Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iQOO Neo 9 Pro 5G ફોન ભારતમાં લોન્ચ, કિંમત ઓછી અને ફીચર્સ છે ધમાકેદાર
iQOO એ એક લેટેસ્ટ પ્રમીયમ મિ઼ડ રેન્જ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે, સાથે જ તેમાં ક્વાલકૉમ સ્નેપડ્રેન 8 જેન 2 મોબાઈલ પ્રોસેસરની સાથે 12 જીબી સુધીની રેન્જ અને 256 જીબી સુધીનું ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ લેટેસ્ટ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 બેઝ્ડ ફનટચ ઓએસ 14 આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરે છે.

iQOO Neo 9 Pro 5Gમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 6.78 ઈંચની LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, સાથે જ તેમાં Sony IMX920 સેન્સરની સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા પણ આપવામાં આવ્યો છે.
iQOO Neo 9 Pro 5G ની કિંમત
ભારતમાં iQOO Neo 9 Pro 5G ના બેઝ મોડેલ 8 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 37,999 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવતું વેરિયંટ ખરીદવા ઈચ્છી રહ્યા છો તો તમારે 39,999 રૂપિયા ખર્ચવા પડશે. આ સ્માર્ટફોન કોન્કરર બ્લેક અને ફિએરી રેડ કલરમાં અવેલેબલ છે. જો તમે આ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો શુક્રવારે બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને iQOOની વેબસાઈટ પરથી તમે ઓર્ડર કરી શકો છો. જે ગ્રાહકોએ ફોનને પ્રિ બુક કરાવ્યો છે, તેમના માટે લોન્ચ સમયથી જ આ ફોનનું વેચાણ શરૂ થઈ ચૂક્યુ છે.
કંપનીના કહેવા પ્રમાણે HDFC અને ICICI બેન્કના કાર્ડ દ્વારા જો આ ફોન ખરીદશો, તો તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ બંને બેન્કના કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત લોન્ચને કારણે 26 ફેબ્રુઆરી સુધી ફોન પર પ્રમોશનલ ઓફર્સ મળી રહી છે, જેને લીધે પણ તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ ફોનનું ત્રીજું વેરિયંટ પણ લોન્ચ થવાનું છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતું આ વેરિયંટ તમે 21 માર્ચના રોજથી ખરીદી શક્શો. આ વેરિયંટની કિંમત 35,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ સેલ ઓફર અંતર્ગત આ મોડેલની કિંમતમાં પણ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ રાખ્યું છે.
iQOO Neo 9 Pro 5G ના સ્પેસિફિકેશન્સ
આ ફોનમાં નેનો સિમ આપવામાં આવે છે. iQOO Neo 9 Pro 5G ફનટચ ઓએસ 14 પર કામ કરે છે, જે એન્ડ્રોઈડ 14 પર આધારિત છે. આ ફોનમાં 3 વર્ષની ઓએસ અપડેટ અને ચાર વર્ષની સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવશે. આ પ્રકારની અપડેટ્સ મેળવનાર આ ફોન નીયો સિરીઝનો પહેલો ફોન છે.
આ ફોનમાં તમને 6.78 ઈંચની LTPO AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. જ્યારે ગેમિંગ માટે તમને સ્ક્રીન પર 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળે છે. આ ફોનમાં iQOOની વેટ ટચ ટેક્નોલોજી પણ છે, એટલે જો તમારા હાથ ભીના છે, તો પણ તમે ફોનની સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 8 જેન 2 ચિપસેટ મળે છે, જે 12 જીબી સુધીની LPDDR5X રેમ આપવામાં આવી છે.
iQOO Neo 9 Pro 5G માં બે રિયર કેમેરા મળે છે, જેમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન અને f/1.88 અપાર્ચરની સાથે 1/1.49 ઈંચનો Sony IMX920 સેન્સર ધરાવતો 50 મેગાપિક્સલનો કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા મળે છે. વીડિયોકોલ અને સેલ્ફી માટે પ્રંટ સાઈડ આ ફોનમાં f/2.5 અપાર્ચર ધરાવતો 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
સિક્યોરિટી માટે iQOO Neo 9 Pro 5G ફોનમાં ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે. આ ફોનમાં 5,160 mAhની દમદાર બેટરી મળે છે, જે 120Wના સુપરવૂક ચાર્જિંગને સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications