iPhone 15 આ તારીખે થશે લોન્ચ, અહીં જોઈ શકો છો Live

By Gizbot Bureau
|

એપલની સ્પેશિયલ ઈવેન્ટની જાહેરાત થઈ ચૂકી છે. iPhone 15 સિરીઝ સત્તાવાર રીતે 12 સપ્ટેમ્બરે લોન્ચ થવાનો છે. અમેરિકન ટેક કંપનીએ આ ઈવેન્ટની ડેટ જાહેર કરી દીધી છે. પરંતુ હંમેશાની જેમ એપલે એ નથી જણાવ્યું કે આ દિવસે શું શું લોન્ચ થશે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે 12 સપ્ટેમ્બરે આઈફોનની નવી જનરેશન એટલે કે iPhone 15 સિરીઝ લોન્ચ થશે.

iPhone 15 આ તારીખે થશે લોન્ચ, અહીં જોઈ શકો છો Live

ઉલ્લેખનીય છે કે iPhone 15 સિરીઝના બધા જ મોડેલમાં ડાયનેમિક આઈલેન્ડ ફીચર મળવાનું છે, જે હાલ માત્ર iPhone 14 સિરીઝના પ્રો મોડેલ્સમાં જોવા મળે છે. આ ઉપરાંત પણ iPhone 15માં નાના મોટા પરિવર્તન જોવા મળશે. પરંતુ ફોનની ડિઝાઈન એ જ જૂની જોવા મળશે, તેમાં ખાસ કોઈ પરિવર્તન નહીં થાય.

આ વખતે કંપની એલર્ટ સ્લાઈડરના બદલે એક બટન આપી શકે છે. સાથે જ ટેક માર્કેટમાં ચાલતી ચર્ચા મુજબ iPhone 15ની સાથે કંપની ચાર્જિંગ માટે USB Type C પોર્ટ આપશે. અત્યાર સુધી ચાર્જિંગ માટે એપલ પ્રોપ્રાઈટી ચાર્જર આપતી હતી, પરંતુ હવે USB Type C પોર્ટ મળવાને કારણે એન્ડ્રોઈ ફોનના સી ટાઈપ ચાર્જર દ્વારા પણ આઈફોન ચાર્જ કરી શકાશે.

જો તમે એવું વિચારી રહ્યા છો કે iPhone 15ની ડિઝાઈનમાં મોટું પરિવર્તન જોવા મળશે, તો આવું બિલકુલ નથી. આ વખતે પણ તમને એ જ જૂની ડિઝાઈન જોવા મળશે, જે iPhone 12થી ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં એપલે ફોનની ડિઝાઈનમાં કોઈ મોટું પરિવર્તન નથી કર્યું. ગત વર્ષે તો iPhone 14ની ડિઝાઈન માટે એપલની ખૂબ જ ટીકા પણ થઈ હતી. યુઝર્સનું કહેવું હતું કે કંપની નવાના નામે એ જ જૂનો ફોન લોન્ચ કરી રહી છે. એટલે સુધી કે કેટલાક મોડેલ્સમાં તો પ્રોસેસર પણ iPhone 13નું જ હતું.

જો કે iPhone 15માં સ્ક્રીનની ચારે તરફ બેઝલ્સ હજી નાના થઈ જશે, અને સ્ક્રીન એરિયા મોટો થશે. તો રિઝોલ્યુશન પહેલા કરતા અપગ્રેડ થશે અને આ વખતે પણ ફેસ આઈડી સપોર્ટ મળશે. સાથે જ iPhone 15માં નવું પ્રોસેસર અને નવો કેમેરા સેટઅપ પણ મળશે, જે iOSના નવા વર્ઝન પર કામ કરશે. જો કે iOSનું નવું વર્ઝન જૂના આઈફોનમાં પણ 12 સપ્ટેમ્બરથી મળવાનું છે. ઘણીવાર તો કંપની લોન્ચ ડેટ પર જ જૂના આઈફોનમાં સોફ્ટવેર અપડેટ આપી દે છે.

12 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની લોન્ચ ઈવેન્ટમાં iPhone 15, iPhone Plus લોન્ચ થશે સાથે જ iPhone 15 અને Pro iPhone 15 Pro Max પણ લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટમાં કંપની Apple Watch Series 9ની સાથે SE વેરિયંટ પણ લોન્ચ કરી શકે છે.

ક્યારે શરૂ થશે ઈવેન્ટ, ક્યાં જોશો?

12 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ લોન્ચ ઈવેન્ટ ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગે શરૂ થશે. સામાન્ય રીતે આ ઈવેન્ટ 1 કલાકની હોય છે. આ ઈવેન્ટમાં એપલના સીઈઓ ટીમ કૂક નવા આઈફોન લોન્ચ કરશે. કંપનીએ આ વખતે ઈન્વાઈટમાં WonderLust લખ્યું છે. આ ઈવેન્ટ એપલ પાર્કથી લાઈ દર્શાવવામાં આવશે, જેને યુઝર્સ એપલની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકે છે.

Best Mobiles in India

English summary
iPhone 15 will be launch on 12th September how to see live

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X