આઈઆરસીટીસી એપ, વેબસાઈટ ને નવો ફ્રેશ લુક વધુ ફીચર્સ અને સુરક્ષા સાથે આપવા માં આવ્યો

By Gizbot Bureau
|

ભારતીય ટ્રેન ની અંદર બુકીંગ કરાવવા માટે અથવા તેના વિશે કોઈ ઈન્કવાયરી કરવા માટે પણ આઈઆરસીટીસી વન સ્ટોપ સોલ્યુશન છે. અને હવે આઈઆરસીટીસી ની વેબસાઈટ અને એપ બંને ને રીડીઝાઈન કરાવવા માં આવેલ છે જેની અંદર વધુ ફીચર્સ ને પણ જોડવા માં આવેલ છે. ફીચર્સ જેવા કે ટ્રેન ની ઉપલબ્ધતા વિષે જાણવું, એકોમોડેશન વગેરે જેવી બધી જ વિગતો વિષે ના ફીચર્સ એન વધુ સરળ બનાવવા માં આવેલ છે.

આઈઆરસીટીસી એપ, વેબસાઈટ ને નવો ફ્રેશ લુક વધુ ફીચર્સ અને સુરક્ષા સાથે આપ

આઈઆરસીટીસી એપ અપડેટ

જો આઇઆરસીટી ની વેબસાઈટ અને એપ ની અંદર શું અપડેટ કરવા માં આવેલ છે તેની વિગત ની અંદર જઇયે તો, તો હવે આ અપગ્રેડ ને કારણે હવે યુઝર્સ પોતાની ટિકિટ ની સાથે સાથે મિલ્સ અને એકોમોડેશન ને પણ સાથે જ બુક કરાવી શકે છે. અને નેક્સટ બુકીંગ માટે યુઝર્સ અમુક ડેસ્ટિનેશન ને ફેવરિટ અથવા રેગ્યુલર ટેબ ની અંદર પણ સેવ કરી શકે છે જેથી નેક્સટ બુકીંગ ની અંદર વધુ સરળતા રહે.

આઈઆરસીટીસી એપ ની અંદર હવે એક જ પેજ ની અંદર કઈ કઈ ટ્રેન ઉપ્લબ્ધ છે તેની અંદર ક્યાં ક્લાસ ની અંદર કેટલી ઉપલબ્ધતા છે અને તેનું ભાડું કેટલું છે તે બધી જ વિગતો એક જ પેજ પર આપવા માં આવી રહી છે. અને કોઈ એક ચોક્કસ ક્લાસ ની અંદર કેટલી સીટ ઉપલબ્ધ છે તેના વિષે જાણવા માટે યુઝર્સ દ્વારા તે ક્લાસ પર ક્લિક કરવા નું રહેશે. અને સાથે સાથે હવે એપ અને વેબસાઈટ હવે યુઝર્સ ને અલગ અલગ તારીખો પર ટોગલ કરવા ની અનુમતિ એક જ પેજ પર આપે છે કે પેહલા ઉપલબ્ધ ન હતું.

આ ઉપરાંત, આઈઆરસીટીસી એપ્લિકેશન અને વેબસાઇટ હવે ચુકવણી પૃષ્ઠ પર મુસાફરીની વિગતો જાહેર કરશે, વપરાશકર્તાઓને તેઓ પૂરી પાડે છે તે માહિતીની પુષ્ટિ અથવા સુધારણા કરવાની બીજી તક આપશે. આ ઉપરાંત, વપરાશકર્તાઓ સીટોની રીઅલ-ટાઇમ ઉપલબ્ધતા પણ ચકાસી શકે છે. રિફંડ પર આવીને, વપરાશકર્તાઓ કે જેમણે તેમના એકાઉન્ટ્સમાં લોગ ઇન કર્યું છે, તેઓ સરળતાથી તેમના રિફંડની સ્થિતિ ચકાસી શકે છે.

સૌથું વધુ અગત્ય ની વાત એ સીગે કે આઇઆરસીટી એપ અને વેબસાઈટ બંને ની અંદર હવે બિલ્ટ ઈન એન્હાન્સડ સાયબર સિક્યુરિટી વધુ સારા કેપ્ચા ની સાથે આપવા માં આવે છે. અને હવે તેની અંદર નવી કેચ સિસ્ટમ પણ આપવા માં આવે છે જેના કારણે વધુ સારી એન્હાન્સડ અવેલેબિલીટી સ્ટેસ્ટ આપવા માં આવે છે. અને હવે તેની અંદર પેસેન્જર્સ ને સ્ટેશન માટે રાહ જોવી ના પડે તેના માટે એઆઈ આધારિત પ્રીડીક્ટીવ એન્ટ્રી સજેશન પણ આપવા માં આવે છે.

શું આ અપડેટ મદદરૂપ થશે?

લોકડાઉન ઉપાડવાની સાથે મુસાફરો ફરી એકવાર ભારતીય રેલ્વે દ્વારા ભારતભરની મુસાફરીના પ્લાનિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. સુધારેલ ઇન્ડિયા રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા મુસાફરોને તેમની જરૂરી વિગતો એપ્લિકેશન અને વેબસાઇટ પરથી તપાસવી સરળ થઈ ગઈ છે. લાખો સક્રિય વપરાશકર્તાઓ સાથે, આઈઆરસીટીસી દરરોજ આશરે 800,000 ટિકિટ બુકિંગ રેકોર્ડ કરે છે, જેમાં 83 ટકા ઓનલાઇન બુકિંગ છે. આ અદ્યતન એપ્લિકેશન ચોક્કસપણે કંઈક છે જે દેશભરના મુસાફરોને લાભ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
IRCTC app and website has been the one-stop destination to book or even enquire anything about the Indian trains. Now, both the IRCTC app and website have been redesigned and upgraded to bring in several new features.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X