Appleને મોટો ઝટકો, iPhone 16 પર મૂકાયો પ્રતિબંધ, જાણો કારણ

By Gizbot Bureau
|

એક બાજુ એપલની લેટેસ્ટ iPhone 16 સિરીઝને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, બીજી તરફ એપલને આ જ ડિવાઈસને લઈને મોટો ઝટકો મળ્યો છે. ઈન્ડોનેશિયામાં એપલના iPhone 16ના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ તેનું સંચાલન પણ બંધ કરી દેવામં આવ્યું છે. જો સરકારના આ નિર્ણય બાદ પણ ઈન્ડોનેશિયામાં iPhone 16 વેચાશે, તો તેને ગેરકાયદે માનવામાં આવશે.

Appleને મોટો ઝટકો, iPhone 16 પર મૂકાયો પ્રતિબંધ, જાણો કારણ

આ કારણથી મૂકાયો પ્રતિબંધ

ઈન્ડોનેશિયામાં iPhone 16 સિરીઝના વેચાણ અને સંચાલન પર પ્રતિબંધની જાહેરાત ત્યાંના ઉદ્યોગ મંત્રી અગુસ ગુમીવાંગે કાર્તસસ્મિતાએ કરી છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે કોઈ પણ બહારના દેશના iPhone નથી ખરીદવાના. જો ઈન્ડોનેશિયામાં iPhone 16નો ઉપયોગ થયો, તો તે ગેરકાયદે માનવામાં આવશે. ભલે પછી આ ફોન IMEI નંબર ધરાવતો હોય.

ઈન્ડોનેશિયાની સરકારના કહેવા પ્રમાણે એપલ તેમના દેશમાં બરાબર રીતે રોકાણ નથી કરી રહી, જેને કારણે આ કંપનીની પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એપલે લોકલ ઓપરેશનમાં 1.71 ટ્રિલિયન ડૉલર્સ એટલે લગભગ 919 કરોડ રૂપિયા રોકવાનો વાયદો કર્યો હતો, પરંતુ કંપનીએ અત્યાર સુધી માત્ર 1.48 ટ્રિલિયન ડૉલર્સ એટલે કે 795 કરોડ રૂપિયાનું જ રોકાણ કર્યું છે. હજી પણ 230 બિલિયન ડૉલર એટલે કે 12.6 કરોડ રૂપિયાનું રોકાણ બાકી છે.

ક્યાં અટકી વાત?

મંત્રી કાર્તસસ્મિતાના કહેવા પ્રમાણે એપલ જો તેમના દેશમાં રોકાણ કરવાની વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યું, તો પછી તેને પોતાની પ્રોડક્ટ પણ આ દેશમાં કેમ વેચવા દેવાય? જો એપલ રોકાણને ગતા વાયદા પૂરા નહીં કરે તો ઈન્ડોનેશિયામાં iPhone 16ના વેચાણ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. આ વર્ષની શરૂઆતમાં એપલના સીઈઓ ટીમ કૂકે જકાર્તાની મુલાકાત લીધી હતી, આ મીટિંગ દરમિયાન જ ઈન્ડોનેશિયન સરકાર અને એપલ વચ્ચે કેટલીક બાબતો નક્કી થઈ હતી. જે બાદ બંને વચ્ચે ઘણી મીટિંગ થઈ. જો કે, આ મીટિંગ્સ બાદ પણ iPhone 16 Pro Array અને Apple Watch Series 10 ઈન્ડોનેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ નહોતા કરવામાં આવ્યા. જે પણ ઈન્ડોનેશિયન સરકારને નહોતું ગમ્યું.

ઈન્ડોનેશિયાના ઉદ્યોગ મંત્રાલયના કહેવા પ્રમાણે હાલ તેઓ iPhone 16 માટે TKDN સર્ટિફિકેશન એપ્લીકેશનને રિવ્યુ કરી રહ્યા છે. જો કંપની આ મામલે સાચી હશે, તો પણ દેશમાં iPhone 16 પર પ્રતિબંધ જ રહેશે. iPhone 16 પરનો બેન હટાવવા માટે કંપનીએ રોકાણનો વાયદો પૂરો કરવો પડશે.

Best Mobiles in India

English summary
iphone 16 banned in indonesia no why

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X