5000 mAhની બેટરી ધરાવતો ફોન ખરીદો સસ્તામાં, કિંમત 6000 કરતા ઓછી

By Gizbot Bureau
|

જો તમે ઘરના કોઈ સભ્ય માટે લો બજેટ ફોન લેવા ઈચ્છો છો, તો આ આર્ટિકલમાં તમને કામની માહિતી મળી શકે છે. તમે 5000 mAhની દમદાર બેટરી કેપેસિટી ધરાવતો સ્માર્ટફોન 6 હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. જી હાં, આ આર્ટિકલ કોઈ મજાક નથી. જો તમે ઓનલાઈન આવો ફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો તમે itel A50 સ્માર્ટફોન ચેક કરી શખો છો. આ ફોનમાં કંપની વર્ચ્યુઅલ રેમની સુવિધઆ પણ આપી રહી છે. તમે એમેઝોન ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી આ સ્માર્ટફોન ખરીદી શકો છો. આઈટેલના આ સસ્તા ફોનને કંપનીએ તાજેતરમાં જ લોન્ચ કર્યો છે.

5000 mAhની બેટરી ધરાવતો ફોન ખરીદો સસ્તામાં, કિંમત 6000 કરતા ઓછી

itel A50ના સ્પેસિફિકેશન્સ

પ્રોસેસર

આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો કંપની તેમાં Unisoc T603 ઓક્ટાકોર પ્રોસેસર આપી રહી છે. કંપનીનું કહેવું છે કે આ ફોન રોજિંદા કામો માટે પરફેક્ટ છે.

ડિસ્પ્લે

આઈટેલના આ ફોનની ડિસ્પ્લેની ખાસિતની વાત કરીએ તો ફોનમાં 6.6 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લે ડાયનેમિક બાર ફીચરથી સજ્જ છે.

રેમ અને સ્ટોરેજ

આઈટેલનો આ ફોન 3 જીબી રેમ ધરાવે છે. જ્યારે ફોનમાં કંપનીએ મેમરી ફ્યુઝન ટેક્નોલોજી પણ આપી છે. આ ફોનમાં ફોટોઝ વીડિયોઝ સેવ કરવા માટે 64 જીબી સ્ટોરેજ આપ્યું છે.

બેટરી

આગળ જણાવ્યું તે પ્રમાણે આ ફોનમાં 5000 mAhની દમદાર પાવરફૂલ બેટરી છે અને 10 Wનો ચાર્જિંગ સપોર્ટ મળે છે.

કેમેરા

કેમેરા સ્પેસિફિકેશન્સ જોઈએ તો આઈટેલના આ ફોનમાં રિયર કેમેરા માત્ર 8 મેગાપિક્સલનો જ છે. જ્યારે સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો જ કેમેરા મળે છે.

itel A50 ની કિંમત

itel A50 ની કિંમતની વાત કરીએ તો એમેઝોન પરથી આ ફોન તમે માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન Lime Green અથવા Misty Black કલરમાં અવેલેબલ છે.

જો તમે ઘરમાં કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિ જેમ કે તમારા દાદા, દાદી, નાના, નાની માટે સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, જેમનો ફોનનો ઉપયોગ એકદમ ઓછો છે, તો આ ફોન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

Best Mobiles in India

English summary
itel A50 smartphone price specifications features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X