Instagram અકાઉન્ટ જો hack થઈ જાય, તો આ રીતે મેળવો પાછું

By Gizbot Bureau
|

રોજેરોજ નવા ફીચર્સ અને ટૂલ્સ કરવાની સાથે સાથે ઈન્સ્ટાગ્રામ સતત પોતાના યુઝર્સ માટે પ્લેટફોર્મને સુધારી રહ્યું છે. મોબાઈલ એપ અને ડેસ્કટોપ વર્ઝન બંને યુઝર્સને વાપવામાં સરળ પડે, તે માટે સુધારા કંપની રોજેરોજ કરી રહી છે. પરિણામે, ઈન્સ્ટાગ્રામના યુઝર્સમાં પણ એટલો જ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. મૂળ ફોટો શેરિંગ એપ એવી ઈન્સ્ટાગ્રામ સુરક્ષા મામલે પણ ધ્યાન આપી રહી છે. યુઝર્સનો ડેટા ચોરાઈ ન જાય, અકાઉન્ટ હેક ન થાય, તે માટે પણ કંપની સિક્યોરિટી ફીચર્સ શોધી રહી છે.

Instagram અકાઉન્ટ જો hack થઈ જાય, તો આ રીતે મેળવો પાછું

જો કે, ગમે તેટલા સિક્યોરિટી ફીચર્સ રાખવા છતાંય, યુઝર્સને ચેતવણી આપ્યા છતાંય ઘણા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થતા રહે છે. હાલના સમયમાં ઈન્ફ્લુઆન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે અકાઉન્ટ હેક થવું સૌથી મોટો ચિંતાનો વિષય છે. જો અકાઉન્ટ હેક થાય, તો ઈન્સ્ટાગ્રામને પણ બ્રાન્ડ સર્વિસિસમાં મુશ્કેલી આવે છે. પરિણામે ઈન્સ્ટાગ્રામ પોતાના પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને ખૂબ જ કડક પગલાં લે છે. જો કોઈ યુઝરની પ્રોફાઈલમાં કોઈ જોખમી ગતિવિધિ જણાય, તો તરત જ પ્લેટફોર્મ યુઝરને ચેતવે છે.

જો તમે થોડું ઘણું ધ્યાન રાખો, તો તમારુઁ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. પરંતુ જો બધું કરવા છતાંય તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થઈ જાય, તો તમે સરળતાથી રિકવર પણ કરી શકો છો. બસ એ માટે તમારે શું કરવાનું રહેશે, એ નીચે જણાવી રહ્યા છીએ.

તમારું અકાઉન્ટ હેક થયું છે કે નહીં તે જાણો.

જો તમે તમારા અકાઉન્ટમાંથી કોઈ નવી પોસ્ટ નથી કરી શક્તા તો શક્ય છે કે એપમાં કોઈ બગ હોય. પરંતુ આવું જો વારંવાર થાય તો તમારા અકાઉન્ટ પર જોખમ હોઈ શકે છે. આ ઉપરાંત જ તમારા અકાઉન્ટમાંથી એવી કોઈ પોસ્ટ થઈ છે, જે તમે નથી કરી, અથવા કોઈને મેસેજ કરવામાં આવ્યા છે, જેના વિશે તમને ખબર નથી, તો તમારું અકાઉન્ટ હેક થયું હોવાની પૂરેપૂરી શક્યતા છે.

ઈન્સ્ટાગ્રામ શંકાસ્પદ પ્રવૃત્તિની કરે છે જાણ

ઘણા કિસ્સામાં જો કોઈ અકાઉન્ટમાંથી શંકાસ્પદ ગતિવિધિ થાય, તો ઈન્સ્ટાગ્રામ તરત જ યુઝરને જાણ કરે છે. કંપની પોતાના સિક્યોરિટી અકાઉન્ટ Security.mail@instagram પરથી યુઝરને તરત જ મેઈલ કરે છે. તમારી પ્રોફાઈલમાં જે શંકાસ્પદ ઘટના બની છે, તે અંગે તમને આ મેઈલ દ્વારા જાણ કરવામાં આવે છે.

સમયાંતરે તમારું રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી ચેક કરતા રહો, કે તમને ઈન્સ્ટાગ્રામ તરફથી આવો કોઈ મેઈલ આવ્યો છે કે નહીં. તમે તમારા અકાઉન્ટને સુરક્ષિત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પાસે નવી લોગ ઈન લિંક પણ માગી શકો છો.

નવી લોગ ઈન લિંક માટે આ રીતે રિક્વેસ્ટ કરો

સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામનું લોગ ઈન પેજ ઓપન કરો.

સ્ટેપ 2: હવે એન્ડ્રોઈડ માટે Get Help Logging-in Option અને આઈફોન માટે Forgot Password પર ક્લિક કરો.

સ્ટેપ 3: અહીં તમારું ઈમેઈલ આઈડી, યુઝર નેમ અને ક્રેડેન્શિયલ લખો. જો તમને આ ડિટેઈલ્સ યાદ નથી તો Can’t Reset Your Password પર ક્લિક કરો. બાદમાં નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને સ્ક્રીન પર રહેલી સૂચનાઓને અનુસરતા જાવ.

સ્ટેપ 4: હવે કેપ્ચા વેરિફિકેશન કોડ દાખલ કરો.

સ્ટેપ 5: હવે તમે ઈમેઈલ આઈડી કે પછી ફોન નંબર બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. આટલું કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો.

સ્ટેપ 6: હવે તમારા ઈમેઈલ આઈડી અથવા મેસેજમાં આવેલી નવી લોગ ઈન લિંક પર ક્લિક કરો અને નેક્સ્ટ કરો. બસ તમારી સ્ક્રીન પર દેખાતી સૂચનાઓને ફોલો કરતા જાવ.

તમને જણાવી દીએ કે તમે ઈન્સ્ટાગ્રામ પર લોગઈન કરવા માટે નવો સિક્યોરિટી કોડ પણ મેળવી શકો છો. જો તમારે ઈમેઈલ એડ્ર્સનો ઉપયોગ કરીને લોગઈન નથી કરવું કે પછી તમને નવી લોગઈન લિંક નથી મળી, ત્યારે આ ઉપાય કામ લાગી શકે છે.

અકાઉન્ટ હૅક થાય તો આ રીતે મેળવો સિક્યોરિટી કો

સ્ટેપ 1: તમારા ઈન્સ્ટાગ્રામનું લોગ ઈન પેજ ઓપન કરો અને એન્ડ્રોઈડ માટે Get Help Logging-in Option અને આઈફોન માટે Forgot Password પર ક્લિક કરો.

સ્ટેપ 2: હવે અહીં ઈમેઈલ આઈડી, ફોન નંબર જેવી તમારા અકાઉન્ટને લગતી જરૂરી માહિતી ઈન્સર્ટ કરો. બાદમાં Need More Help વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3: સ્ક્રીન પર દેખાતા પગલાં મુજબ આગળ વધો.

સ્ટેપ 4: હવે ઈમેઈલ એડ્રેસ અથવા ફોન નંબર બેમાંથી એક વિકલ્પ પસંદ કરો અને બાદમાં Send Security Code Again વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 5: જો તમને સિક્યોરિટી કોડ ન મળે તો I can’t access this email or phone number પર ક્લિક કરો. બાદમાં ઓન સ્ક્રીન જે સૂચના મળે છે, તેને ફોલો કરતા જાવ, તમારું અકાઉન્ટ તમને પાછું મળી જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Is your Instagram hacked here is how to restore it

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X