Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
16,000 ફૂટ ઉંચેથી પડ્યો iPhone તોય તૂટ્યો નહીં, જાણો કારણ
Apple iPhone કેટલો મજબૂત છે, ટકાઉ છે? આ સવાલનો જવાબ તાજેતરમાં આવેલા સમાચાર આપે છે. જે મુજબ ન 16,000 ફૂટની ઉંચાઈથી પડ્યા પછી પણ તૂટ્યો નથી. આપણે બદાએ જ યુટ્યુબર્સને 1000 ફૂટ ઉંચાઈ પરથી આઈફોનના જુદા જુદા મોડેલ્સ ફેંકીને તેનું ટેસ્ટિંગ કરતા જોયા છે. મોટા ભાગના કિસ્સામાં આઈફોન કે કોઈ પણ ફોન તૂટી જાય છે. પરંતુ તાજેતરમાં બનેલી ઘટનામાં આઈફોન 16,000 ફૂટની ઉંચાઈ પરથી પડ્યો અને તેમ છતાંય, તેના પર સ્ક્રેચ નથી આવ્યો. એટલે સુધી કે તેની ડિસ્પ્લે પણ બરાબર કામ કરી રહી છે.

CNNના રિપોર્ટ મુજબ કેટલાક દિવસો પહેલા અલાસ્કા એરલાઈન્સની એક ફ્લાઈટ નંબર 1282મંથી આઈફોન પડી ગયો હતો. આ ફ્લાઈટનો ઈમરજન્સી એક્ઝિટ હવામાં જ તૂટી ગયો હતો, જેને કારણે ફ્લાઈટ ખુલ્લી થઈ ગઈ હતી. જો કે, પ્લેનના બદા જ ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો સુરક્ષિત રહ્યા પરંતુ આમાંથી ફોન નીચે પડી ગયો.
બાદમાં 8 જાન્યુઆરીએ ગેમ ડિઝાઈનર સીનાથન બેટ્સને બાર્ન્સ પાસે રોડની બાજુમાં પડેલો એક આઈફોન મળી આવ્યો, તેમણે નેશનલ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી બોર્ડને આ મામલે જાણ કરી. તો ખબર પડી કે આ વિસ્તારમાંથી મલી આવેલો આ બીજો ફોન હતો. બેટ્સને જે ફોન મળ્યો હતો, તેમાં તૂટેલો ચાર્જિંગ કેબલ લાગેલો હતો. એટલે કે જ્યારે તે પડ્યો હશે, ત્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હશે. પરંતુ ગુરુત્વાકર્ષણ બળને કારણે ચાર્જરનો કેબલ હવામાં જ તૂટી ગયો.
બેટ્સના કહેવા પ્રમામે જ્યારે તેમણે આઈફોનને પડેલો જોયો, ત્યારે તેમાં કોઈ સ્ક્રીનલૉક નહોતું. બેટ્સે ફોન અનલૉક કર્યો ત્યારે ફોનમાં એરપ્લેન મોડ ઓન હતો અને અલાસ્કા એરલાઈન્સના બેગેજના ઈમેઈલની રિસીપ્ટ તેમાં હતી. જો કે, ફોન સંપૂર્ણ વર્કિંગ કંડીશનમાં હતો, તેને કોઈ નુક્સાન નહોતું થયું.
જો કે આ પહેલીવારની ઘટના નથી જ્યારે કોઈ આઈફોન આટલે બધે ઉંચેથી પડ્યો હોય, અને તેમ છતાંય તેને કોઈ નુક્સાન ન થયું હોય. જૂન 2023માં પણ એક ટિકટોક યુઝર હેટન સ્મિથે દાવો કર્યો હતો કે તેને એક ફોન મળ્યો હતો, 14 હજાર ફૂટની ઉંચાઈ પર સ્કાઈડાઈવિંગ દરમિયાન તેના ખિસ્સામાંથી પડી ગયો હતો. તેને પણ કોઈ નુક્સાન નહોતું થયું.
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે જો તમારો આઈફોન ઉંચાઈ પરથી કોઈ કડક વસ્તુ જેમ કે પત્થર અતવા કોંક્રિટ પર પડે છે, તો તે તૂટી જાય છે. જો તમે થોડી પોચી જમીન પર કે મેદાન પર પડે છે, તો તેને નુક્સાન થતું નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
