iPhone 16 સિરીઝ લોન્ચ થતા પહેલા જ કિંમતનો થયો ખુલાસો, જાણો કેટલામાં પડશે નવા મોડેલ

By Gizbot Bureau
|

Appleની મેગા ઈવેન્ટ It's Glowtime આગામી અઠવાડિયે યોજાવાની છે. આ દરમિયાન કંપની પોતાના મચ અવેઈટેડ ડિવાઈસિઝ માર્કેટમાં લોન્ચ કરશે. જેમાં iPhone 16 સિરીઝ પણ સામેલ છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કંપની આ સિરીઝમાં 4 ડિવાઈસ લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં iPhone 16, iPhone 16 Pro, iPhone 16 Plus અને iPhone 16 Pro Max સામેલ છે. લોન્ચના એક અઠવાડિયા પહેલા જ આઈફોનના નવા મોડેલ્સની કિંમત ઓનલાઈન લીક થઈ ગઈ છે. જો તમે નવા આઈફોન મોડેલ્સ ખરીદવા ઈચ્છો છો કે તેના માટે એક્સાઈટેડ છો, તે તેની કિંમત જાણી લો.

iPhone 16 સિરીઝ લોન્ચ થતા પહેલા જ કિંમતનો થયો ખુલાસો

iPhone 16, Plus, Pro, Pro Max: India price (expected)

Apple Hub દ્વારા iPhone 16 લોન્ચ થતા પહેલા તેની કિંમત ઓનલાઈન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે iPhone 16ની કિંમત 799 ડૉલર્સ એટલે કે લગભગ 67,100 રૂપિયા હશે. જ્યારે iPhone 16 Plusની કિંમત 899 ડૉલર્સ એટલે કે લગભગ 75,500 રૂપિયા હશે. iPhone 16 Pro કંપની 1,099 ડૉલર્સ એટલે કે 92,300 રૂપિયામાં લોન્ચ કરશે. જો કે આ ભાવ 256 જીબી વેરિયંટનો હશે. આ સિરીઝના પ્રીમિયમ ડિવાઈસની વાત કરીએ તો iPhone 16 Pro Maxને કંપની 1,199 ડૉલર્સ એટલે કે 1,00,700 રૂપિયામાં રજૂ કરી શકે છે. જો કે અત્યારે સામે આવેલી આ કિંમત અમેરિકન માર્કેટની છે. જ્યારે ભારતમાં આ મોડેલ્સની કિંમત થોડી વધારે હોઈ શકે છે.

iPhone 15ની ભારતમાં કિંમત

તમને એ પણ જણાવી દઈએ કે iPhone 15ની ભારતમાં કેટલી કિંમત હતી. iPhone 15 સિરીઝની કિંમત ભારતમાં 79,900 રૂપિયાથી શરૂ થતી હતી. આ ભાવ ફોનના 128 જીબી વેરિયંટનો છે. iPhone 15 Pro સ્માર્ટફોન 1,34,990 રૂપિયામાં લોન્ચ કરાયો હતો. iPhone 15 Plusની કિંમત 89,990 રૂપિયા હતી. જ્યારે પ્રો મેક્સ મોડેલની કિંમત 1,59,900 રૂપિયા હતી. આ મોડેલ્સને હવે તમે ડિસ્કાઉન્ટેડ કિંમતે પણ ખરીદી શકો છો.

ઉલ્લેખનીય છે કે એપલે કરેલી જાહેરાત પ્રમાણે iPhone 16 9 સપ્ટેમ્બરે એપલની મેગા ઈવેન્ટમાં લોન્ચ થવાનો છે. ભારતીય સમય પ્રમાણે આ ઈવેન્ટ રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. આ ઈવેન્ટ તમે એપલની સત્તાવાર વેબસાઈટ અને એપલની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. આઈફોનની સાથે એપલ બીજી પણ કેટલીક પ્રોડક્ટ્સ લોન્ચ કરે તેવી શક્યતા છે.

Best Mobiles in India

English summary
iPhone 16 price leak before launch

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X