જીઓ રૂ. 2500,રૂ. 3000 માં 5જી સ્માર્ટફોન વહેંચવા માટે પ્લાન કરી રહ્યું છે

By Gizbot Bureau
|

કંપની ના એક ઓફિશિયલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 5000 કરતા ઓછી કિંમત પર 5જી સ્માર્ટફોન વહેંચવા માટે તૈયારી કરવા માં આવી રહી છે, અને તેને ધીમે ધીમે કંપની દ્વારા જેમ જેમ મોટા સ્કેલ પર લાવવા માં આવશે તેમ તેમ તેની કિંમત ઘટાડી અને રૂ. 3000 ની આજુ બાજુ કરી દેવા માં આવશે. અને આ સ્માર્ટફોન માટે કંપની દ્વારા 20 થી 30 કરોડ મોબાઈલ યુઝર્સ ને ટાર્ગેટ કરવા માં આવશે કે જે અત્યારે 2જી નેટવર્ક નો ઉપીયોગ કરી રહ્યા છે. અને આ બાબત વિષે રિલાયન્સ જીઓ ને પૂછવા માં પણ આવ્યું હતું પરંતુ તેનો અત્યાર સુધી કોઈ જવાબ આપવા માં આવ્યો નથી.

જીઓ રૂ. 2500,રૂ. 3000 માં 5જી સ્માર્ટફોન વહેંચવા માટે પ્લાન કરી રહ્યું

અત્યાર ના સમય ની અંદર ભારત માં જેટલા સ્માર્ટફોન 5જી સપોર્ટ ની સાથે ઉપલબ્ધ છે તેની કિંમત રૂ. 27000 થી શરૂ થાય છે.

ભારત ની અંદર 4જી સ્માર્ટફોન ની શરૂઆત પણ જીઓ દ્વારા જ કરવા માં આવી હતી જેની અંદર યુઝર્સ દ્વારા રૂ. 1500 રિફન્ડેબલ ડિપોઝિટ આપી અને જીઓ ફોન મેળવી શકાતા હતા. Rd 43 મી વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતને 2 જી મુક્ત બનાવવા અને પરવડે તેવા સ્માર્ટફોન પર હાલમાં 2 જી ફીચર ફોનનો ઉપયોગ કરતા 350 મિલિયન ભારતીયોના સ્થળાંતરને વેગ આપવાની હાકલ કરી હતી. ભારત .ભું છે. 5 માં યુગના દરવાજા પર ઉભું છે.

અંબાણીએ જિયો પ્લેટફોર્મ્સમાં 7.7 ટકા હિસ્સો માટે ગુગલ દ્વારા, 33,737 કરોડના રોકાણની પણ જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે જિયો, યુએસ ટેક કંપની સાથે એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે ભાગીદારી કરશે.

કંપની દ્વારા તેમના પોતાના 5જી એકવીપમેન્ટ પર કામ કરવા માં આવી રહ્યું છે અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ને પણ અરજી કરી છે કે તેઓ સ્પેક્ટ્રમ ની વહેંચણી કરે જેથી તેઓ પોતાના ડીવાઈસ ને એક્સપોર્ટ કરતા પહેલા ચકાસી શકે. પરંતુ રિલાયન્સ જીઓ ની આ અરજી પર સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિસાદ આપવા માં આવ્યો નથી.

ભારત ની અંદર અત્યારે કોઈ પણ 5જી સર્વિસ ઉપલબ્ધ નથી અને સરકાર દ્વારા પણ હજુ સુધી કોઈ પણ ટેલિકોમ ઓપરેટર ને સ્પેક્ટ્રમ પણ આપવા માં આવ્યા નથી કે જેનાથી તેઓ ટ્રાયલ્સ શરૂ કરી શકે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio 5G Smartphones For Less Than Rs. 3K In Progress: Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X