Jio 5G Welcome Offerમાં મળશે ફાયદા, જાણો તમે વાપરી શક્શો કે નહીં

By Gizbot Bureau
|

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં નેક્સ્ટ જનરેશન હાઈસ્પીડ ઈન્ટરનેટ એટલે કે 5જીની શરૂઆત કરાવી દીધી છે. ગત સપ્તાહે દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022 દરમિયાન વડાપ્રધાન શ્રીએ 5મી જનરેશનની ટેક્નોલોજીનો શુભારંભ કરાવ્યો છે. આ સાથે જ ટેલિકોમ કંપનીઝ વચ્ચે પણ નવી ટેક્નોલોજીના પ્લાન માટે હરિફાઈના બણગાં ફૂંકાઈ ગાય છે. રિયાલન્સ જીયોએ દિલ્હી, મુંબઈ, વારાણસી અને કોલકાતામાં દશેરાથી જ 5જી સર્વિસ શરૂ કરી દીધી છે. આ નેક્સ્ટ જનરેશન મોબાઈલ નેટવર્ક સર્વિસ લોન્ચ કરવા માટે જીયોએ ખાસ જીયો 5જી વેલકમ ઓફર જાહેર કરી છે.

Jio 5G Welcome Offerમાં મળશે ફાયદા, જાણો તમે વાપરી શક્શો કે નહીં

જો કે, હજી સુધી કંપનીએ 5જી પ્લાનની કિંમત શું હશે, તેનો ખુલાસો નથી કર્યો. પરંતુ કંપનીનો દાવો છે કે આ પ્લાન્સ અફોર્ડેલ પ્રાઈઝમાં હશે, 4જીથી મોંઘા નહીં હોય. કંપનીની આ સ્ટ્રેટેજીને કારણે 5જી સર્વિસના યુઝર્સ ઝડપથી વધશે. કંપનીએ દિવાળી 2023 પહેલા 5જી સર્વિસનો વધુ ફેલાવો કરવા માટે પણ તૈયારી કરી લીધી છે.

2016માં જ્યારે પહેલીવાર જિયો લોન્ચ થયું, ત્યારે જે રીતે કંપનીએ 4જી સર્વિસ માટે જીયો વેલકમ ઓફર આપી હતી, તે જ રીતે કંપની આ વખતે 5જી સર્વિસ માટે આવી ઓફર લાવવાની છે. જીયો વેલકમ ઓફરમાં 1 GBPS+ની સ્પીડ મળશે, સાથે જ શરૂઆતથી જ આ સર્વિસ લેનાર યુઝર્સને બીજા પણ વધારાના ફાયદા મળશે. જો કે હજી જીયો 5જીની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે બધા જ યુઝર્સ આ સેવાનો લાભ નહીં મળેવી શકે.

જો તમે દિલ્હી, મુંબઈ, વારાણસી અથવા કલકત્તામાં રહો છો, તો તમને જીયોની 5જી સર્વિસની સુવિધા મળશે. જો કે આ માટે તમારી પાસે 5જી સપોર્ટ કરતો સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. જો તમે આ બંને શરત પૂરી કરો છો, તો તમને જીયોની 5જીની સર્વિસનો લાભ લેવાની તક મળશે. જીયો 5જી લેવા માટે તમારે કોઈ ખાસ તૈયારી કરવાની, કે ખાસ પ્રોસિજર કરવાની જરૂર નથી. તમારી સર્વિસ ઓટોમેટિકલી જ જીયો 5જી વેલકમ ઓફરમાં કન્વર્ટ થઈ જશે.

જ્યાં સુધી કંપની 5જી ટેરિફ પ્લાન્સ જાહેર નથી કરતી, ત્યાં સુધી યુઝર્સને આ 5જી સર્વિસ સાવ ફ્રી વાપરવા મળશે. જો તમારી પાસે 5જી સ્માર્ટ ફોન છે, તો તમારે 5જી સીમકાર્ડ અપગ્રેડ કરવાની જરૂર નથી. તમે તમારા હાલના સીમકાર્ડમાં જ 5જી સર્વિસનો ઉપયોગ કરી શક્શો.

ઓગસ્ટ 2022માં યોજાયેલી જીયોની એજીએમમાં જીયોએ દર્શાવેલી માહિતી પ્રમાણે 5જી સર્વિસમાં 1.09 GBPSની સ્પીડ સ્માર્ટફોન પર આપશે. જ્યારે ટેલ્કો દ્વારા 5જી સર્વિસની સ્પીડ ટ્રાયલ લેવાઈ રહી હતી, ત્યારે પણ 5જીની આટલી જ સ્પીડ નોંધાઈ હતી. જો કે રિયલ વર્લ્ડ પર્ફોમન્સ દરમિયાન આ સ્પીડ 60 ટકા જેટલી ઘટે તેવી શક્યતા છે.

જીયોએ આ વર્ષની શરૂઆતમાં કરેલી ટ્રાયલમાં 5જીના ઉપયોગમાં 420 MBPS ડાઉનલોડ સ્પીડ અને 412 MBPSની અપલોડ સ્પીડ નોંધાઈ હતી. જેમાં 11ms અને 9 ms લેટન્સી પણ નોંધાઈ હતી. આમ તો આ 5જી સ્પીડ ખૂબ જ વધારે લાગી રહી છે, પરંતુ જ્યારે ખરેખર તેનો ઉપયોગ થશે, ત્યારે આ સ્પીડ હજી ઘટે તેવી શક્યતા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio 5G Welcome Offer Explained Benefits

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X