Just In
iPhone 15, iPhone 15 Pro હશે આવા, જાણો ફીચર્સ સહિતની માહિતી
iPhone 14 અને iPhone 14 Pro બંને સ્માર્ટફોન વચ્ચે આકાશ-જમીનનું અંતર છે, કારણ કે એપલ પોતે જ નોર્મલ આઈફોન અને પ્રીમિયમ આઈફોન પ્રો મોડેલ વચ્ચે ફરક રાખવા ઈચ્છી રહ્યું છે. ફીચર્સની વાત હોય કે નવા આઈ-શેપ ડિસ્પ્લેની બંને ફોનમાં બહુ મોટો ફરક છે. હવે આગામી સમયમાં iPhone 15 સિરીઝના પ્રો અને નોન પ્રો મોડેલ વચ્ચે પણ કેટલો ફરક હશે, તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. હજી iPhone 14 સિરીઝ લોન્ચ થયાને થોડાક જ મહિના થયા છે, ત્યારથી જ iPhone 15 સિરીઝની ઈંતેજારી વધી ચૂકી છે. અહીં અમે તમને iPhone 15 અને iPhone 15 Pro વચ્ચેનો ફરક જાણવો જરૂરી છે.

iPhone 15 Vs iPhone 15 Proના એક્સપેક્ટેડ ફીચર્સ
iPhone 15 લાઈનઅપમાં સૌથી મોટો જે ફેરફાર થવાનો છે, તે છે USB-C પોર્ટ. એપલના એનાલિસ્ટ મિંગ-ચી કુઓનો દાવો છે કે એપલ પોતાના ક્લાસિક લાઈટનિંગ પોર્ટના બદલે iPhone 15ના મોડેલમાં USB-C પોર્ટ આપવાની છે. પરંતુ પ્રો અને નોન પ્રો વેરિયંટમ માટે આ ફેરફાર જુદો જુદો હશે. મિંગ ચી કુઓનું માનવું છે કે લેટેસ્ટ સર્વે પરથી ખ્યાલ આવે છે કે હવે 2023 માં એપલ પોતાના આઈફોનમાં લાઈટનિંગ પોર્ટના બદલે યુએસબી-સી પોર્ટ મળશે, પરંતુ આ ફેરફાર માત્ર બે હાઈ એન્ડ મોડેલ એટલે કે iPhone 15 Pro અને iPhone 15 Pro Max જ વાયર્ડ હાઈ-સ્પીડ ટ્રાન્સફરને સપોર્ટ કરશે, જ્યારે સ્ટાન્ડર્ડ ફોન્સ એટલે કે iPhone 15 અને iPhone 15 Plusમાં લાઈટનિંગ એટલે કે USB 2.0નો જ સપોર્ટ મળશે.
iPhone 15 Pro મોડેલ USB 3.2 અથવા થંડરબોલ્ટ 3ને સપોર્ટ કરશે, જે યુઝર્સ માટે વાયર્ડ ટ્રાન્સફર અને વીડિયો આઉટપુટ એક્સપીરિયન્સને વધારે સારો બનાવશે.
કેમેરા અને ચીપસેટ પણ થશે અપગ્રેડ
આ ઉપરાંત iPhone 15 Proમાં A17 બાયોનિક ચીપસેટ મળવાની શક્યતા છે, જ્યારે નોન પ્રો વર્ઝનમાં A16 બાયોનિક ચિપસેટ મળી શકે છે. એટલું જ નહીં આઈફોન 15 અલ્ટ્રામાં પહેલીવાર ડ્યુઅલ સેલ્ફી કેમેરા અને ટાઈટેનિયમ ચેસિસ ફેસિલીટી મળવાની આશા છે. જે હાલ વપરાતી સ્ટેનલેસ સ્ટીલ મટિરિયલની સરખામણી 35 ટકા જેટલું મોંઘુ છે. જો કે સ્ટાન્ડર્ડ iPhone 15 મોડેલ પર હજી સુધી આવી કોઈ અપડેટ આવી નથી.
કુઓના કહેવા પ્રમાણે iPhone 15 Pro પર ક્લિક કરીને યુઝ કરવામાં આવતા વોલ્યુમ અને પાવર બટનને બદલે સોલિડ બટન આપવામાં આવે તેવી શક્યતા વધારે છે. જેના પર ટચ કરવાની સાથે આખો ફોન વાઈબ્રેટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470