આ બે દેશમાં વિશ્વ કરતા જુદો મળે છે iPhone, કારણ છે ઈન્ટ્રેસ્ટિંગ

By Gizbot Bureau
|

એપલે 12 સપ્ટેમ્બરે અમેરિકાના કેલિફોર્નિયામાં ક્યુપર્ટિનોમાં આયોજિત પોતાની ગ્લોટાઈમ ઈવેન્ટમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ કરી હતી. આ સિરીઝમા એપલે iPhone 16ના ચાર ફોન લોન્ચ કર્યા હતા, જેમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro maxનો સમાવેશ થાય છે.

એપલે જાહેરમાં પોતાની ઈટ્સ ગ્લોટાઈમ ઈવેન્ટમાં ભલે મોટા ઉપાડે જાહેરાત કરી હોય કે આઈફોન 16માં બધા જ ફીચર્સ એક જેવા છે, પરંતુ એવું નથી. કારણ કે વિશ્વના જુદા જુદા દેશોમાં કાયદા પ્રમાણે એપલે પોતાના આઈફોનમાં ફેરફાર કરવા પડે છે, જેને કારણે ચીન અને જાપાનમાં દુનિયા કરતા જુદા આઈફોન મળે છે.

આ બે દેશમાં વિશ્વ કરતા જુદો મળે છે iPhone, કારણ છે ઈન્ટ્રેસ્ટિંગ

હોંગકોંગ, ચીન અને મકાઉમાં નથી સપોર્ટ કરું ઈ સિમ

હોંગકોંગ, મકાઉ અને ચીનમાં મળતા આઈફોનમાં બે સિમ સપોર્ટ મળે છે. વિશ્વમાં માત્ર અહીં મળતા આઈફોનમાં જ એકના બદલે બે સિમ સ્લોટ આવે છે. જો કે, તેમાં ઈ સિમ સપોર્ટ નથી હોતો. પરંતુ જે યુઝર્સ વધારે ટ્રાવેલ કરે છે, ખાસ કરીને ઈન્ટરનેશનલ તેના માટે આ આઈફોન યોગ્ય નથી. કારણ કે ચીનમાં ફોન નંબર સ્થાનિક વિસ્તાર પૂરતા જ હોય છે. એટલે સ્થળ બદલાવા પર નવું સિમ કાર્ડ ખરીદવું પડતું હોય છે. જ્યારે ભારતમાં આઈફોનમાં એક ફિઝિકલ સિમ અને એક ઈ સિમ યુઝ કરી શકાય છે.

અમેરિકામાં ફિઝિકલ સિમ સપોર્ટ નથી

ચીન અને હોંગકોંગમાં મળનારા આઈફોનની સામે અમેરિકામાં મળનારા આઈફોનમાં ફિઝિકલ સિમ સ્લોટ જ નથી હોતો. અમેરિકામાં આઈફોન 14 બાદ માત્ર ઈ સિમનો જ ઉપયોગ થઈ રહ્યો છે. અમેરિકામાં આઈફોન જ માત્ર એક એવો ફોન છે, જે 5જીના એડવાન્સ્ડ વર્ઝનને સપોર્ટ કરે છે.

જાપાનમાં આ વાત ફરજિયાત

જાપાનમાં એપલના મોબાઈલમાં કેમેરા સાઉન્ડ બંધ કરવાનું સેટિંગ નથી હોતું. અહીં ફોટો પાડતા સમયે કેમેરાના શટરના અવાજને કમ્પલસરી ચાલુ જ રાખવો પડે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે જાપાનમાં કોઈની સહમતી લીધા વગર ફોટો લેવાને સારી વાત માનવામાં નથી આવતી. જાપાન સિવાય વિશ્વમાં ગમે ત્યાં તમે આઈફોનના કેમેરાના અવાજને બંધ કરી શકો છો.

યુરોપમાં આઈફોનમાં મળે છે થર્ડ પાર્ટી એપ સ્ટોર

એપલના ફોનમાં કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે એપ સ્ટોર હોય છે. પરંતુ યુરોપિયન કંટ્રીઝમાં આઈફોનમાં એપલના એપ સ્ટોર ઉપરાંત થર્ડ પાર્ટી એપ સ્ટોર પણ હોય છે. યુરોપિયન સંઘમાં ફ્રાંસ, જર્મની, સ્પેન, ઈટાલી સહિતના દેશો સામેલ છે. જો કે આ ફેરફાર હાર્ડવેરમાં નહીં પરંતુ સોફ્ટવેરમાં હોય છે. જો તમે યુરોપમાં ખરીદેલા આઈફોનને યુરોપની બહાર લઈ જશો, તો પાછું થર્ડ પાર્ટી એપ સ્ટોર નહીં યુઝ કરી શકો. આ એપ સ્ટોર સર્વર સાથે કનેક્ટેડ હોય છે.

Best Mobiles in India

English summary
iphones are different in china and japan know reason

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X