

English summary
Jio AirFiber vs Airtell AirFiber which is the cheaper and affordable

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X