iPhoneમાં આ વસ્તુ ક્યારેય ટાઈપ ન કરતા, નહીં તો ફોન તાત્કાલિક ક્રેશ થઈ જશે

By Gizbot Bureau
|

એપલ આઈફોન યુઝર્સ માટેનું એક ચોંકાવનારું બગ સામે આવ્યું છે, જેને કારણે માત્ર કેટલાક કેરેક્ટર્સ ટાઈપ કરતા જ આઈફોન ક્રેશ થઈ જાય છે. આ બગ આઈફોન યુઝર્સને કોઈ લિંક કે અપડેટ દ્વારા મુશ્કેલીમાં નથી મૂકી રહ્યું, પરંતુ જો યુઝર્સ કેટલાક ખાસ કેરેક્ટર્સ ટાઈપ કરે તો જ આઈફોન આખેઆખો ક્રેશ થઈ જાય છે. આ બગ એવા યુઝર્સને હેરાન કરી રહ્યું છે, જે પોતાના આઈફોન પર iOS 17 યુઝ કરી રહ્યા છે.

આ નવા બગની માહિતી Mastodonમાં સુરક્ષા રિસર્ચરે આપી છે, અને તેમણે આપેલી માહિતી પ્રમાણે એવા ચાર કેરેક્ટર્સ છે, જેને ટાઈપ કરવાની સાથે જ આઈફોન ક્રેશ થઈ રહ્યા છે. જો યુઝર્સ ડબલ કોટેશન માર્ક્સ અને બે કોલન (""::) એકસાથે ટાઈપ કરે છે, તો ડિવાઈસ ક્રેશ થઈ જાય છે. જે બાદ તમારે આખો ફોન રિસ્ટાર્ટ કરવો પડી શકે છે. આઈફોનમાં રહેલી આ ખામી સ્પ્રિંગબોર્ડ તરીકે ઓળખાય છે, જેને કારણે ડિવાઈસ ક્રેશ થઈ જાય છે.

iPhoneમાં આ વસ્તુ ક્યારેય ટાઈપ ન કરતા, નહીં તો ફોન તાત્કાલિક ક્રેશ થઈ

આ વસ્તુ આઈફોનમાં ક્યારેય ટાઈપ ન કરશો

આઈફોન અંગેના સિક્યોરિટી રિસર્ચરના કહેવા પ્રમાણે જો યુઝર્સની ડિવાઈસમાં રહેલી એપ લાઈબ્રેરી કે સેટિંગ્સમાં જઈને ઉપર જણાવ્યા તે પ્રકારના કેરેક્ટર ટાઈપ કરવામાં આવે છે, તો જ તમારું ડિવાઈસ ક્રેશ થઈ શકે છે. અમારી ટીમે જો કે આ વસ્તુ ટેસ્ટ નથી કરી, કે આવું ખરેખર થઈ રહ્યું છે કે નહીં. પરંતુ મોટા ભાગના મીડિયા રિપોર્ટ્સ આ જ વાત જણાવી રહ્યા છે. ક્રેશ અને રિબૂટના આ ઈસ્યુને આગામી કેટલાક અપડેટ્સમાં એપલ દ્વારા ફિક્સ કરવામાં આવી શકે છે.

એપલે કોઈ જાહેરાત નથી કરી

હાલમાં તો એપલે આ બગ અંગે કોઈ જાહેરાત નથી કરી, ન તો કોઈ નિવેદન આપ્યું છે. સાથે જ આ બગ ક્યાં સુધીમાં ફિક્સ થશે તે અંગે પણ કોઈ ખુલાસો નથી કર્યો. શક્ય છે કે આગામી કોઈ અપડેટ્સમાં અલગથી મેન્શન કર્યા વગર આ બગને ફિક્સ કરી દેવામાં આવે. સારી વાત એ છે કે આ કેરેક્ટર્સ ટાઈપ કરીને જો કોઈ તમને મોકલે તો તમારું ડિવાઈસ ક્રેશ નથી થઈ શક્તું. માત્ર તમારા ડિવાઈસના યુઝર જ આ કેરેક્ટર ટાઈપ કરવાથી જ તમારું ડિવાઈસ ક્રેશ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આઈફોનમાં આ પ્રકારની મુશ્કેલીઓ આવી ચૂકી છે, જેમાં સિક્રેટ કોડ્સ દ્વારા ડિવાઈસને ક્રેશ કરી શકાય છે. જો કે, આ પ્રકારના બગથી કોઈ મોટો ખતરો નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી.

Best Mobiles in India

English summary
iPhone bug found dont type characters in iOS 17 device

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X