Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple યુઝર્સને મજા જ મજા, iPhoneમાં આવશે Underwater Mode, પાણીમાં પણ પડશે ફોટા
Apple iPhone 15 સિરીઝ લોન્ચ થયા બાદ હવે ફેન્સ iPhone 16 સિરીઝની રાહ જોઈ રહ્યા છે. હજી તો iPhone 16ને લોન્ચ થવાને ઘણા મહિના બાકી છે, પરંતુ અત્યારથી જ આ અપકમિંગ આઈફોનને લગતી ડિટેઈલ્સની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટમાં અપકમિંગ iPhone 16ના એક યુનિક ફીચર અંગે માહિતી સામે આવી છે. આ ફીચર વિશે સાંભળીને આઈફોન યુઝર્સ ખુશ થઈ જવાના છે. આ મીડિયા રિપોર્ટ્સને સાચા માનીએ તો કંપની પોતાના નવા iPhone 16માં Underwater Mode લાવવાની છે. આ ફીચરના નામ મુજબ જ યુઝર્સ પાણીની અંદર ફોન દ્વારા ફોટો અને વીડિયો લઈ શક્શે. ચાલો જાણીએ આ ફીચર અંગેની વધારાની ડિટેઈલ્સ.

United States Patent and Trademark Office (USPTO) પર એક લેટેસ્ટ 78 પેજનું પેટન્ટ જોવા મળ્યું છે. આ પેટન્ટમાં અંડરવોટર યુઝ માટે સ્પેશિયલ આઈફોન ઈન્ટરફેસ દેખાઈ રહ્યો છે. જેના પરથી ચર્ચા શરૂ થઈ છે કે કંપની પોતાના નવા ફોનમાં Underwater Mode લાવી શકે છે. પેટન્ટ્માં આપેલી માહિતી મુજબ હાલ જે iOS સોફ્ટવેર છે, તે ભીના આઈફોનને સપોર્ટ નથી કરતું. આ જ ખામીને દૂર કરવા માટે હવે યુઝર્સને અન્ડરવૉટર ઈન્ટરફેસની સુવિધા આપવામાં આવશે. આ ઈન્ટરફેસમાં મોટા બટન્સ, સ્ટ્રીમલાઈન મેન્યુ અને હાર્ડવેર બટન્સનો ઉપયોગ યુઝર્સ કરી શક્શે.
પાણીમાં પણ કામ કરશે iPhone 16
આ આખી ઘટનાને સાવ સરળ શબ્દોમાં કહીએ તો પાણીની અંદર પણ આઈફોનનો કેમેરા કંટ્રોલ કરવા માટે યુઝર્સે વોલ્યુમ રૉકર બટનનો ઉપયોગ કરવો પડશે. યુઝર્સ વીડિયો અને ફોટોને ઝૂમ કરવા માટે અથવા ઝૂમ આઉટ કરવા માટે વોલ્યુમ રોકર બટનનો ઉપયોગ કરી શક્શે. શક્યતા એવી છે કે આ ફંક્શન આઈફોન 16માં મળી શકે છે.
iPhone 16ની અત્યાર સુધી સામે આવેલી માહિતી
અત્યાર સુધી iPhone 16 સિરીઝ અંગે ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ સામે આવી ચૂક્યા છે. જે દરેકમાં જુદા જુદા ફીચર્સ અંગે ચર્ચા થઈ છે. આ બધા જ રિપોર્ટની વાત સાચી માનીએ તો iPhone 16 પ્રોમાં 6.3 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. જ્યારે પ્રો મેક્સ મોડેલમાં 6.9 ઈંચની ડિસ્પ્લે મળશે. આ બંને આઈફોન A18 Pro Bionic ચિપથી સજ્જ હશે. ફોટોગ્રાફીની વાત કરીએ તો iPhone 16 પ્રો મેક્સમાં 48 MPનો Sony IMX903 પ્રાઈમરી કેમેરા મળી શકે છે. લોન્ચિંગની વાત કરીએ તો iPhone 16 સિરીઝ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં લોન્ચ થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications