Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે ટ્રેનમાં WhatsApp દ્વારા કરી શકાશે ફૂડ ઓર્ડર, આ છે સ્ટેપ્સ
IRCTC ટૂંક સમયમાં જ ટ્રેનમાં વ્હોટ્સ એપ ફૂડ ઓર્ડરિંગ સર્વિસ શરૂ કરશે. જેના કારણે હવે મુસાફરો ચાલુ ટ્રેનમાં માત્ર વ્હોટ્સ એપની મદદથી જ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શક્શે. એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સપોર્ટ ચેટબોટની મદદથી IRCTC પોતાના ટ્રેન મુસાફરોને વ્હોટ્સ એપ નંબરથી ઈ કેટરિંગ સર્વિસ અને બૂક મીલ દ્વારા ફૂડ ઓર્ડર કરવાની પરમિશન આપશે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCએ ગત વર્ષે કેટલીક ટ્રેનમાં પોતાના વ્હોટ્સ એપ નંબર +91 8750001323 દ્વારા કેટલીક ટ્રેનમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી ઓર્ડર સર્વિસ શરૂ કરી હતી. આ સર્વિસને વધુ સારો ફીડબેક મળ્યા બાદ હવે રેલવેએ બીજી કેટલીક ટ્રેનમાં પણ આ સર્વિસને એક્સપાન્ડ કરવાનું નક્કી કર્યું છે.
PTIએ રેલવેના એક નિવેદનને ધ્યાને રાખીને કહ્યું છે કે,’ઈ કેટરિંગ સર્વિસ માટે વ્હોટ્સ એપ કમ્યુનિકેશનનો ઉપયોગ ટ્રેન અને મુસાફરો માટે કરાઈ રહ્યો છે. IRCTCએ પોતાની વેબસાઈટ ecatering.irctc.co.in અને ફૂડ ઓન ટ્રેક એપ દ્વારા પોતાની ઈ કેટરિંગ સર્વિસ સરૂ કરી છે. વ્હોટ્સ એપ દ્વારા આ ઈ કેટરિંગ સર્વિસને બે ભાગમાં વહેંચવામાં આવી છે.
પહેલા તબક્કામાં જે મુસાફરોએ IRCTCની ઈ ટિકિટ બુક કરી છે, તેમને એક બિઝનેસ વ્હોટ્સ એપ નંબર પરથી મેસેજ મળશે. આ મેસેજમાં તેમને ઈ કેટરિંગ સર્વિસ લેવા માટે કે ન લેવા માટેનો વિકલ્પ મલશે. આ મેસેજ મળ્યા બાદ મુસાફરો તે જ ચેટમાં IRCTC ની ઈ કેટરિંગ વેબસાઈટ દ્વારા જુદા જુદા સ્ટેશન પરથી પોતાને ગમતી રેસ્ટોરન્ટમાંથી ઈચ્છે તે ભોજન બૂક કરી શકે છે. આ માટે મુસાફરોએ કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.
હાલ IRCTCની ઈ કેટરિંગ સર્વિસ વેબસાઈટ અ એપ બંને દ્વારા રોજેરોજ 50,000થી વધુ મીલ પીરસી રહી છે. ઈ કેટરિંગ સર્વિસ ટ્રેનના મુસાફરોને બોર્ડિંગથી પહેલા અથવા ટ્રેનમાં બેઠા બેઠા પણ ભોજન બૂક કરવાની પરમિશન આપે છે.
એક વાર આ સર્વિસ જુદા જુદા રૂટ પર ઉપલબ્ધ થશે, ત્યારબાદ IRCTC મુસાફરોને ટ્રેનમાં બેઠા બેઠા ભોજન ઓર્ડર કરવાની એક સરળ રીત પણ ઉપલબ્ધ કરાવશે.
ટ્રેનમાં ઓનલાઈન ભોજન ઓર્ડર કરવા આ સ્ટેપ્સ કરો ફોલો.
સ્ટેપ 1: સૌથી પહેલા ecatering.irctc.co.in પર જાવ.
સ્ટેપ 2: હવે તમારો PNR નંબર એન્ટર કરો.
સ્ટેપ 3: તમારે જે સ્ટેશન પર ભોજન જોઈએ છે, તે સ્ટેશન પાસેની રેસ્ટોન્ટ સર્ચ કરો.
સ્ટેપ 4: હવે મેન્યુ સર્ફ કરીને તમારે જે ભોજન જમવું છે, તે ઓર્ડર કરી દો. સારી વાત એ છે કે આમાં પેમેન્ટ પણ ડિલીવરી સમયે કરવાનું છે.
સ્ટેપ 5: જ્યારે તમારી ટ્રેન નક્કી કરેલા સ્ટેશન પર પહોંચશે, ત્યારે તમારી સીટ પર જ તમે ઓર્ડર કરેલું ભોજન ડિલીવર થઈ જશે.
ઘણા બધા મુસાફરોને ટ્રેનની પેન્ટ્રીમાં બનતું ભોજન નથી જમવું હતું, તેવા મુસાફરો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિતી થઈ રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications