Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં આ રીતે હાઈડ-અનહાઈડ કરો પર્સનલ ફોટોઝ
તમે તમારા આઈફોન અથવા આઈપેડ દ્વારા જે ફોટોઝ ક્લિક કરો છો, એ ડિફોલ્ટ રીતે ફોટો એપના રિસન્ટ આલ્બમમાં સેવ થાય છે. જેને કારણે તમારા બધા જ ફોટોઝ કોઈ પણ વ્યક્તિ સરળતાથી જોઈ શકે છે. તમે જે ફોટોઝ છુપાવવા માગો છો, અંગત રાખવા માગો છો, તે ફોટોઝ તમારા મિત્રો, પરિવારજનો કે કોઈ પણ વ્યક્તિ જે તમારો આઈફોન કે આઈપેડ વાપરી રહ્યા છે, તે ગમે ત્યારે એક્સેસ કરી શકે છે. ઘણીવાર આ કારણે તમારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડી શકે છે. આવી સ્થિતિને ટાળવા માટે યુઝર્સ પોતાના અંગત ફોટોઝને ફોટો એપમાં જ હિડન ફોલ્ડરમાં સેવ કરી શકે છે, જેને કારણે તમારા સિવાય કોઈ પણ આ ફોટોઝ જોઈ ન શકે.

આ ખાસ ફીચર iOSના બધા જ વર્ઝન iOS 14 અને નવી iOS સિસ્ટમમાં પણ અવેલેબલ છે. આ સિસ્ટમ દ્વારા યુઝર્સ પોતાના ફોટોઝને હિડન આલ્બમમાં સેવ કરી શકે છે, જેથી પ્રાઈવસી જળવાઈ રહે. આ આર્ટિકલમાં અમે તમને સાવ સરળ રીતે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો, આ ફીચર દ્વારા ફોટોઝને હાઈડ અને અનહાઈડ કેવી રીતે કરવા તે શીખવીશું.
iPhone અને iPadમાં આ રીતે તમારા અંગત ફોટોઝને હાઈડ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોન અથવા આઈપેડમાં ફોટોઝ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તેમાં આલ્બમ ટેબની અંદર આવેલા રિસન્ટ ફોલ્ડરમાં જાવ.
સ્ટેપ 3: તમારે જે ફોટોઝ કે વીડિયોઝને હાઈડ કરવા છે, તે બધા જ સિલેક્ટ કરો.
સ્ટેપ 4: હવે More બટન પર ટેપ કરો અને તમને અહીં Hide નામનો વિકલ્પ જોવા મળશે.
સ્ટેપ 5: છેલ્લે તમારે જે ફોટોઝ અને વીડિયોઝ હાઈડ કરવા છે, તે કન્ફર્મ કરીને હાઈડ પર ક્લિક કરો. તમારા ફોટોઝ હાઈડ થઈ જશે.
Hide કરેલા ફોટોઝને Unhide કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોટો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોન અથવા આઈપેડમાં ફોટોઝ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે આલ્બમ્સ ટેબ પર ટેપ કરો. આઈપેડમાં તમારે આલ્બમ્સમાં જવા માટે સાઈડબાર ડાબી બાજુ ઉપરની તરફ રહેલા સાઈડબાર આઈકન પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ 3: હવે અલ્ટીમેટ સેક્શન સુધી સ્ક્રોલ ડાઉન કરો.
સ્ટેપ 4: છેલ્લે યુટિલિટીઝન નીચે રહેલા હિડન વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમારે ફેસ આઈડી અથવા તો ટચ આઈડીનો ઉપયોગ કરીને આઈફોન અને આઈપેડમાં હિડન આલ્બમ ઓપન કરવાનું છે.
સ્ટેપ 6: બાદમાં તમારે જે ફોટોઝ અને વીડિયોઝ હાઈડ કરવા છે, તે સિલેક્ટ કરો.
સ્ટેપ 7: છેલ્લે મોર બટન પર ક્લિક કરીને અનહાઈડ બટન પર ક્લિક કરો.
iPhone અને iPad પર આ રીતે આલ્બમને હાઈડ કરો.
એકવાર તમારા પર્સનલ ફોટોઝ હિડન આલ્બમમાં હાઈડ થઈ જાય, ત્યાર બાદ પણ કામ સમાપ્ત નથી થઈ જતું. જો કોઈ વ્યક્તિ હિડન ફોલ્ડર પર પણ ક્લિક કરે તો પણ તે ફોટો એક્સેસ ન કરી શકે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા ફોટોઝ હિડન ફોલ્ડરમાં છે, તો પણ તેને હજી એક લેયરમાં હાઈડ કરવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તમારું હિડન ફોલ્ડર જોશે, તો તમને જરૂર પૂછશે કે આમાં શું છે. આ સવાલથી બચવા હાઈડ કરેલા ફોટોઝનું ફોલ્ડર પણ હાઈડ કરી શકાય છે. કોઈ પણ આઈફોન અ આઈપેડમાં હિડન ફોલ્ડરને પણ હાઈડ કરી શકાય છે. તમારા હિડન ફોલ્ડરને હાઈડ કરી દેવાથી હવે કોઈને સપનેય ખ્યાલ નહીં આવે કે તમે કોઈ ફોટોઝ હાઈડ કર્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications