Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone Flip હશે Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન, લોન્ચ ટાઈમલાઈન થઈ લીક
જો તમે પણ એપલ લવર છો, અને તમે એપલના પહેલા ફોલ્ડેબલ આઈફોનની રાહ જોઈ રહ્યા છો, તો હેડલાઈન વાંચીને તમે ખુશ જરૂર થયા હશો. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે 2026માં કંપની પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવા જઈ રહી છે. એપલનો પહેલો ફોલ્ડેબલ ફોન એક ફ્લિપ ફોન હશે, જે Samsung Galaxy Z Flip સિરીઝ જેવો જ હશે.
આ પહેલા પણ એપલના ફ્લિપ ફોન વિશે ઘણા રિપોર્ટ સામે આવી ચૂક્યા છે, જેમાંદ વો કરવામાં આવ્યો હતો કે એપલ ખાનગી રીતે ક્લેમશેલ ડિઝાઈનનું ટેસ્ટિંગ કરી રહી છે. આ લેટેસ્ટ રિપોર્ટ પણ આવું જ કંઈક કહી રહ્યો છે. રિપોર્ટ્સ સાચા માને તો આઈફોન માટે એપલે બે વર્ષની ડેવલપમેન્ટ સાઈકલ નક્કી કરી છે, જે પ્રમાણે 2026માં આ ફોલ્ડેબલ ફોન લોન્ચ થઈ શકે છે.

આ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એપલ ફ્લેમશેલ સ્ટાઈલના ફ્લિપ ફોનને રિલીઝ કરવાની તૈયારી કરી રહી છે, સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના બે ફોલ્ડિંગ આઈફોન પ્રોટોટાઈપને ફેબ્રુઆરી મહિનાથી જ ડેવલપ કરવાનું શરૂ કરી ચૂકી છે.
આ ફોન માટે ફોલ્ડેબલ ડિસ્પ્લે સેમસંગ ડિસ્પ્લેમાંથી લેવામાં આવી શકે છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે એપલ કોઈ નવી ટેક્નોલોજી માટે અન્ય કંપની કે મેન્યુફેક્ચરર પર આધાર રાખતું હોય. ત્યારે પણ જે આઈફોનમાં OLED પેનલ જોવા મળે છે, તે સેમસંગની જ છે.
લેટેસ્ટ રિપોર્ટ પર પાછા આવીએ તો એપલના આ ફોલ્ડેબલ ફોન જ્યારે અનફોલ્ડ થશે, ત્યારે તેના ડાયમેન્શન વર્તમાન આઈફોન જેટલા જ હશે. એટલે કે તેની સાઈઝ વધારે મોટી નહીં હોય. તમે આના પરથી તેની લંબાઈ અને પહોળાઈનો અંદાજ મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે એપલના ફોલ્ડેબલ આઈફોનને લઈને ઘણા સમયથી જુદી જુદી અફવાઓ સામે આવી રહી છે. પરંતુ હાલ લેટેસ્ટ રિપોર્ટમાં લોન્ચિંગ ટાઈમલાઈન અને ડિઝાઈને અંગે પણ ઘણા નવા ખુલાસા થયા છે. એપલ પોતાના હેન્ડસેટમાં ટેકનોલોજી ઈન્ટિગ્રેટ કરતા પહેલા તેને વધારે સારો કરવા પર ખાસ્સો સમય ઈન્વેસ્ટ કરે છે.
તમને ખબર જ છે તે પ્રમાણે ફોલ્ડેબલ ફોનનું માર્કેટ વિસ્તરી રહ્યું છે, પરંતુ ડ્યુરાબિલટી હાલ પણ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં એપલ લોન્ચ કરતા પહેલા આ ટેક્નોલોજી હજી વધારે સારી બને તેની રાહ જોઈ રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications