JioAirFiberનું કનેક્શન 1 વર્ષ સુધી મળશે ફ્રી, Reliance Digital ની જાહેરાત

By Gizbot Bureau
|

Reliance Digital દ્વારા પોતાના ગ્રાહકો માટે ખાસ Diwali Dhamaka ઓફરની જાહેરાત કરવામાં આવી છે. આ ઓફર અંતર્ગત રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી શોપિંગ કરનાર ગ્રાહકોને Jio Air Fiberનું કનેક્શન ફ્રીમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીયો એર ફાઈબર પણ જીયોની જ ફાઈબર સર્વિસ છે. જો કે, તેને બ્રોડબેન્ડ સર્વિસ માટે કોઈ પણ વાયરની જરૂર નથી પડતી. જેમ આપણે નામ પરથી જ સમજી શકીએ છીએ તેમ જીયો એર ફાઈબર હવામાંથી મળતું વાયર લેસ ઈન્ટરનેટ કનેક્શન છે. ચાલો, જાણીએ કે રિલાયન્સની આ સ્પેશિયલ દિવાળી ધમાકા ઓફરમાં કયા કયા લાભ મળી રહ્યા છે.

JioAirFiberનું કનેક્શન 1 વર્ષ સુધી મળશે ફ્રી

રિલાયન્સ ડિજિટલ દિવાળી ધમાકા ઓફર

Reliance Digital દ્વારા મંગળવારે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરવામાં આવી છે. આ ઓફરમાં જે યુઝર્સ Reliance Digital સ્ટોર પરથી ખરીદી કરે છે, તેમને ખાસ ભેટ આપવામાં આવશે. આ ભેટ તરીકે યુઝર્સને 1 વર્ષ સુધી જીયો એર ફાઈબરનું કનેક્શન ફ્રીમાં મળશે. ખાસ વાત એ છે કે આ ઓફર નવા જોડાઈ રહેલા યુઝર્સ અને એક્ઝિસ્ટિંગ યુઝર્સ બંનેને મળશે. આ ઓફરનો લાભ યુઝર્સ 18 સપ્ટેમ્બરથી 3 નવેમ્બરની વચ્ચે ગમે ત્યારે લઈ શક્શે.

આ શરતો પૂરી કરવી જરૂરી

દિવાળી ધમાકા ઓફરનો ફાયદો લેવા માટે ગ્રાહકોએ Reliance Digital સ્ટોર પરથી શોપિંગ કરવું ફરજિયાત છે. જો તમે Reliance Digital સ્ટોર પરથી 20 હજાર કે તેનાથી વધુનું શોપિંગ કરો છો, તો જ તમને નવું જીયો એર ફાઈબર કનેક્શન મળશે, જેની સાથે તમને 2,222 રૂપિયા સુધીનો 3 મહિનાનો દિવાળી પ્લાન પણ એક્ટિવ મોડમાં મળશે. તો જે ગ્રાહકો પાસે ઓલરેડી એર ફાઈબર કનેક્શન છે, તેમને નવા ગ્રાહકોની સરખામણીએ 1 મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી મળશે. એટલે તેઓ 3ના બદલે 4 મહિના સુધીનો પ્લાન ફ્રીમાં યુઝ કરી શક્શે.

ઓફરનો લાભ લેવા માટે આટલું કરો

આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સને 12 જુદી જુદી કૂપન્સ મળશે. આ કૂપન દ્વારા યુઝરે નવેમ્બર 2024થી લઈને ઓક્ટોબર 2025 સુધી દર મહિને પ્લાન એક્ટિવેટ કરાવવો પડશે. દરેક કૂપન 30 દિવસની અંદર રીડિમ કરાવવી ફરજિયાત છે. તમે આ કૂપન તમારા નજીકના Reliance Digital / My Jio store / JioPoint store / JioMart Digital સ્ટોર પરથી રીડિમ કરાવી શકો છો.

Best Mobiles in India

English summary
Jio Air Fiber connection for free till year in Diwali dhamaka offer

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X