Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓનલાઈન ટ્રેન ટિકિટ બૂકિંગમાં નહીં ફસાય પૈસા, તરત મળશે રિફંડ, બસ આટલું કરો
ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ દરમિયાન ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ધારો કે તમારા અકાઉન્ટમાં માત્ર 5000 રૂપિયા છે અને તમે જે ટ્રેનની ટિકિટ બુક કરી છે, તેની અમાઉન્ટ જ 3000 રૂપિયા છે. આવી સ્થિતિમાં જ્યારે તમે ટ્રેઈનની ટિકિટ બુક કરો છો, ત્યારે ટિકિટ તો બુક નથી થતી, પરંતુ તમારા પૈસા કપાઈ જાય છે. આવી સ્થિતિમાં ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે તમને બીજી ટિકિટ બૂક નથી કરી શક્તા અને તમારા જૈ પૈસા કપાયા છે, તે પાછા આવવામાં 5થી 7 દિવસો લાગે છે. પરંતુ હવે આવું નહીં થાય, ટ્રેન ટિકિટ બુકિંગ કરવા પર જો ટિકિટ બુક ન થાય તો પણ રિફંડ તરત મળી જશે.

કેવી રીતે મળશે રિફંડ?
ભારતીય રેલવેએે ઈ ટિકિટ માટે એવી સર્વિસ શરૂ કરી છે, જેમાં ટ્રેન ટિકિટ બુકિંગ કર્યા બાદ પૈસા તરત આપવાના નથી હોતા. જો કે આ સુવિધા માત્ર IRCTC એપના i-Pay પેમેન્ટ યુઝર્સ માટે છે, જેને ઓટો પે તરીકે ઓળખવામાં આવે છે .ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IRCTCના આઈપે પેમેન્ટ ગેટવેનું ઓટો પે ફીચર યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે લિંક કરી શકાય છે. જો તમે ઓટો પે નો ઉપયોગ કરીને ટ્રેનની ટિકિટ બુક કરો છો, તો તમારા અકાઉન્ટમાંથી ત્યારે જ પૈસા કપાશે, જ્યારે તમારી ટિકિટનો પીએનઆર નંબર જનરેટ થશે.
કોને ફાયદો થશે?
આ સુવિધાનો ફાયદો એવા યુઝર્સને થશે, જે વધુ કિંમતની રેલવે ટિકિટ બુક કરે છે. સાથે જ એવા યુઝર્સ જેમની ટિકિટ બુક કરતા કરતા જ વેઈટિંગમાં જતી રહે છે, તેમને પણ ફાયદો થશે. જનરલ ટિકિટ કે તત્કાલ ટિકિટ બુક કરનારા પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો તમને ટ્રેન ટિકિટ બર્થ નથી મળતી અથવા તો નો રૂમનો વિકલ્પ મળે છે, તો તમારા અકાઉન્ટમાંથી આ ટિકિટ બુક કરવાના પૈસા નહીં કપાય.
આ ઉપાંત જો ચાર્જ તૈયાર થઈ ગયા બાદ પણ તમારી ટિકિટ વેઈટિંગમાં જ રહે છે, તો માત્ર કેન્સલેશન ચાર્જ જ તમારે ચૂકવવો પડશે, બાકીની રકમ તમારા અકાઉન્ટમાં પાછી આવી જશે. જો તમે ટિકિટ બુક કરો છો ત્યારે જ તમારી ટિકિટ વેઈટિંગમાં છે, અને ટ્રેન ઉપડ્યા સુધી પણ વેઈટિંગમાં રહે છે, તો તમારા પૈસા ત્રણથી ચાર દિવસમાં પાછા મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ વેઈટિંગ ટિકિટ IRCRCના આઈપે એટલે કે ઓટો પે સુવિધાનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરે છે, અને કન્ફર્મ ટિકિટ નથી મળતી તો પૈસા તરત જ પાછા મળી જાય છે.
IRCTC ipayની ઓટો પે સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરશો?
1. સૌથી પહેલા IRCTCને વેબસાઈટ અથવા તો એપ પર જાવ અને ટ્રાવેલ ડિટેઈલ્સ ઈનપુટ કરો.
2. હવે પેસેન્ડર ડિટેઈલ્સ ઈનપુટ કરો.
3. છેલ્લે પેમેન્ટ કરતા સમયે પેમેન્ટ ગેટવે તરીકે iPayનો ઉપયોગ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications