Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iQOO આપી રહી છે 10 લાખ કમાવાની તક, જાણો ડિટેઈલ્સ
iQOO ઈન્ડિયા યુઝર્સને 10 લાખ રૂપિયા કમાવાની તક આપી રહી છે. ઘટના કંઈક એવી છે કે, iQOO પોતાના પહેલા CGO એટલે કે ચીફ ગેમિંગ ઓફિસરની શોધ કરી રહી છે. આ ચીફ ગેમિંગ ઓફિસરને કંપની 6 મહિના માટે 10 લાખ રૂપિયા ચૂકવશે. કંપનીની વેબસાઈટ પર આ માટે ખાસ ડોમેઈન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચીફ ગેમિંગ ઓફિસરની શોધ વિશે બધી જ ડિટેઈલ્સ લખવામાં આવી છે. જો કે આ પદ માટે કંપનીને અરજી મળવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. જો તમે પણ 10 લાખ રૂપિયા કમાવા ઈચ્છી રહ્યા છો, તો ચાલો તમને વિસ્તારથી બધી જ માહિતી જણાવી દઈએ.

iQOO ઈન્ડિયાએ આ માટે સત્તાવાર રીતે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં એ વાત જણાવવામાં આવી છે કે iQOO ભારતમાં એક એવા ચીફ ગેમિંગ ઓફિસરને શોધી રહી છે, જેને ગેમિંગમાં રસ હોય અને જેની ઉંમત 25 વર્ષથી ઓછી હોય. કંપનીની વાત માનીએ તો આ ચીફ ગેમિંગ ઓફિસરને iQOOની ટીમ સાથે કામ કરવાનો વિકલ્પ મળશે, સાથે જ વૈશ્વિક સ્તર પર ટોપ ગેમર્સ અને ગેમિંગ કમ્યુનિટી સાથે પણ પોતાના અનુભવ શૅર કરવાની, શીખવાની તક મળશે.
આ સાથે જ આ ચીફ ગેમિંગ ઓફિસર પોતાની ટીમ સાથે દેશભરના જાણીતા ગેમર્સ અને ગેમિંગ કમ્યુનિટી સાથે મળીને કામ કરી શક્શે. iQOOના ચીફ ગેમિંગ ઓફિસર કંપનીની લીડરશિપ ટીમ સાથે મળીને કામ કરશે. જેમનું મુખ્ય કામ ગેમર્સ માટે એક ફૂલ સ્માર્ટફોન પેકેજ બનાવવા માટે ગેમિંગને લગતા ઈનપુટ્સ આપવાનું રહેશે. જે અંતર્ગત CGO ગેમિંગ સ્ટાઈલ, ગેમ પ્લે, પ્રેઝન્ટેશન અને ગેમ ઈન્ટરપ્રિટેશન જેવા મુદ્દાઓ પર કામ કરશે.
જાણી લો રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ
જો તમારી ઉંમર 25 વર્ષ કરતા ઓછી છે, અને તમને ગેમિંગનો શોખ છે, તો તમે iQOOની સત્તાવાર વેબસાઈટ પર જઈને અથવા તો iQOOના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને ચીફ ગેમિંગ ઓફિસર માટેની પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા 30 મે, 2023થી શરૂ થઈ ચૂકી છે. ચીફ ગેમિંગ ઓફિસર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 જૂન, 2023 છે. જો કે, આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા તમારે તેના માટે જરૂરી નિયમો અને શરતો એકવાર જરૂર વાંચી લેવા જોઈએ.
આ રીતે કરો ચીફ ગેમિંગ ઓફિસરના પદ માટે અરજી
સૌથી પહેલા તમારે iQOOની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે. જ્યાં તમને એક રજિસ્ટ્રેશન ફોર્મ મળશે. જેમાં તમારે નામ, જન્મ તારીખ, ઈમેઈલ આઈડી, ઈન્સ્ટાગ્રામ યુઝર નેમ અથવા લિંક અને પોતાના શહેરનું નામ લખીને સબમિટ કરવાનું છે. સાથે જ તમારે એ પણ કહેવું પડશે, કે તમને સૌથી વધારે કેઈ ગેમ રમવી ગમે છે. કંપની બધી જ અરજી મળ્યા બાદ પોતાના ચીફ ગેમિંગ ઓફિસર માટે આગળનો નિર્ણય લેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications