Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhonesમાં હવે મળશે USB-C ચાર્જિંગ પોર્ટ, એપલે કર્યું કન્ફર્મ
હવે મોટાભાગની સ્માર્ટ ફોન કંપનીએ પોતાના સ્માર્ટ ફોનમાં USB-C ચાર્જિંગ પોર્ટ આપી રહી છે. ત્યારે હવે ટેક જાયન્ટ કંપની એપલ પણ આની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ એપલે કન્ફર્મ કર્યું છે કે આઈફોન્સમાં ટૂંક સમયમાં USB Type C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવશે. હાલની સ્થિતિમાં એપલ પોતાના આઈફોન્સને લાઈટનિંગ પોર્ટ સાથે જ બનાવી રહી છે, જેને કારણે USB Type C ચાર્જર આઈફોનને સપોર્ટ નથી કરતા. જ્યારે મોટા ભાગની મોબાઈલ કંપની USB Type C ચાર્જર આપી રહી છે. જો કે, હવે એપલે કન્ફર્મ કર્યું છે કે ટૂંક સમયમાં જ કંપની એપલમાં USB Type C ચાર્જિંગ પોર્ટ આપશે.

એપલ તરફથી આ વાત કંપનીના વર્લ્ડવાઈડ માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ ગ્રેગ જોસ્વિયાકે કન્ફર્મ કરી છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલની વાર્ષિક ટેક લાઈફ કોન્ફરન્સ દરમિયાન તેમણે એ વાતને સમર્થન આપ્યું કે એપલ આગામી સમયમાં પોતાના સ્માર્ટ ફોન્સમાં USB Type C ચાર્જિંગ પોર્ટ આપવાની છે. યુરોપિયન યુનિયન દ્વારા દરેક મોબાઈલ કંપની માટે 2024 સુધીમાં USB Type C ચાર્જર આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, આ અંગેના સવાલના જવાબમાં ગ્રેગ જોસ્વિયાકે કહ્યું કે એપલ દરેક કાયદાને માન આપે છે, અને કંપની કાયદા પ્રમઆમે જ કામ કરશે.
આ કોન્ફરન્સમાં સંબોધન દરમિયાન જોસ્વિયાકે કહ્યું કે યુરોપિનય ઓથોરિટીઝ ઈચ્છે છે કે દરેક મોબાઈલ કંપની માઈક્રો યુએસબી ચાર્જિંગ પોર્ટ આપે. આ મામલે લાંબા સમયથી એપલ અને યુરોપિયન યુનિયન આમને સામને હતા. તેમણે એમ પણ કહ્યું કે જો તે સમયે યુરોપિયન યુનિયની માંગ માની લેવામાં આવી હોત તો લાઈટનિંગ પોર્ટ કે USB Type C ચાર્જિંગ પોર્ટની શોધ જ ન થઈ હોત.
અહી એ વાત મહત્વની છે કે એપલ દ્વારા એ વાત જાહેર નથી કરવામાં આવી કે કંપની ક્યારથી iPhone મોડલ્સમાં USB Type-C પોર્ટનો ઉપયોગ કરવા પર સ્વિચ કરશે. જો કે જોસ્વિયાકનું આ નિવેદન એ વાતને સમર્થન જરૂર આપે છે કે કંપની ટૂંક સમયમાં USB Type C પોર્ટ આપવાનું શરૂ કરશે. આ મહિનાની શરૂઆતમાં માર્ક ગુરમેને તેના પાવર ઓન ન્યૂઝલેટરમાં શેર કરેલી વિગતો મુજબ, 2023માં લોન્ચ થનાર iPhone 15 એ પહેલું iPhone મોડલ હશે, જે USB Type-C પોર્ટ સાથે લોન્ચ થશે.
એપલે હાલમાં તેના ઘણા મેક મોડેલ્સ, આઈપેડ મોડેલ્સ અને એક્સેસરીઝમાં USB Type C પોર્ટ આપવાની શરૂઆત કરી દીધી છે. કંપની 2023ની શરૂઆતમાં iPhone 15, એન્ટ્રી-લેવલ આઈપેડ અને એરપોડ્સના ચાર્જિંગ કેસમાં યુનિવર્સલ ચાર્જિંગ પોર્ટનો સમાવેશ કરે તેવી અપેક્ષા છે.
આ અહેવાલો સિવાય પણ યુરોપિયન યુનિયન દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાને કારણે પણ એપલે 2024 સુધીમાં ફરજિયાત પણે પોતાના ફોન્સમાં યુએસબી ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ ફરિજયાત પણે આપવું જ પડશે. એટલે કે, જો એપલે યુરોપમાં આઈફોન વેચવા હશે, જે જરૂરી છે, તો આઈફોન યુએસબી ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ સાથે મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications