Just In
January 2023માં લોન્ચ થશે Poco, Redmi, iQOOના આ મોબાઈલ્સ
વર્ષ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ટેક અને ગેજેટ્સ શોખીનોની નજર આ વર્ષે લોન્ચ થનારી લેટેસ્ટ પ્રોડક્ટ્સ પર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક પ્રોડક્ટ્સ નવી આવશે, તો કેટલીક અપડેટ્સ થશે. એટલે અમે તમારા માટે એક એવું લિસ્ટ લઈને આવ્યા છીએ, જ્યાં તમને નવા વર્ષના પહેલા મહિનામાં રિલીઝ થનારા મોબાઈલ્સ અને તેના સ્પેસિફિકેશન જાણવા મળસે.

Redmi Note 12 Series
Redmi Note 12 Trioમાં કંપની 6.67 ઈંચની પંચ હોલ OLED ડિસ્પ્લે આપી રહી છે, જે full-HD+ રિઝોલ્યુશનથી સજ્જ છે. નોટ 12માં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા હશે, જેમાં મુખ્ય કેમેરા 48 મેગાપિક્સલ અને સેકન્રી કેમેરા 2 મેગાપિક્સલનો હશે. આ ઉપરાંત ફ્રંટ સાઈડ સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા મળશે. નોટ 12 પ્રો મોડેલ્સમાં કંપની ત્રિપલ કેમેરા સિસ્ટમ આપવાની છે, જેમાં 50 મેગાપિક્સલનો કેમેરા મુખ્ય હશે. રેડમી નોટ 12 સ્નેપડ્રેગન 4 જેન 1 SoC પર કામ કરશે, જ્યારે પ્રો મોડેલ્સ Dimensity 1080 SoC પર કામ કરશે.
iQOO 11 series
iQOO 11 series 6.78 ઈંચની E6 AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે 144Hz રિફ્રેશ રેટ, 2K રિઝોલ્યુશન અને HDR10+ સાથે આવે છે. પરંતુ iQOO 11માં ફ્લેટ પેનલ મળે છે, જ્યારે કંપની iQOO 11 Proમાં કર્વ્ડ સ્ક્રીન આપી રહી છે. આ અપકમિંગ સ્માર્ટપોન સ્નેપડ્રેગન 9 જેન 2 SoC પર ચાલશે, જેને LPDDR5x RAM અને UFX 4.0 ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ કરશે. બને ફોનમાં 8 જીબી સુધીની વર્ચ્યુઅલ રેમનો પણ સપોર્ટ મળશે. iQOO 11 સ્માર્ટફોન 5000 mAh બેટરી ધરાવે છે, જે 120W ફાસ્ટ ચાર્જિંગથી સપોર્ટેડ છે. iQOO 11 Pro 4,700 mAhની બેટરી અને 200 વોલ્ટના વાયર્ડ તમજ 50 વોલ્ટના વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
POCO C50
POCO C50માં કંપની 6000 mAhની બેટરી આપી રહી છે. આ સ્માર્ટફોન ઓક્ટા કોર પ્રોસેસર પર કામ કરે છે. પોકોના આ મોડેલમાં કંપની વોટરડ્રોપ નોચ આપી રહી છે, અને આ ફોન પ્લાસ્ટિક બોડી સાથે આવે છે. POCO C50માં કંપની HD+ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે આપે છે. આ સ્માર્ટફોન એન્ટ્રી લેવલ મીડિયાટેક અને સ્નેપડ્રેગન ચિપસેટ પર કામ કરી શકે છે.
Samsung Galaxy F04
Galaxy F04 એક 4જી સ્માર્ટ ફોન છે, જેમાં કંપની 6.5 ઈંચની સ્ક્રીન આપી શકે છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે. Galaxy F04માં યુઝર્સને 8 જીબી વર્ચ્યુઅલ રેમ મળી શકે છે, જે સેમસંગના રેમ પ્લસ ફીચરને કારણે એકદમ સ્મૂથ પર્ફોમન્સની ગેરેન્ટી આપે છે. આ ફોનની ભારતમાં કિંમત 8000 રૂપિયા સુધીની હોઈ શકે છે.
Tecno Phantom X2
જાન્યુઆરીમાં રિલીઝ થનારો આ સ્માર્ટફોન MediaTek Dimensiy 9000 5G SoC પર કામ કરે છે, જે 5,160 mAh બેટરી ધરાવે છે. આ ફોન 45 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે અન તેમાં એન્ડ્રોઈડ 12 બેઝ્ડ His 12.0 સિસ્ટમ હશે. આ સ્માર્ટપોનમાં 64 મેગાપિક્સલનો RGBW પ્રાઈમરી કેમેરા, 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ એમ ત્રિપલ કેમેરા સેટઅપ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470