Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iQOO Z7 Pro 5G 31 ઓગસ્ટે ભારતમાં થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
iQOO એ તાજેતરમાં જ ભારતીય માર્કેટમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Neo 7 Pro લોન્ચ કર્યો છે, જે ખૂબ જ લોકપ્રિય થયો છે. હવે કંપની ટૂંક સમયમાં જ વધુ એક મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ચાઈનીઝ ટેક જાયન્ટ કંપનીએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. iQOOના કહેવા પ્રમાણે કંપની ભારતમાં iQOO Z7 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કરશે.

કંપનીએ આ માટેનું એક ટીઝર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શૅર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન 31 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થવાનો છે. ટીઝરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનમાં ખૂબ જ પાતળા બેઝલ્સ અને એક કર્વ્ડ સ્ક્રીન મળશે.
જો કે, કંપનીએ હજી સુધી આ ફોનના કોઈ પણ ફીચર્સ અંગે ખુલાસો નથી કર્યો. પરંતુ એમેઝોન પર આ ફોનનું પેજ લાઈવ થઈ ચૂક્યુ છે. જેમાં નોટિફાયનું બટન પણ આપવામાં આવ્યું છે. એટલે કે જ્યારે જ્યારે આ પેજ પર કંઈક નવું આવે, ત્યારે તમને માહિતી મળતી રહેશે. જેના પરથી સામે આવ્યું છે કે આ ફોનમાં યુઝર્સને કર્વ્ડ સ્ક્રીનનો લાભ મળશે.
iQOO ઈન્ડિયાના સીઈઓ નિપૂણ માર્યાએ ગત મહિને ટ્વિટર પર આ નવા સ્માર્ટફોન અંગેનું ટીઝર આપ્યું હતું. જેમાં નિપૂણ માર્યાએ iQOO Z7 Proનો ફોટો ટ્વિટ કર્યો હતો અને લખ્યું હતું કે On the next 'Curve’ of questioning #iQOOZ&Pro #comingsoon
iQOO Z7 Pro 5Gના સંભવિત સ્પેસિફિકેશન્સ
ટેક માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે iQOO Z7 Pro 5Gમાં 120 Hz રિફ્રશ રેટ પેનલની સાથે 6.78 ઈંચની ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે મળશે. પ્રોસેસરની વાત કરીએ તો આશા છે કે આ સ્માર્ટફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની સાથે સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 7,200 ચિપસેટ મળશે.
તો મીડિયા રિપોર્ટ મુજબ કંપની iQOO Z7 Pro 5Gને બે વેરિયંટમાં લોન્ચ કરવાની છે. આ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે સાથે 5000 mAhની બેટરી મળી શકે છે. આ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 13 પર આધારિત FunTouchOS ઓપરેટિંગ સિસ્ટમ હશે. જો કે આ ફોનમા મળનારા કેમેરા અંગે હજી સુધી કોઈ પણ માહિતી સામે નથી આવી.
iQOO Z7 Pro 5Gની ભારતીય માર્કેટમાં કિંમત
હજી તો આ ફોનને લોન્ચ થવાને આડે 20 દિવસ બાકી છે. પરંતુ ટેક નિષ્ણાતો અત્યારથી જ કિંમત અંગે ક્યાસ લગાવી રહ્યા છે. જે મુજબ iQOO Z7 Pro 5G ભારતમાં 29,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ થઈ શકે છે. જો કે, આ મામલે હજી સુધી કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.
એટલે કે આ સ્માર્ટફોન માર્કેટમાં Remi Note 12 Pro Plus 5G, Realme 11 Pro 5G, OnePlus CE 3 5G સહિત 30000 સુધીની રેન્જના સ્માર્ટફોનને સ્પર્ધા પૂરી પાડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications