IRCTCએ આપી એન્ડ્રોઈડ યુઝર્સને ચેતવણી, અહીંથી ન કરતા ટિકિટ બુકિંગ

By Gizbot Bureau
|

IRCTCએ કથિત રીતે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. રિપોર્ટ્સ મુજબ IRCTCએ એડ્રોઈડ યુઝર્સને એલર્ટ કરતા કહ્યું છે કે યુઝર્સે પોતાના ડિવાઈસમાં ભૂલથી પણ irctcconnect.apk નામની એપ ઈન્સ્ટોલ ન કરવી જોઈએ. આ એક ફિશિંગ વેબસાઈટ છે, જે બિલકુલ IRCTCના એપ જેવી જ લાગે છે. આ એપ ડાઉનલોડ કર્યા બાદ હેકર્સ સરળતાથી તમારા ડિવાઈસ હેક કરીને તમારી બધી જ અંગત માહિતી ફટાફટ મેળવી શકે છે.

IRCTCએ આપી એન્ડ્રોઈડ યુઝર્સને ચેતવણી, અહીંથી ન કરતા ટિકિટ બુકિંગ

Economic Timesના રિપોર્ટમાં IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અંગે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ IRCTCએ એડવઆઈઝરી જાહેર કરીને બધા જ એન્ડ્રોઈડ યુઝર્સને irctcconnect.apk નામની એપથી દૂર રહેવા કહ્યું છે. રિપોર્ટ મુજબ જેવા યુઝર્સ પોતાના કોઈ પણ ડિવાઈસમાં irctcconnect.apk એપ ડાઉનલોડ કરશે કે તરત જ હેકર્સ તમારા બેન્ક અકાઉન્ટ, પાસવર્ડ UPI ડિટેઈલ્સ સહિત બધી જ અંગત માહિતી ચોરી શકે છે. એટલે કે તમારી મહેનતી કમાણી જોખમમાં મુકાઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે હેકર્સ આ ફેક irctcconnect.api નામની એપ્લીકેશનને ફાઈલના સ્વરૂપમાં ટેલિગ્રામ, વ્હોટ્સ એપ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. વધારે માહિતી ન હોવાને કારણે યુઝર્સ આને IRCTCની જ એપ્લીકેશન માનીને પોતાના ડિવાઈસમાં ડાઉનલોડ કરી લે છે. બાદમાં ટિકિટ બુક કરવાના બહાને હેકર્સ યુઝર્સની બધી જ અંગત માહિતી જેમ કે, બેન્ક અથવા યુપીઆઈ ડિટેઈલ્સ અને પાસવર્ડ મેળવી લે છે. હેકર્સ આ બધી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરીને તમારું બેન્ક અકાઉન્ટ તળિયાઝાટક કરી શકે છે.

IRCTC સ્કેમથી આ રીતે બચો

આજકાલ આપણે બધા જ ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે ઓનલાઈન જઈએ છીએ. મોટા ભાગના લોકો IRCTCની વેબસાઈટ પર જઈને અથવા તો તેની એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે લાંબી લાઈનોમાંથી ઉભા રહેવામાંથી મુક્તિ મળે છે. હવે દરેક વ્યક્તિ ઓનલાઈન ટિકિટ બુક કરાવવા માટે IRCTCની એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે યુઝર આ એપને ડાઉનલોડ કરે ત્યારે એ જાણતા નથી કે તેઓ ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી રહ્યા છે, એટલે જ્યારે યુઝર્સ કોઈ ફેક ડાઉનલોડ કરી દે છે, ત્યારે હેકર્સ માટે કામ સરળ બની જાય છે. હેકર્સ માટે irctcconnect.apk સરળતાથી પૈસા કમાવા માટેનું ટૂલ છે.

IRCTCએ એન્ડ્રોઈડ યુઝર્સને irctcconnect.apk અથવા તેના જેવી કોઈ પણ બિનસત્તાવાર એપ્લીકેશન ડાઉનલોડ ન કરવા, વેબસાઈટ પર ક્લિક ન કરવા સલાહ આપી છે. યુઝર્સે કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા બરાબર ચકાસણી કરવી જોઈએ. IRCTCની ઓફિશિયલ એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર જ ઉપલબ્ધ છે.

Best Mobiles in India

English summary
IRCTC warns android user to not download app

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X