Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
IRCTCથી ન થાય બુકિંગ તો એપ્સ છે ઓપ્શન, ફટાફટ બૂક થશે ટ્રેન ટિકિટ
મંગળવારે IRCTCની ટિકિટ બુકિંગ સર્વિસ કલાકો સુધી ડાઉન રહી હતી. જેને કારણે ઘણા યુઝર્સ જ્યારે ટિકિટ બૂક કરાવે ત્યારે પૈસા કપાઈ જતા હતા, પરંતુ ટિકિટ નહોતી બૂક થતી. મુસાફરો વારંવાર ટિકિટ બૂક કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ IRCTCની એપ્લીકેશન કે વેબસાઈટ કામ નહોતા કરી રહ્યા. IRCTC એ આ આખી ઘટનાને એક ટેક્નિકલ ઈસ્યુ ગણાવી હતી.

IRCTCએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ સમસ્યા અંગે ટ્વિટ કરીને માહિતી આપી. આ ટ્વિટમાં કહેવાયું હતુ કે,’ટેક્નિકલ કારમોસર ટિકિટ બુકિંગ સર્વિસ કામ નથી કરી રહી. અમારી ટેક્નિકલ ટીમ આ સમસ્યાનો ઉકેલ લાવવા પર કામ કરી રહી છે. જેટલી ઝડપથી આ સમસ્યા દૂર થશે કે તરત જ અમે તમને માહિતી આપીશું.’
આ એપ્સ છે IRCTCનો વિકલ્પ
જો કે, IRCTCની વેબસાઈટ અને એપ્લિકેશન ઠપ થઈ જવાથી લાખો લોકોને ટિકિટ બુકિંગમાં મુશ્કેલી આવી છે. પરંતુ જો ભવિષ્યમાં ફરીવાર ક્યારેય આવું થાય તો ચિંતા ન કરો. તમે IRCTC સિવાય પણ જુદી જુદી એપ્સથી ટિકિટ બૂક કરી શકો છો. IRCTCએ પોતે જ આ પ્લેટફોર્મ્સ અંગે માહિતી આપી છે. IRCTCએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે,'યુઝર્સ એમેઝોન અને મેક માય ટ્રિપ જેવા અન્ય પ્લેટફોર્મ્સ પરથી ટિકિટ બૂક કરી શકે છે.’
Make My Trip
આમ તો મેક માય ટ્રિપનો ઉપયોગ મોટા ભાગે યુઝર્સ હોટેલ્સ બૂક કરવા અને ટ્રિપ પ્લાનિંગ માટે કરતા હોય છે. પરંતુ આ વેબસાઈટ ટ્રેનની ટિકિટ બૂક કરવા માટે પણ ઉપયોગી છે. અહીં તમે ટ્રેનની ટિકિટ બુક કરવાની સાથે સાથે તેના સમયને અનૂકૂળ કેબ, બસ, ફ્લાઈટ, હોટેલ્સ પણ બૂક કરી શકો છો. અહીં તમારી મુસાફરીને લગતી બધી જ સુવિધા મળી જશે.
Ixigo
ટ્રેનની ટિકિટ બૂક કરવા માટે Ixigo બેસ્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે. અહીં તમને ટ્રેનના ટાઈમ ટેબલ સહિત બધી જ ઉપયોગી માહિતી મળી જશે. સાથે જ ટિકિટ બૂક તો કરી જ શકાય છે. વળી આ પ્લેટફોર્મની સૌથી મોટી ખાસિયત છે કે તમે અહીં 0 કેન્સલેશન ચાર્જ સાથે ટિકિટ બૂક કરી શકો છો.
Trainman
આ એપ તાજેતરમાં જ ખૂબ જ પોપ્યુલર થઈ છે. અહીં તમે ટ્રેનમાં કેટલી સીટ અવેલેબલ છે તે ચેક કરી શકો છો, સાથે જ ટિકિટ બૂકિંગ પણ કરી શકો છો. એટલું જ નહીં આ એપ પર તમે PNR સ્ટેટસ પણ ચેક કરી શકો છો. સાથે જ તમારા કોચની પોઝિશન જેવી માહિતી પણ આ એપ આપે છે.
PayTM
PayTMનો ઉપયોગ મોટા ભાગે લોકો ઓનલાઈન પેમેન્ટ કવરા માટે કરે છે. અહીંથી તમે રેલવેની ટિકિટ પણ બૂક કરી શકો છો. આ એપ પર તમને ટ્રેનની ટિકિટ બૂક કરવા માટે અલગ ઓપ્શન મળે છે.
તમે પેટીએમની સાથે સાથે એમેઝોન પે, ફોન પે જેવા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી પણ ટ્રેનની ટિકિટ બૂક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications