Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
IRCTCએ ફેક એપને લઈ જાહેર કર્યું એલર્ટ, આ રીતે બચજો
IRCTC સૌથી સુરક્ષિત પ્લેટફોર્મ્સમાંનું એક છે. યુઝ્સ આ પ્લેટફોર્મસ દ્વારા ઓનલાઈન ટિકિટ બૂક કરી શકે છે. પરંતુ હવે IRCTCની એપ્સ યુઝ કરતા તમામ યુઝર્સે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે માર્કેટમાં IRCTCની નકલી એપ આવી ગઈ છે, જે ટિકિટ બૂક કરનાર યુઝર્સને પોતાનો શિકાર બનાવી રહી છે. આ બાબતે ચેતવણી ખુદ IRCTCએ શૅર કરી છે.

ફિશિંગ લિંક દ્વારા શિકાર બને છે યુઝર્સ
IRCTCએ પોતાના યુઝર્સ માટે એક એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ પર IRCTCની ફેક એપ ફરી રહી છે. સાઈબર ઠગ ફિશિંગ લિંક્સ મોકલીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહે છે, અને બાદમાં જે પણ યુઝ આ એપ ડાઉનલોડ કરે છે, તેને શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં IRCTC એપનો ઉપયોગ કરનાર યુઝર્સે સાવચેત રહેવાની જરૂર છે.
ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી જ કરો એપ ડાઉનલોડ
ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTCએ લોકોને એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર, એપ સ્ટોર અને ઓફિશિયલ વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવાની સલાહ આપે છે. સાથે જ તેમણે યુઝર્સને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી લિંક ઓપન ન કરો અને આવી એપ કે લિંક કોઈની પણ સાથે શૅર ન કરો.
આવી રીતે ઓળખો નકલી એપ
સ્પેલિંગ ચેક કરો
નકલી એપ ઓળખવા માટે સૌથી પહેલા તેનો સ્પેલિંગ ચેક કરો. સામાન્ય રીતે નકલી એપ્સના સ્પેલિંગ ખોટા હોય છે. જ્યારે અસલી એપના સ્પેલિંગ એકદમ સાચા હોય છે.
ડિસ્ક્રિપ્શન વાંચો
એપ ડાઉનલોડ કરતા પહેલા તેના ડેવલપર અને એડિટર સહિતની માહિતી ચેક કરો. જો આ માહિતી બરાબર હોય તો જ એપ ડાઉનલોડ કરો.
પરમિશન
જો તમે કોઈ એપ ડાઉનલોડ કરી છે, અને જરૂર કરતા વધારે પરમિશન માંગે છે, તો સતર્ક રહો. કારણ કે વધારે મંજૂરી માગનારી એપ્લીકેશન્સ ફેક હોઈ શકે છે.
ગત મહિને ઠપ થઈ હતી એપ્લીકેશન
તમને યાદ કરાવી દઈએ કે ગયા મહિને જુલાઈના અંતમાં IRCTCની એપ ઠપ થઈ ગઈ હતી. આ દરમિયાન યુઝર્સને ઓનલાઈન ટિકિટ બૂકિંગ કરવામાં ઘણી મુશ્કેલી આવી હતી. આ મામલે IRCTCએ કહ્યું હતું કે ટેક્નિકલ કારણોસર આ મુશ્કેલી આવી હતી. પરંતુ ગણતરીના કલાકોમાં જ આ એપ પાછી કાર્યરત થઈ ગઈ હતી.
જૂન મહિનામાં લોન્ચ કરી નવી સર્વિસ
રેલવે ટિકિટ બૂકિંગ પ્લેટફોર્મ IRCTCએ આ વર્ષે જૂન મહિનામાં ખાસ સર્વિસ શરૂ કરી હતી, જે અંતર્ગત મુસાફરો પોતાના પાળેલા પ્રાણીઓ શ્વાન અને બિલાડીને સાથે લઈ જવા માટે ઓનલાઈન ટિકિટ બૂક કરી શકે છે. આના કારણે મુસાફરોએ ટિકિટ લેવા માટે કાઉન્ટર પર લાઈનમાં નહીં ઉભા રહેવું પડે. રેલવે મંત્રાલયે આ સર્વિસ લોન્ચ કરવા મામલે કહ્યું હતું કે આનાથી પાળેલા પ્રાણીઓને ટ્રેનમાં મુસાફરી સુવિધાજનક થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications