Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio AirFiber અને Airtel Xtream AirFiberમાંથી કયું બેસ્ટ, અહીં જાણો
Jio AirFiber સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાનું છે. જીયોની આ પ્રોડક્ટ Airtel Xtream AirFiberને સ્પર્ધા પૂરી પાડશે. આમ તો બંને એક સાધારણ પ્લગ એન્ડ પ્લે ડિવાઈસની સાથે ઘરમાં 5જી ઈન્ટરનેટ સર્વિસ આપવા માટે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ કમ્યુનિકેશન ટેક્નોલોજી છે.

એટલે કે આ ડિવાઈસના લીધે હવે યુઝર્સે ઘરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે રાઉટર અથવા ફાઈબર કેબલની જરૂર નથી. આ ડિવાઈસ એવી જગ્યાએ પણ કામ લાગશે, જ્યાં ફાઈબર ઓપ્ટિક કનેક્ટિવિટી નથી. જેમ કે ગ્રામીણ ભારતમાં આ ડિવાઈસ ખૂબ જ ઉપયોગી બની શકે છે. આજે અમે તમને Jio AirFiber અને Airtel Xtream AirFiber વચ્ચેનો ફરક સમજાવીએ.
Jio AirFiber અને Airtel Xtream AirFiberની કિંમત કેટલી
એરટેલ હાલ ગ્રાહકોને એક જ મંથલી પ્લાન આપે છે. જેમાં છ મહિના માટે Xtream AirFiber કનેક્શનની કિંમત 7,733 રૂપિયા હશે. આમાંથી 2,500 રૂપિયા એરફઆઈબર રાઉટરની સુરક્ષા ડિપોઝિટ છે. આ ટેલિકમ્યુનિકેશન કંપની પોતાની વેબસાઈટ પર પણ અપડેટ કરી ચૂકી છે, જેથી યુઝર્સ બધી જ માહિતી મેળવી શકે.
જ્યારે જીયો આગામી મહિને સેલ દરમિયાન જ કિંમતનો ખુલાસો કરશે. Jio AirFiberની કિંમત એરટેલ કરતા 20 ટકા ઓછી હોવાની શક્યતા છે. એક રિપોર્ટ મુજબ આ ડિવાઈસની કિંમત 6000 રૂપિયા હોઈ શકે છે.
Jio AirFiber અને Airtel Xtream AirFiberની સ્પીડ અને ફાયદા
બંને ટેલિકોમ કંપનીઓ વાઈફાઈ રાઉટર 6 આપશે, જે વાઈ ફાઈ 5ની સરખામણીએ ફાસ્ટ છે, વધુ કવરેજ ધરાવે છે અને હાઈ સ્પીડ સહિત ઘણી સુવિધાઓ આપે છે. Jio AirFiber અને Airtel Xtream AirFiber બંને ઈન્ટરનેટ સિમ કાર્ડ દ્વારા આપશે, એટલે આ બંને ડિવાઈસ દ્વારા મળતા ઈન્ટરનેટની સ્પીડ જે તે વિસ્તારમાં કવરેજની સ્થિતિ પર આધારિત રહેશે. આ ઉપરાંત બંને કંપનીઓ એક એપ પણ આપશે, જે યુઝર્સને રાઉટરને સેટ કરવા માટે અને ઘરની અંદર બેસ્ટ ઈન્ટરનેટ પોઈન્ટ નક્કી કરવામાં મદદ કરશે.
Airtel Xtream AirFiberની સ્પીડ
યુઝર્સ Airtel Xtream AirFiber સાથે એક કરતા વધારે ડિવાઈસ કનેક્ટ કરી શકે છે. જો કે, તેની એપ દ્વારા તમે ડિવાઈસ લિમિટ નક્કી કરી શકો છો. હાલ એરટેલે એક અનોખો પ્લાન લોન્ચ કર્યો ચે, જે 100 mbpsની સ્પીડનો દાવો કરે છે. જ્યારે Jio 1 Gbpsની 5જી સ્પીડનો દાવો કરે છે. પરંતુ હજી તેના પ્લાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. આ અંગે વધુ માહિતી 17 સપ્ટેમ્બરે જ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications