Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 16માં શું છે ખાસ, કેમેરાથી લઈ નવા બટન સુધી, વાંચો દરેક માહિતી
અમેરિકાની સૌથી મોટી ટેક કંપની એપલે સોમવારે પોતાના મોસ્ટ અવેઈટેડ ફોનની લેટેસ્ટ સિરીઝ iPhone 16 Series લોન્ચ કરી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ iPhone 16ના ચાર વેરિયંટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max સામેલ છે.

કેવો છે iPhone 16નો કેમેરા?
iPhone 16 સિરીઝમાં આ વખતે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ આ ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા મળે છે. આ કેમેરા સેન્સર મેક્રો ફોટોગ્રાફીને પણ સપોર્ટ કરે છે. સાથે જ બંને મોડલમાં 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ મળે છે. આ વખતે કંપનીએ પહેલીવાર Camera Control Button આપ્યું છે. આ બટનની મદદથી સરળતાથી કેમેરાને ઓન કરી શકાય છે અને ફોટો ક્લિક કરી શકાય છે.
A18 ચિપથી સજ્જ છે નવું મોડેલ
કેલિફોર્નિયામાં એપલની હેડ ઓફિસમાં આયોજિત ગ્લોટાઈમ ઈવેન્ટમાં એપલના સીઈઓ ટીમ કૂકે iPhone 16ને એપલ ઈન્ટેલિજન્સ પર આધારિત અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ફોન ગણાવ્યો છે. આ ફોનમાં આ વખતે A18 ચિપ આપવામાં આવી છે, જેને કારણે નવો આઈફોન જૂનાની સરખામણીએ 40 ટકા અને 14 સિરીઝની સરખામણીએ બમણો ફાસ્ટ છે.
ચારેય મોડેલની કિંમત
iPhone 16ની કિંમત ભારતીય રૂપિયામાં 79,9000 રૂપિયા રાખવામાં આવી છે, તો iPhone 16 પ્લસની કિંમત 89,900 અને iPhone 16 પ્રો 1,19,900 રૂપિયા તો પ્રો મેક્સ 1,49,900 રૂપિયામાં મળશે. ભારત સહિત આખા વર્લ્ડમાં આ ફોનના પ્રિ ઓર્ડર શુક્રવારથી શરૂ થઈ જશે. એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન ઉપરાંત Watch Series 10, Airpods 4, AirPods Max અને AirPods Pro પણ લોન્ચ કર્યા છે. વૉચ સિરીઝ 10ની કિંમત 46,900 રૂપિયાથી શરૂ થાય છે. તો એરપોડ્સ 4ની કિંમત 12,900 રૂપિયાથી શરૂ થાય છે.
iPhone 16ની ખાસિયતો
પ્રોસેસર
આ ફોનમાં આગળ જણાવ્યું તેમ એ 18 ચિપ આપવામાં આવી છે, જ્યારે iPhone 15માં A16 બાયોનિક ચિપ હતી. બંને ફોનની સાઈઝ સેમ છે. પરંતુ નવા આઈફોનનું વજન ઓછું છે.
ડિસ્પ્લે
નવા આઈફોનની ડિસ્પ્લે 6.3 ઈંચની છે, જે સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે છે.
કેમેરા
iPhone 16માં એડવાન્સ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ છે, પરંતુ તેનું કન્ફિગ્યુરેશન 48 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ સેન્સર છે.
બેટરી
iPhone 16માં iPhone 15ની સરખામણીએ 2 કલાક વધુ વીડિયો પ્લેબેક મળે છે.
કનેક્ટિવિટી
iPhone 16માં WiFi 7 આપવામાં આવ્યું છે, જ્યારે બ્લૂટૂથ 5.3 અને 5જી કનેક્ટિવિટી મળે છે.
સ્ટોરેજ
iPhone 16 પણ 128 જીબી, 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ સાથે અવેલેબલ છે.
સિમ
આ વખતે પણ ડ્યુઅલ સિમ ઓપ્શન અવેલેબલ છે, પરંતુ એક સિમ નેનો અને બીજું ઈ સિમ લગાવી શકાય છે.
ફ્રંટ કેમેરા
iPhone 16માં ફ્રંટ સાઈડ 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ કેમેરા મળે છે.
iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max માં શું ફરક છે.
iPhone 16માં 6.3 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, A18 બાયોનિક ચિપ અને ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આમાં 128 જીબી, 256 જીબી, 512 જીબી સ્ટોરેજ મળે છે. iPhone 16 પ્લસમાં 6.7 ઈંચની ડિસ્પલે મળે છે. જ્યારે અન્ય સ્પેસિફિકેશન્સ iPhone 16 જેવા જ છે.
iPhone 16 પ્રોમાં 6.3 ઈંચની સુપર રેટિડના એક્સડીઆર પ્રો મોશન આલવેઝ ઓન ડિસ્પ્લે મળે છે, જે વધારે સ્મૂધ છે. આ ફોનમાં એ18 પ્રો બાયોનિક ચિપની સાથે 48 મેગાપિક્સલ, 48 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા મળે છે.આ ફોનમાં 128 જીબીથી લઈને 1 ટીબી સુધીના સ્ટોરેજ ઓપ્શન છે.
iPhone 16 પ્રો મેક્સમાં અત્યાર સુધીની સૌથી મોટી 6.9 ઈંચની સુપર રેટિના એક્સડીઆર પ્રો મોશન ઓલવેઝ ઓન ડિસ્પ્લે મળે છે. આમાં પણ ટ્રિપલ કેમેરા સેટઅપ છે. આ ફોનમાં વધારે લાંબી બેટરી લાઈફ મળે છે. આ ફોન 256 જીબીથી 1 ટીબી સુધીના સ્ટોરેજ ઓપ્શન ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications