IRCTC એપમાં લોગ ઈન કર્યા વગર જાણો, ટ્રેનમાં કઈ સીટ ખાલી છે

By Gizbot Bureau
|

IRCTC એપ અ વેબસાઈટ દ્વારા તમે ટ્રેનની ટિકિટ એડવાન્સમાં ઘરે બેઠા જ બુક કરી શકો છો. પરંતુ ઘણીવાર એવું થાય છે કે તમારે અચાનક ક્યાંક જવાનું થાય અને તે સમયે ટ્રેનમાં રિઝર્વેશન ન મળે. આવી સ્થિતિમાં તમે તત્કાલ ટિકિટ બુક કરો છો, જો કે તે પણ મળે કે નહીં તે એક સવાલ હોય છે. બીજી તરફ રિજર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરવી સરળ નથી હોતી. આવી સ્થિતિમાં મોટાભાગે લોકો સ્ટેશન પર પહોંચી જાય છે અને ટીટી સાથે વાત કરીને કયા કોચમાં કઈ સીટ ખાલી છે, તે અંગે માહિતી મેળવી લે છે, બાદમાં ટિકિટ ખરીદે છે. જો કે, આ સ્થિતિમાં તમને છેક સ્ટેશન ગયા પછી જ ખબર પડે છે કે ટ્રેનમાં કોઈ સીટ ખાલી છે કે નહીં. અહીં અમે તમારું કામ સરળ બનાવી શખીએ છીએ. તમે ઘરે બેઠા બેઠા જ IRCTCની એપ દ્વારા ચાલુ ટ્રેનમાં ખાલી સીટની માહિતી મેળવી શકો છો. ખાસ વાત એ છે કે આ માટે તમારે IRCTCની એપમાં પણ લોગ ઈન કરવાની જરૂર નથી.

IRCTC એપમાં લોગ ઈન કર્યા વગર જાણો, ટ્રેનમાં કઈ સીટ ખાલી છે

IRCTC એપ દ્વારા લોકો ઘરે બેઠા બેઠા ટિકિટ બુક કરી શકે છે. જો કે આ માટે તેમણે રેલવે સ્ટેશન જઈને ટિકિટ માટેની લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. IRCTCની એપ પર Chart Vacancy નામનું એક ઉપયોગી ફીચર છે. આ ફીચરની મદદથી તમે ચાલુ ટ્રેનમાં ખાલી સીટ અંગેની માહિતી મેળવી શકો છો. જો તે ક્યાંય જવાનું આયોજન કરી રહ્યા છો પરંતુ તમારી ટિકિટ પહેલાથી બુક નથી તો તમે ઓન ધી સ્પોટ ઓન ટ્રેક રહેલી ટ્રેનમાં ખાલી સીટ અંગેની માહિતી મેળવી શકો છો. બસ તેના માટે આટલું જ કરો.

ચાલુ ટ્રેનમાં ખાલી સીટની માહિતી મેળવવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

1. સૌથી પહેલા તો IRCTC એપ તમારા સ્માર્ટફોનમાં ઓપન કરો.

2. હવે એપમાં દેખાતા Trainના આઈકન પર ક્લિક કરો.

3. અહીં તમને Chart Vacancy નામનો ઓપ્શન જોવા મળશે.

4. આ ઓપ્શન પર ટેપ કરો.

5. બાદમાં તમારે જે ટ્રેનમાં ટ્રાવેલ કરવું છે, તેનું નામ અને ટ્રેન નંબર ઈન્સર્ટ કરો.

6. હવે તમારે જે સ્ટેશનથી ટ્રેનમાં બોર્ડ કરવાનું છે, તે સ્ટેશનનું નામ લખો.

7. બસ તમને ટ્રેનમાં કઈ સીટ ખાલી છે, તેની માહિતી મળી જશે.

આગળ જણાવ્યું તે પ્રમાણે IRCTCના ચાર્ટ વેકેન્સી ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે IRCTC એપમાં લોગ ઈન કરવાની જરૂર નથી.

IRCTCની વેબસાઈટ દ્વારા ચેક કરો કઈ સીટ ખાલી છે.

1. સૌથી પહેલા IRCTC વેબસાઈટ ઓપન કરો.

2. હવે હોમ પેજ પર Book Ticket બોક્સની બાજુમાં દેખાતા Chart/Vacancy ઓપ્શન પર ક્લિક કરો.

3. હવે તમારી સામે Reservation Chart ઓપન થઈ જશે.

4. અહીં જરૂરી ડિટેઈલ્સ ભરો અને Get Train Chart પર ક્લિક કરો.

5. હવે તમને ખાલી સીટ્સ અંગે માહિતી મળી જશે.

Best Mobiles in India

English summary
IRCTC app without login know which seat is empty in running train

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X