આઈઆરસીટીસી દ્વારા ઓનલાઇન બસ ટિકિટ બુકીંગ ની શરૂઆત કરવા માં આવી

By Gizbot Bureau
|

આઈઆરસીટીસી દ્વારા ઓનલાઇન બસ બુકીંગ સર્વિસ ની શરૂઆત કરવા માં આવેલ છે, જેને 29 મી જાન્યુઆરી થી લાઈવ કરવા માં આવેલ છે, જેના વિષે શુક્રવારે આઈઆરસીટીસી દ્વારા જણાવવા માં આવ્યું હતું.

આઈઆરસીટીસી દ્વારા ઓનલાઇન બસ ટિકિટ બુકીંગ ની શરૂઆત કરવા માં આવી

આઈઆરસીટીસી દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, રેલવે મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નેતૃત્વ હેઠળ, આઈઆરસીટીસી ધીમે ધીમે દેશના પ્રથમ સરકાર "વન સ્ટોપ શોપ ટ્રાવેલ પોર્ટલ" તરીકે પોતાને સ્થિર કરવા તરફ આગળ વધી રહી છે.

વધુ જોડતા આઈઆરસીટીસી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આઈઆરસીટીસી દ્વારા પેહલા થી જ ગ્રાહકો ને ખુબ જ સારો અનુભવ આપવા માં આવી રહ્યો છે અને તેઓ પહેલા થી જ ટ્રેન અને ફ્લાઈટ ના ટિકિટ બુકીંગ ની સર્વિસ આપી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા દેશ ની અંદર 29મી જાન્યુઆરી 2021 થી બસ ટિકિટ બુકીંગ ની સુવિધા પણ આપી રહ્યા છે.

અને આ સર્વિસ ના ઇન્ટિગ્રેશન ને આઈઆરસીટીસી ની મોબાઈલ એપ ની અંદર માર્ચ ના પ્રથમ અઠવાડિયા ની અંદર આપી દેવા માં આવશે. જેના કારણે યુઝર્સ મોબાઈલ ની અંદર થી પણ બસ ટિકિટ બુક કરી શકશે.

આઈઆરસીટીસી દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા 50,000 સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અને સાથે સાથે પ્રાઇવેટ બસ ઓપરેટર સાથે ટાઈ એ કરવા માં આવ્યું છે જેની અંદર 22 રાજ્યો અને 3 યુનિયન ટેરેટરી ને આવરી લેવા માં આવેલ છે. જેથી તેઓ ગ્રાહકો ને ઓનલાઇન બસ ટિકિટ બુકીંગ ની સુવિધા આપી શકે.

ઓનલાઇન બસ બુકિંગની નવી સુવિધા ગ્રાહકોને વિવિધ બસો જોવા અને માર્ગ, સુવિધાઓ, સમીક્ષાઓ, રેટિંગ્સ અને બસની છબીઓને ધ્યાનમાં લઈને મુસાફરી માટે યોગ્ય બસ પસંદ કરી શકશે. આ સાથે, ગ્રાહકો તેમની પિક-અપ અને ડ્રોપ પોઇન્ટ અને સમય પસંદ કરી શકશે અને છેવટે વર્તમાન બેંક અને ઇ-લેટ મોડુ ડિસ્કાઉન્ટ સાથે પણ તેમની સફરને વાજબી ભાવે બુક કરાવી શકશે.

અને આ નવી બસ ટિકિટ બુકીંગ સર્વિસ ના કારણે તેના યુઝર્સ કે જેઓ પહેલા થી જ તેમની સર્વિસ નો ઉપીયોગ ટ્રેન અને ફ્લાઈટ ટિકિટ બુકીંગ માટે કરી રહ્યા હતા તેઓ હવે બસ માટે પણ કરી શકશે.

Best Mobiles in India

Read more about:
English summary
IRCTC Update: Book Bus Tickets On IRCTC Now.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X