જીઓ ગુગલ ના આવનારા 5જી ફોન વિષે આ 5 બાબતો જાણો

By Gizbot Bureau
|

જીઓ 5જી ફોન ને ભારત ની અંદર ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવી શકે છે. અને ત્યારે તેને લઇ ને ઘણી બધી આગવો પણ માર્કેટ માં ફરી રહી છે. એવું માનવા માં આવી રહ્યું છે કે જીઓ 5જી ફોન એ એક ખુબ જ અફોર્ડેબલ ફોન હશે કેમ કે જીઓ દ્વારા 5જી ને વધુ થી વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે. અને છેલ્લા અમુક મહિના થી ઘણા બધા રિપોર્ટ આવી રહ્યા છે જેની અંદર જીઓ 5જી ફોન ની કિંમત વિષે વાત કરવા માં આવે છે. અને ગયા વર્ષ ની એજીએમ ની અંદર જીઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ એ ભારત ની અંદર અફોર્ડેબલ 5જી ફોન ને લોન્ચ રકવા માટે ગુગલ સાથે ભાગીદારી કરી છે. મોટા ભાગે આ નવા જીઓ 5જી ફોન ને છુપાવી ને રાખવા માં આવેલ છે પરંતુ તેના વિષે જે 5 વાતો અમને ખબર છે તેના વિષે અહીં વાત કરવા માં આવેલ છે.

જીઓ ગુગલ ના આવનારા 5જી ફોન વિષે આ 5 બાબતો જાણો

જીઓ 5જી ફોન ની ભારત માં લોન્ચ ની તારીખ

એવું માનવા માં આવી રહ્યું છે કે જીઓ ના આ નવા 5જી ફોન ને રિલાયન્સ ની એજીએમ ની અંદર 24મી જૂન ના રોજ લોન્ચ કરવા માં આવી શકે છે. આ વાત વિષે કંપની દ્વારા કોઈ ઓફિશિયલ માહિતી આપવા મ આવેલ નથી પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કેમ કે જીઓ દ્વારા જીઓ ગુગલ ના ફોન વિષે ગયા વર્ષે વાત કરવા માં આવી હતી. આ રિલાયન્સ ની એજીએમ ને યુટ્યુબ પર 24મી જૂન ના રોજ બપોરે 2 વાગે લાઈવ કરવા માં આવશે.

જીઓ 5જી ફોન ની ભારત માં કિંમત

જો જુના ઘન રિપોર્ટ્સ ની વાત માનવા માં આવે તો જીઓ ના 5જી ફોન ની કિંમત રૂ. 2500 ની નજીક હોવી જોઈએ. અને આ અફોર્ડેબલ 5જી ફોન ને કારણે ઘણા બધા ફીચર ફોન યુઝર્સ સીધા 5જી નેટવર્ક પર આવી શકશે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે જીઓ દ્વારા તેમના 5જી ફોન ની સાથે 5જી પ્લાન્સ પણ આપવા માં આવી શકે છે. પરંતુ તેના વિષે અત્યારે કોઈ ખાસ જાણકારી નથી. કંપની ઓફિશિયલ દ્વારા પીટીઆઈ ને ઓક્ટોબર મહિના ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, કંપની આ ડીવાઈસ ને રૂ. 5000 કરતા ઓછી કિંમત પર લાવવા માંગે છે. અને જયારે અમે સેલ્સ ને સ્કૅલપ કરશું ત્યારે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 2500 થી 3000 ની આસ પાસ રાખવા માં આવી શકે છે.

200 મિલિયન જીઓ એન્ડ્રોઇડ ફોન શિપ થઇ શકે છે

ગયા વર્ષે પણ રિપોર્ટ્સ આવ્યા હતા જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે જીઓ દ્વારા લોકલ મેન્યુફ્રેક્ચરર ને પ્રોડક્શન વધારવા માટે જણાવવા માં આવ્યું હતું અને વર્ષ 2021 માં 200 મિલિયન જેટલા જીઓ એન્ડ્રોઇડ ફોન ને મેન્યુફ્રેક્ચર કરવા માટે જણાવવા માં આવ્યું હતું. જેની અંદર 5જી અને 4જી બંને એન્ડ્રોઇડ ફોન નો સમાવેશ કરવા માં આવી શકે છે. સૂત્રો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, ખાનગી ની અંદર છેલ્લા બે વર્ષ માં પ્રોટોટાઇપ તો કામ કરી ગયું હતું, અને આ ફોન ને તુરંત જ માર્કેટ ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે. પરંતુ તે નવેમ્બર મહિના માં દિવાળી ની શોપિંગ સીઝન ને ચુકી શકે છે.

જીઓ 5જી ફોન કસ્ટમ એન્ડ્રોઇડ ઓએસ પર ચાલશે

એવું માનવા માં આવી રહ્યું છે કે નવા જીઓ ના 5જી ફોન ની અંદર કસ્ટમાઈઝડ એન્ડ્રોઇડ ઓએસ આપવા માં આવી શકે છે. આ ફોન ની અંદર એન્ડ્રોઇડ ગો આપવા માં આવશે એ એન્ડ્રોઇડ ના કોઈ જ વેરિયન્ટ ને આપવા માં આવશે તેના વિષે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. આ એન્ડ્રોઇડ નું વરઝ્ન કેવું લાગશે તેના વિષે અત્યારે કોઈ માહિતી નથી પરંતુ તેને લો એન્ડ એન્ડ્રોઇડ ફોન માટે ઓપ્ટિમાઇઝડ રાખવા માં આવશે કે જે ઓછી રેમ પર પણ સારી રીતે કામ કરી શકે એન્ડ્રોઇડ ગો ની જેમ. ગુગલ દ્વારા એન્ડ્રોઇડ ગો ના પગલાં ને ભારત જેવા ડેવલોપીંગ દેશ માટે લોન્ચ કરવા માં આવ્યું હતું જેથી વધુ થી વધુ લોકો સ્માર્ટફોન પર સ્વીચ થઇ શકે. અને આ રીતે ગુગલ અને જીઓ બંને પોતાના સપનાઓ ને એકસાથે પુરા કરી શકે છે.

જીઓ 5જી ફોન ની અંદર ક્વાલ્કોમ ચિપસેટ આપવા માં આવી શકે છે

ગયા વર્ષે જીઓ દ્વારા માટે ગુગલ જ નહિ પરંતુ ફેસબુક, ઇન્ટેલ અને ક્વાલ્કોમ ની સાથે પણ ભાગીદારી કરવા માં આવી હતી. અને કવલકોમ ની સાથે મળી અને જીઓ દ્વારા ભારત ની અંદર ક્રિટિકલ 5જી ચિપસેટ તૈયાર કરવા માં આવી શકે છે. જોકે આવનારા જીઓ 5જી ફોન માટે ક્વાલ્કોમ દ્વારા તેમના 5જી મોબાઈલ ચિપસેટ ને સપ્લાય પણ કરવા માં આવી શકે છે. અત્યારે સ્નેપડ્રેગન 480 એ કંપની દ્વારા ઓફર કરવા માં આવતું સૌથી સસ્તું ચિપસેટ છે પરંતુ એન્ટ્રી લેવલ 5જી ફોન માટે કોઈ નવું એસોસિ ને જોવા માં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio 5G Phone Launch: Expected Features, Price, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X