iPhone 17ની ડિઝાઈન હશે એવી, કે પહેલા જોઈ જ નહીં હોય, કિંમત પણ થઈ લીક

By Gizbot Bureau
|

આઈફોન લવર્સ એપલના આગામી હેન્ડસેટ iPhone 16ની રાહ જોઈ રહ્યા છે. iPhone 16 આ વર્ષના અંત સુધીમાં ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે. જો કે કંપનીએ હજી સુધી તેની લોન્ચ ડેટ વિશે કોઈ જાહેરાત નથી કરી. પણ રસપ્રદ વાત એ છે કે iPhone 16 હજી લોન્ચ થવાનો બાકી છે, ત્યાં જ તેનાથી પણ અપગ્રેડેડ મોડેલ એટલે કે iPhone 17ની ડિઝાઈન, કિંમત સહિત જુદી જુદી બાબતોની ડિટેઈલ્સ લીક થઈ ગઈ છે. એટલે સુધી કે iPhone 17ના ફીચર્સ અંગે પણ માહિતી સામે આવી છે.

જાણીતા ટિપ્સટ્ર આઈસ યુનિવર્સના એક રિપોર્ટ પ્રમાણે iPhone 17 સિરીઝ અંતર્ગત કંપની ચાર નવા મોડેલ લોન્ચ કરશે. જેમાં iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Slim સામેલ હશે. નવી અપડેટ પ્રમાણે iPhone 17 સિરીઝમાં આઈફોન 17 પ્લસની જગ્યાએ આઈફોન 17 સ્લિમ સામેલ થશે.

iPhone 17ની ડિઝાઈન હશે એવી, કે પહેલા જોઈ જ નહીં હોય, કિંમત પણ થઈ લીક

iPhone 17 સિરીઝની ડિટેઈલ્સ

આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iPhone 17 અને iPhone 17 પ્રોમાં 6.27 ઈંચની સ્ક્રીન મળશે. જ્યારે iPhone સ્લીમ અને iPhone 17 પ્રો મેક્સમાં 6.65 ઈંચ અને 6.86 ઈંચની સ્ક્રીન મળશે.

આ ઉપરાંત આ સિરીઝના દરેક મોડેલ્સમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને LTPO ટેક્નોલોજીનો સપોર્ટ ધરાવતી ડિસ્પ્લે હશે. ડિઝાઈનની વાત કરીએ તો આ ફોન પણ આગળના જ ફોનની જેમ ડાયનામિક આઈલેન્ડ ધરાવતો હશે.

જ્યારે પર્ફોમન્સની વાત કરીએ તો iPhone 17 અને 17 સ્લીમમાં A19 બાયોનિક ચિપસેટ સામેલ હશે, જ્યારે પ્રો મોડેલ્સમાં A19 પ્રો ચિપ મળવાની શક્યતા છે. આ ઉપરાંત તેમાં સેલ્યુલર કનેક્ટિવિટી માટે ક્વાલકોમ સ્નેપડ્રેગન મોડેમ મળવાની પણ શક્યતા છે.

કેમેરાની વાત કરીએ તો 17 સિરીઝમાં બેઝ મોડેલમાં ડબલ કેમેરા સિસ્ટમ મળવાની શક્યતા છે. આ ઉપરાંત અન્ય મોડેલ્સમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ મળશે. જેમાં 48 મેગાપિક્સલનો કેમેરા પ્રાઈમરી, ટેલિફોટો અને અલ્ટ્રા વાઈડ લેન્સની સાથે સાથે ટાઈમ ઓફ ફ્લાઈટ સેન્સર પણ હશે.

iPhone 17ની કિંમત

કિંમનતી વાત કરીએ તો ટિપસ્ટર આઈસ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે iPhone 17ની કિંમત 799 ડૉલર્સ એટલે કે 66,850 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જ્યારે iPhone 17 પ્રોની કિંમત 1099 ડૉલર્સ એટલે કે 91,950 રૂપિયા, પ્રો મેક્સની કિંમત 1100 ડૉલર્સ એટલે કે 1,00,306 રૂપિયા અને iPhone 17 સ્લીમની કિંમત 1299 ડૉલર્સ એટલે કે 1,08,672 રૂપિયા હોઈ શકે છે. જો આ લીકની વાત સાચી માનીએ તો આઈફોન 17 સ્લીમ 17 સિરીઝનો સૌથી મોંઘો ફોન હશે.

Best Mobiles in India

English summary
iPhone 17 design price features leaked know all details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X