અફોર્ડેબલ એન્ડ્રોઇડ લાઈક ફાઈવજી સ્માર્ટફોન માટે જીઓ ગુગલ દ્વારા આ ચેલેન્જીસ નો સામનો કરવો પડશે

By Gizbot Bureau
|

રિલાયન્સ જિયો ગુગલ સાથે મળી અને એન્ડ્રોઈડ આધારિત અફોર્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે કામ કરી રહી છે. અને બંને કંપનીઓ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ બન્ને સાથે મળી અને એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પર કામ કરી રહ્યા છે જેની અંદર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને પ્લે સ્ટોર ઓફ પણ આપવામાં આવશે. અને આ બંને કંપનીઓ ભારતની અંદર ઘણા બધા લોકોને પોતાના ફીચર ફોન છોડી અને પોતાનો પ્રથમ સ્માર્ટફોન ખરીદવા માટે પ્રેરિત કરવા માંગે છે. અને એ વાતમાં કોઈ શંકા નથી કે આજે ભારતની અંદર જેટલા પણ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ બધા જ એકબીજાની સાથે ઇન્ટરનેટ દ્વારા જોડાયેલા પણ છે.

અફોર્ડેબલ એન્ડ્રોઇડ લાઈક ફાઈવજી સ્માર્ટફોન માટે જીઓ ગુગલ દ્વારા આ

પરંતુ આ પ્રકારે પ્રયાસ google દ્વારા આની પહેલા પણ કરવામાં આવ્યા છે જેની અંદર કંપની દ્વારા એન્ડ્રોઇડ વન અને એન્ડ્રોઇડ બુક જેવા પગલાં લેવામાં આવ્યા હતા. અને જો જીઓ ની વાત કરવામાં આવે તો તેમના પર આધારિત જીઓ ફોન ખૂબ જ સફળ રહ્યા હતા અને તે ત્રણ વર્ષની અંદર તેની કિંમત શૂન્ય પણ થઈ જતી હતી. અને હવે એવું લાગી રહ્યું છે કે બંને કંપનીઓને એવું લાગી રહ્યું છે કે સંપૂર્ણ રીતે કામ થયું નથી અને તેને કારણે હવે ભેગા મળી અને આ કામ પૂરું કરવું પડશે.

જીઓ ફોનની મદદથી લોકો સુધી ફોરજી નેટવર્ક પહોંચ્યું હતું પરંતુ સ્માર્ટફોન પહોંચ્યા ન હતા. જ્યારે બીજી તરફ એન્ડ્રોઇડ વન અને એન્ડ્રોઇડ ડિવાઇસ હંમેશા ફીચર ફોન યુઝર્સ માટે ખૂબ જ મોંઘા હતા. અને તેનું કારણ એ હતું કે ભારતની અંદર તમે ફીચર ફોન માત્ર રૃપિયા ૮૦૦ થી ૧૨૦૦ ની વચ્ચે ખરીદી શકો છો જ્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની કિંમત રૂપિયા 5,000 થી શરૂ થઈ રહી હતી.

ગુગલ પાસે એન્ડ્રોઇડ ગુનો ખૂબ જ સારો વિકલ્પ છે પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે એન્ડ્રોઈડ ગૂગલ સ્માર્ટ ફોનની અંદર મોટાભાગની બધી જ એપ્લિકેશન લાઈટ વર્ઝન પર ચાલતી હોય છે અને તેને કારણે ઘણી બધી વખત તે સંપૂર્ણ અનુભવ આપી શકતી નથી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારતની અંદર આજે પણ 350 મિલિયન ફીચર ફોન યુઝર્સ છે. અને ભારતની અંદર ફાયજી ની શરૂઆત થાય તેની પહેલાં જો ફીચર ફોન ની નજીક ની કિંમત પર કોઈ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા કોઈ અફોર્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે તો તેને કારણે પ્રેરિત થઈ અને બીજી પણ ઘણી બધી કંપનીઓ દ્વારા તે સેગમેન્ટની અંદર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. આઈડીસી ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક ખૂબ જ સારુ પ્લાન સાબિત થઇ શકે છે પરંતુ તેની અંદર કંપની દ્વારા ઘણા બધા ચેલેન્જ નો સામનો પણ કરવો પડશે. તેમણે અમુક પાંચ મુખ્ય ચેલેન્જીસ વિશે વાત કરી હતી કે જે જીઓ અને ગૂગલ દ્વારા ભારતની અંદર આ મહેલની અંદર જોવા મળી શકે છે.

ભારતની અંદર ફીચર ફોન યુઝર્સ અત્યારે 5g માટે ચિંતા નથી કરી રહ્યા

તેમણે જણાવ્યું હતું કે ભારતની અંદર જે લોકો અત્યારે ફીચર ફોન નો ઉપયોગ કરી રહ્યા છે તેમને ફાયજી ની અંદર અત્યારે કોઈ જ રસ નથી એ વાત હકીકત છે જેને આપણે સ્વીકારવી જ પડશે. અને તેઓ હજુ પણ ફીચર ફોન કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે તેઓને સ્માર્ટફોન ની જરૂર પડતી નથી અથવા આખા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ દ્વારા સ્માર્ટફોન હોવાથી તેમનું કામ થઈ જાય છે અને બાકીના ફિચર્સ ફોનથી તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે.

તેમણે જણાવ્યું હતું કે ફીચર ફોન યુઝર્સ માટે કિંમત એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. તેઓ જાણે છે કે માત્ર રૂ 500 ખર્ચવાથી તેઓ તે ફોનની મદદથી એકબીજાને કોલ કરી શકશે અને એકબીજા સાથે આવનારા ઘણા બધા વર્ષો સુધી જોડાયેલા રહી શકશે. તેઓ તે પણ જાણે છે કે સ્માર્ટ ફોનની સરખામણીમાં પીચર ફોનની અંદર બેટરી લાઇફ ખૂબ જ લાંબી આવે છે જેથી તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે અને તે પણ ખૂબ જ ઓછી કિંમત પર.

સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, તેમાંથી ઘણા બધા લોકો એવા પણ છે જેમને સ્માર્ટ ફોન વાપરતા આવડતું નથી અને ફીચર ફોનનો ઉપયોગ કરવો એ તેમને ખૂબ જ સરળ લાગી રહ્યું છે. અને ઓછી કિંમતવાળા ને કારણે તેઓ માત્ર એકબીજા સાથે કઈ રીતે ઓછામાં ઓછી કિંમત પર જોડાયેલા રહી શકે છે તેના પર ધ્યાન આપી રહ્યા છે.

એન્ટ્રી લેવલની પરિભાષા નક્કી કરવી પડશે

ઇન્ડસ્ટ્રીએ સાથે મળી અને એન્ટ્રી લેવલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની કિંમત કેટલી હોવી જોઈએ તે નક્કી કરવું પડશે. આપણે પહેલાથી જ જોયું છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર એન્ટ્રી લેવલ સ્માર્ટફોન એ રૂપિયા 4000 થી ૬ હજારની વચ્ચે આવે છે પરંતુ આ કિંમત ની અંદર ફીચર ફોન યુઝર સ્માર્ટફોન નથી કરી રહ્યા. કેમકે ફીચર ફોન યુઝર્સ નું બજેટ 2000થી ઓછી કિંમત ની અંદર ફિક્સ થઈ ચૂક્યું છે. તેથી જો ઇન્ડસ્ટ્રી દ્વારા આ કિંમત ની અંદર કોઈ સંપૂર્ણ રીતે સરખો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરવામાં નહીં આવે તો તેની અસર જોવા મળશે નહીં.

તે એન્ડ્રોઇડ નહીં એન્ડ્રોઇડ લાઈક છે

તેમણે જણાવ્યું હતું કે જીઓ દ્વારા સ્માર્ટ પીચર ફોન એટલા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો કેમકે હજી એવું લાગી રહ્યું છે કે સંપૂર્ણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પીચર ફોનની કિંમત પર બનાવો એ ખૂબ જ અઘરું કામ છે.

તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે જો પીચર ફોન યુઝર્સ સંપૂર્ણ રીતે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરવા માંગતા હોય તો તેઓ સેકન્ડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદી અને એન્ડ્રોઇડ નો સાચો અનુભવ મેળવી શકે છે તેના માટે તેઓએ એન્ડ્રોઇડ like સ્માર્ટફોન પર પૈસા શા માટે ખર્ચે તેનું કોઇ કારણ દેખાઈ રહ્યું નથી.

2જી અહીં જ છે અને જો 2જી નહીં પણ રહે તો કોલ્સ તો હમેશા રુલ કરશે જ

સિંઘ કહે છે કે 2 જી લાંબા સમયથી ભારતમાં અહીં છે. જો આગામી 5 વર્ષમાં 2 જી સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય, તો પણ વોઇસ કોલ્સના મહત્વને અવગણી શકાય નહીં. લક્ષણ ફોન વપરાશકર્તાઓ વીઓએલટીઇ તેમજ વોઇસ કોલ્સ પર પણ નિર્ભર રહેશે. ભારતમાં હજી પણ 500 મિલિયન યુઝર્સ ફિચર ફોન્સ પર છે અને લોકો ફક્ત વાત કરવા અને કનેક્ટ રહેવા માટે 2 જી હેન્ડસેટ ખરીદે છે અને તેઓને પોસાય તેવા સ્માર્ટફોનમાં સ્થળાંતર કરવાની અપેક્ષા કરવી ખૂબ જ વહેલી છે જે હજી પણ તેમના માટે મોંઘું છે. ઉપરાંત, લોકો 2020 માં ફિચર ફોન ખરીદવાનું ચાલુ રાખશે.

માર્જિન પણ ખુબ જ ઓછો છે

લક્ષણ ફોન વપરાશકર્તાઓ મોટે ભાગે સ્થાનિક સ્ટોરથી હેન્ડસેટ્સ ખરીદે છે. તેથી, સફળ થવા માટે, ગૂગલ અને જિઓએ દેશના સ્થાનિક મોબાઇલ રિટેલરો સુધી પહોંચવું પડશે. પોષણક્ષમ સ્માર્ટફોન આકર્ષક લાગે છે, પરંતુ તેમને વેચવા માટે ઘણા પૈસા નથી. આ જ કારણ છે કે ચાઇનીઝ બ્રાન્ડ્સ ધીમે ધીમે પ્રવેશ-સ્તરના બજારમાંથી બહાર નીકળી રહી છે તેવું તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું.

જિયો આ પરવડે તેવા સ્માર્ટફોનને બંડલ્ડ પ્રોડક્ટ તરીકે ડેટા પ્લાન અને જિઓફોન જેવી અન્ય સામગ્રી સાથે પ્રદાન કરી શકે છે. તેથી, ડિવાઇસની કિંમતને વિવિધ બંડલ્સ દ્વારા સબસિડી આપવાથી જિઓ માર્કેટમાં ટ્રેક્શન બનાવવામાં મદદ મળી શકે છે, પરંતુ કંપનીએ લોંચિંગ ભાવ અંગે વિશ્વાસ રાખવો પડશે. બંડલિંગને ધ્યાનમાં લીધા વિના, સ્પષ્ટ ભાવ વધુ ચૂકવવા પડે તો ઓછા અરજદારો લેનારા હશે, તેવું તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Jio 5G Phone: Challenges Of Google, Jio 5G Phone Partnership

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X