Jio 5G Plans: આટલી હશે ભારતમાં કિંમત અને સ્પીડ, જાણો લોન્ચ ડેટ

By Gizbot Bureau
|

ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી થવા જઈ રહી છે. ત્યારે ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જીયોએ પોતાની 5જી સર્વિસ લોન્ચ કરવાની તૈયારી પણ કરી દીધી છે. જીયોનો દાવો છે કે જ્યારે પણ દેશમાં 5જી સર્વિસ શરૂ થશે, ત્યારે તેઓ માર્કેટ પર છવાઈ જવા માટે તૈયાર છે. તાજેતરમાં જ ટેલિફોન વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે પહેલા તબક્કામાં ભારતના 13 શહેરોમાં 5જી નેટવર્ક સર્વિસ ઉપલબ્ધ થશે. જે આ વર્ષના અંત સુધઈમાં શરૂ થઈ જશે.

Jio 5G Plans: આટલી હશે ભારતમાં કિંમત અને સ્પીડ, જાણો લોન્ચ ડેટ

જીયો 5જી સંપૂર્ણ પણે ભારતીય સર્વિસ હશે. મળતી માહિતી પ્રમાણે તેમાં 1 GBPSની સ્પીડ મળશે. હાલ માર્કેટમાં ચાલતી ચર્ચા મુજબ નીચે આપેલી તારીખે જીયો 5જી સર્વિસ લોન્ચ થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના સંભવિત પ્લાન્સ અને ઈન્ટરનેટ સ્પીડ સહિતની માહિતી.

આ તારીખે થઈ શકે છે લોન્ચ

હાલ તો જીયો 5જી સર્વિસ ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. પરંતુ શક્ય છે કે જીયો ભારતમાં 5જી સર્વિસ શરૂ કરનારી પહેલી ટેલિકોમ કંપની હશે. હાલના મીડિયા રિપોર્ટ્સ મુજબ સપ્ટેમ્બર માસમાં જીયો પોતાની 5જી સર્વિસની શરૂઆત કરી શકે છે. જો આ વાત સાચી હશે તો દેશમાં 5જી સર્વિસ શરૂ કરવા મામલે જીયો એરટેલને પાછળ છોડી દેશે. એરટેલનું આયોજન સ્પેક્ટ્રમની હરાજીના 2થી 3 મહિના 5જી સર્વિસ શરૂ કરવાનું છે.

રિલાયન્સ જીયોના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના કહેવા પ્રમાણે ભારતમાં તેઓ પોતાના 5જી પ્લાન્સ શરૂ કરવા માટે તૈયાર છે. હાલ દેશના 13 શહેરોથી શરૂ કરીને 1000 શહેરો સુધી 5જી માર્કેટ પર કબજો કરવાનું જીયોનું આયોજન છે. જેમાં બેંગ્લોર, મુંબઈ, ગાંધીનગર, ચંદીગઢ, અમદાવાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

આટલી હોઈ શકે છે સ્પીડ

દેશમાં હાલ જીયોએ કરેલા ટ્રાયલમાં 5જી નેટવર્કની સ્પીડ 1GBPS કરતા વધારે આવી છે. જીયોની આ ટ્રાયલ ગુજરાત, દિલ્હી, મુંબઈ અને પૂણેમાં ચાલી રહી છે. જો કે રિયલ વર્લ્ડ પર્ફોમન્સમાં આ સ્પીડ જુદી હોવાની પણ શક્યતા છે. 91 મોબાઈલ્સના રિપોર્ટ મુજબ જીયો 5જી નેટવર્કની ડાઉનલોડ સ્પીડ 420 MBPS અને અપલોડ સ્પીડ 412 MBPS હોઈ શકે છે. જેમાં 11 મિનિટ 9 સેકન્ડની લેટન્સી પણ આવી શકે છે. એટલે કે હાલના 4જી નેટવર્ક કરતા તો 5જીની સ્પીડ અનેકગણી વધારે હશે.

આવા હોઈ શકે છે પ્લાન્સ

મીડિયા રિપોર્ટ્સ મુજબ જીયોના 5જી પ્લાન્સ પણ 4જી જેવા જ હોઈ શકે છે. કહેવાઈ રહ્યું છે કે 5જી પ્લાન 4જીની સરખામણીએ ખાસ મોંઘા નહીં હોય. જો કે તેના રિચાર્જ પ્લાનની ફાઈનલ કિંમત તો કંપની જ્યારે લોન્ચ કરશે ત્યારે જ ખબર પડશે. શરૂઆતમાં 5જીનો ઉપયોગ વધારવા માટે અને ગ્રાહકોને આકર્ષવા માટે કંપની 4જીની કિંમતે જ પ્લાન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે પાછળથી આ ભાવ વધી શકે છે.

જીયો 5જી બેન્ડ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશમાં 5જી માટે sub-6Hz અને mmWave નેટવર્કનો ઉપયોગ કરશે. Sub-6Hz નેટવર્ક mmWave કરતા વધુ લાંબી રેન્જ પૂરી પાડે છે. જેને કારણે ટૂંકી રેન્જની કિંમતે વધુ સ્પીડ ઓછા ખર્ચે મળશે. આ ઉપરાંત કંપની 5Gi નામની સર્વિસ પણ ચકાસી રહી છે. આ ટેક્નોલોજી IIT હૈદરાબાદ અને IIT મદ્રાસના વિદ્યાર્થીઓએ બનાવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio 5G Launch Date Trials: Expected 5G Speeds, Competition In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X