ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે

By Gizbot Bureau
|

એક ઇમેઇલ દ્વારા ગુગલ દ્વારા તેમના યુઝર્સ ને જણાવવા માં આવેલ છે કે, આ મહિના ના અંત સુધી માં તમારા ગુગલ પ્લે મ્યુઝિક ના બધા જ ડેટા ડીલીટ થઇ જશે. અને આ ડેટા ની અંદર મ્યુઝિક લાઈબ્રેરી, અપલોડ, પરચેઝ, અને તે કોઈ પણ વસ્તુ કે જેને ગુગલ પ્લે સ્ટોર દ્વારા ખરીદવા માં આવી છે. અને આ બધા જ ડેટા ને 24 મી ફેબ્રુઆરી ના રોજ ડીલીટ કરી દેવા માં આવશે અને ત્યાર પછી તેને રિકવર કરી શકાશે નહિ.

ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે

ગુગલ દ્વારા પોતાના ઇમેઇલ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, 24મી ફેબ્રુઆરી 2021 ના રોજ તમારા બધા જ ગુગલ પ્લે મ્યુઝિક ના ડેટા ને ડીલીટ કરી દેવા માં આવશે, જેની અંદર તમારી બધી જ મ્યુઝિક લાઈબ્રેરી તમારા બધા જ અપલોડ ની સાથે, પરચેઝ, અને તે બધી જ વસ્તુ કે જે તમે ગુગલ પ્લે મ્યુઝિક ની અંદર એડ કરી છે. અને આ તારીખ પછી તેને રિકવર પણ નહિ કરી શકાય.

મ્યુઝિક-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સત્તાવાર રીતે ડિસેમ્બર 2020 માં બંધ કરવામાં આવ્યું હતું. જો કે, તેણે તેના વપરાશકર્તાઓને ગૂગલ પ્લે મ્યુઝિકમાંથી તેમના ડેટાને ડાઉનલોડ, ટ્રાન્સફર અથવા ડિલીટ કરવા માટે 24 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ તે કાયમીરૂપે ડીલીટ નાખવામાં આવશે. ટેક જાયન્ટે વપરાશકર્તાઓને 24 ફેબ્રુઆરી પહેલા તેની અન્ય મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા, યુટ્યુબ મ્યુઝિક પર સ્વિચ કરવા વિનંતી કરી છે.

ગુગલ પ્લે મ્યુઝિક પર થી ડેટા કઈ રીતે ટ્રાન્સફર કરવા

- આઇઓએસ અને એન્ડ્રોઇડ પર થી યુટ્યુબ મ્યુઝિક એપ ને ડાઉનલોડ કરો.

- ત્યાર પછી સ્ક્રીન ની ટોચ પર આપેલ ટ્રાન્સફર બટન પર ક્લિક કરો.

- હવે તમારા બધા જ અલૉડ, ખરીદી, પ્લેલિસ્ટ વગેરે જેવી બધી જ વસ્તુઓ તમારા ગુગલ પ્લે મ્યુઝિક પર થી યુટ્યુબ મ્યુઝિક ની અંદર ટ્રાન્સફર થવા માંડશે.

- આ ટ્રાન્સફર ની અંદર અમુક કલ્લાકો લાગી શકે છે.

- અને જયારે તમારૂ ટ્રાન્સફર પુરુ થઇ જશે ત્યારે તમને ઇમેઇલ દ્વારા અને નોટિફિકેશન દ્વારા જાણ કરવા માં આવશે.

ગુગલ દ્વારા પ્રથમ જૂન થી નોન એક્ટિવ એકાઉન્ટ ને બંધ કરવા માં આવી શકે છે.

મલ્ટિનેશનલ ટેક જાયન્ટ તેની નવી નીતિ 1 જૂન, 2021 થી લાગુ કરવાની અપેક્ષા રાખે છે, જેના પગલે ગૂગલ બે વર્ષથી નિષ્ક્રિય રહેલા વપરાશકર્તાઓના ખાતાઓ બંધ કરી શકે તેવી અટકળો ઉભી કરે છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે નવી નીતિઓ એવા ગ્રાહક એકાઉન્ટ્સ માટે છે જે નિષ્ક્રિય છે અથવા તેમના સંગ્રહ, જીમેલ, ડ્રાઇવ, ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ, ડ્રોઇંગ્સ, ફોર્મ્સ અને જુગારની ફાઇલો અને ફોટાઓ સાથે વધુ સારી ગોઠવણી માટેની મર્યાદાને ઓળંગે છે. સમગ્ર ઉદ્યોગમાં આ સામાન્ય પ્રેક્ટિસ છે.

તમારા એકાઉન્ટ ને એક્ટિવ કઈ રીતે રાખવું

તમારા ગુગલ એકાઉન્ટ ને ચાલુ રાખવા માટે નો એક સાવતી સરળ રસ્તો એ છે કે થોડા થોડા સમય પર તમારા જીમૈલ, ગુગલ ફોટોઝ, યુટ્યુબ, ડ્રાઈવ વગેરે જેવા પ્લેટફરોમ ની મુલાકાત લેતા રહેવી કે જયારે તમારું ડીવાઈસ ઇન્ટરનેટ ની સાથે જોડાયેલ હોઈ.

જોકે કંપની દ્વારા કોઈ પણ કન્ટેન્ટ ને કાઢવા પહેલા ઘણી બધી વખત યુઝર્સ ને જાણ જરૂર થી કરવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
It's Time To Say Goodbye To Google Play Music; Save Your Data Before It Shuts Down

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X