Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 586 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
IRCTC પર હવે માત્ર બોલીને બૂક કરી શકાશે ટિકિટ, લોન્ચ થશે ફીચર
ભારતીય રેલવેની પ્રવાસન અને ટિકિટ શાખા ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC ટૂંક સમયમાં એક નવી ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરવા માટે તૈયાર છે. IRCTC આગામી સમયમાં વોઈસ આધારિત ઈ ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરશે, જેનાથી ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ ફાસ્ટ અને સરળ બનશે.

એક રિપોર્ટ મુજબ સૂત્રોનો દાવો છે કે IRCTC હાલમાં પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Ask Disha પર પ્રયોગ કરી રહ્યું છે. હાલમાં યુઝર્સ Ask Disha પ્લેટફોર્મ દ્વારા રેલવને લગતી કોઈ પણ મદદ મેળવી શકે છે. હાલ IRCTC Ask Disha પ્લેટફોર્મ પર નવી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે, જેના દ્વારા યુઝર્સ વોઈસ કમાન્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શક્શે. પરિણામે યુઝર્સનો સમય બચશે, અને ટિકિટ બુકિંગ પ્રક્રિયા સરળ બનશે.
IRCTCની વોઈસ ઈ-ટિકિટ બુકિંગ સુવિધાટ
લેટેસ્ટ રિપોર્ટ મુજબ તો IRCTCની આ ટ્રાયલનો પહેલો તબક્કો સફળ રહ્યો છે. આ ફીચરને રોલઆઉટ કરતા પહેલા IRCTC હજી કેટલાક પરીક્ષણ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે IRCTC આગામી ત્રણ મહિનાની અંદર આસ્ક દિશા ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પર AI વોઈસ આધારિત ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરી શકે છે. આસ્ક દિશા મુસાફરોના સવાલના જવાબ આપવા માટે IRCTC દ્વારા તૈયાર કરવામાં આવેલો એક વિશેષ પ્રોગ્રામ છે. જે IRCTCની વેબસાઈટ પરથી એક્સેસ કરી શકાય છે.
યુઝર્સનું કામ કેવી રીતે થશે સરળ?
હાલમાં આસ્ક દિશા ગ્રાહકોને ઓટીપી વેરિફિકેશન લોગ ઈન દ્વારા ટિકિટ બુક કરવાની અને અન્ય સુવિધાઓ મેળવવા માટે મદદ કરે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝર્સે IRCTCનું યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગ ઈન કરવાની જરૂર નથી. AI પાવર્ડ ઈ ટિકિટિંગ ફીચર દ્વારા IRCTCનું બેકએન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિસ્તરી શકે છે. આ સુવિધા IRCTCની પ્રતિ દિવસ ઓનલાઈન ટિકિટ બુકિંગ ક્ષમતા પણ વધારશે. IRCTCએ બેંગ્લુરુ સ્થિત CoRover Pvt ltd નામના એક સ્ટાર્ટઅપની મદદથી આસ્ક દિશા પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે. IRCTCએ ઓક્ટોબર 2018માં પોતાના યુઝર્સ માટે આ AI આધારિત ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
દિશા 2.0ની મુખ્ય વિશેષતાઓ
ટિકિટ બુકિંગ પ્લેટફોર્મનું આગામી વર્ષ મુસાફરોને IRCTCના ચેટબોટ આસ્ક દિશા 2.0ની મદદથી ટિકિટ બુક કરવાની પરવાનગી આપશે. આસ્ક દિશા 2.0 દ્વારા ટિકિટ બુક કરવા માટે હવે મુસાફરો ચેટબોટ દ્વારા ટેક્સ્ટ અથવા વોઈસ કમાન્ડનો ઉપયોગ કરી શક્શે. આસ્ક દિશા 2.0 દ્વારા યુઝર્સ પોતાની ટિકિટ કેન્સલ કરી શક્શે, કેન્સલ કરેલા ટિકિટના રિફંડની તપાસ પણ કરી શક્શે. આ ઉપરાંત યુઝર આ ચેટબોટ પાસેથી પોતાનું PNR સ્ટેટસ પણ જાણી શકે છે.
આસ્ક દિશા 2.0 મુસાફરોને ટ્રેન યાત્રા દરમિયાન બોર્ડિંગ અને ડેસ્ટિનેશન બદલવાની પણ સુવિધા આપે છે. સાથે જ મુસાફરો IRCTCના AI સંચાલિત ચેટબોટનો ઉપયોગ કરીને ટ્રેન ટિકિટ જોઈ શકે છે, પ્રિન્ટ કરી શકે છે અને કોઈની સાથે શૅર પણ કરી શકે છે. મુસાફરો IRCTC ચેટબોટ આસ્ક દિશા 2.0ને હિન્દી અ અંગ્રેજી એમ બંને ભાષામાં સવાલ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications