નકલી હોઈ શકે છે તમારો iPhone, બસ આ ટિપ્સથી જાણો અસલી છે કે નકલી?

By Gizbot Bureau
|

જ્યારે એક યુઝરને તમે એન્ડ્રોઈડ અથવા આઈફોન બંનેમાંથી એક સિલેક્ટ કરવાનું ઓપ્શન આપશો, તો મોટાભાગે શક્યતા છે કે યુઝર આઈફોન જ સિલેક્ટ કરસે. આઈફોનનો પોતાનો અલગ ફેનબેઝ છે. પરંતુ ઘણીવાર લોકો આઈફોન યુઝ કરવાને લઈને એટલા ક્રેઝી થઈ જાય છે કે તેઓ અસલી અને નકલી આઈફોન વચ્ચેનો ભેદ નથી પારખી શક્તા. આઈફોન વાપરવાના શોખમાં તેઓ સસ્તામાં મળતા નકલી આઈફોન લઈ આવે છે. તમારી સાથે પણ આવું ન થાય, તે માટે અમે તમને નકલી આઈફોનને ઓળખવાની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.

નકલી હોઈ શકે છે તમારો iPhone, બસ આ ટિપ્સથી જાણો અસલી છે કે નકલી?

બોક્સ જ બતાવી દેશે ફરક

ફેક આઈફોન વેચનાર લોકો ખૂબ ચતુરાઈપૂર્વક આઈફોનના શોખીન લોકોને ઉલ્લુ બનાવે છે. તેઓ નકલી આઈફોનને એ રીતે પેકેજિંગ કરે છે, જેને કારણે તમે તે અસલી છે કે નકલી તે ઓળખી જ ન શખો. પરંતુ અહીં જ સૌથી વધુ સાવચેતીની જરૂર છે. અસલી આઈફોનના બોક્સ પર તેની સાર વેલ્યુ, આઈએમઈઆઈ નંબર સહિતની બધી જ માહિતી હોય છે. જ્યારે નકલી આઈફોન પર કશું જ લખેલું નથી હોતું. નકલી આઈફોનમાં સાર વેલ્યુ અને IMEI નંબર નથી હોતા.

એપલ આઈડી પણ પારખી શકાય

નકલી આઈફોનમાં કોઈ પણ એપલ આઈડીના ઉપયોગ વગર દરેક કામ થઈ શકે છે. પરંતુ અસલી આઈફોનમાં કોઈ પણ ટાસ્ક કરવા માટે એપલ આઈડી જરૂરી છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે નકલી આઈફોનમાં સિરી બોલવા પર જ વોઈસ આસિસ્ટન્ટ ખુલી જાય છે. જે ફોન નકલી હોવાનો સૌથી મોટો પુરાવો છે.

ઓપરેટિંગ સિસ્ટમ

અસલી આઈફોનમાં iOS ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. પરંતુ જે આઈફોન ખોટી રીતે ઈમ્પોર્ટ કરવામાં આવે છે તેમાં એન્ડ્રોઈડ અથવા તો અન્ય ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. તમે આ વાતને સેટિંગ્સમાં જઈને ચેક કરી શકો છો. એટલે જ્યારે પણ તમે આઈફોન ખરીદો છો, ત્યારે તેને ઓન કરીને ઓપરેટિંગ સિસ્ટમ જરૂર ચેક કરો. અસલી આઈફોનમાં એપલની યુનિક એપ્સ જેમ કે Safari, Health, iMovie હોય છે, જે નકલી આઈફોનમાં નથી હોતા.

સાઈટ પર જઈને કરો કન્ફર્મ

તમારો આઈફોન અસલી છે કે નકલી તે ચેક કરવાની એક અન્ય રીત પણ છે. તમે એપલની સાઈટ applied.apple.com પર જઈને પણ તમારા આઈફોનની ખરાઈ કરી શકો છો. અહીં તમારે એપલ આઈડી દ્વારા સાઈન ઈન કરીને IMEI નંબર એન્ટર કરવાનો છે. જો વેબસાઈટ પર તમારો ફોન તમારા નંબરથી બતાવે તો આઈફોન અસલી છે, ન બતાવે તો તે નકલી છે એમ જાણવું.

Best Mobiles in India

English summary
iPhone hack know if your iPhone is fake or original

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X