Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple iPhone 15 સિરીઝમાં શું છે ખાસ અને શું બદલાયું? જાણો ડિટેઈલમાં
iPhone 15 સિરીઝ ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. એપલના આ નવા આઈફોનમાં ગત સિરીઝ કરતા વધારે જબરજસ્ત હાર્ડવેર અને કેમેરા અપગ્રેડ છે. આ સિરીઝમાં કંપનીએ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ કર્યા છે. એપલે પોતાની લોન્ચ ઈવેન્ટમાં આઈફોન 15 સિરીઝ અને નેક્સ્ટ જેન એપલ વૉચ એમ બે જ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ પહેલા ટેક માર્કેટમાં ચર્ચા હતી કે એપલની આ ઈવેન્ટમાં એરપોડ્ઝ સહિત બીજી ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે.

iPhone 15 અને iPhone 15 Plusના સ્પેસિફિકેશન્સ
એપલના આ બંને બેઝ મોડેલ્સ ગત વર્ષે લોન્ચ થયેલા iPhone 14 Pro અને iPhone 14 Pro Maxના રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ બંને ડિવાઈસમાં અનુક્રમે 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ બંને સ્માર્ટફોન 60 Hz રિફ્રેશ રેટ ધરાવતી ડાઈનેમિક આઈલેન્ડ ફીચરથી સજ્જ LTPO AMOLED ડિસ્પ્લે ધરાવે છે.
એપલે આ બંને ફોનમાં A16 બાયોનિક ચિપનો ઉપયોગ કર્યો છે, અને આ સ્માર્ટફોન iOS 17 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ બંને ફોન 128 જીબી, 256 જીબી, 512 જીબી એમ ત્રણ સ્ટોરેજ વેરિયંટમાં અવેલેબલ છે. સાથે જ તેમાં 6 GB LPDDR5 RAM મળશે.
એપલે આ વખતે સ્માર્ટફોનમાં કેમેરા અપગ્રેડ કર્યા છે. આઈફોન 15ના આ બંને બેઝ મોડેલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળશે. જ્યારે સેલ્ફી અને વીડિયો કેલિંગ માટે આ બંને ડિવાઈસમાં 12 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ નવા આઈફોન 15 સિરીઝના બધા હેન્ડસેટમાં USB Type C ચાર્જિંગ પોર્ટ મળે છે. જેમાં વાયર્ડ અ વાયરલેસ બંને ચાર્જિંગ ફીચર અવેલેબલ છે.
iPhone 15 Pro અને iPhone 15 Pro Maxના સ્પેસિફિકેશન્સ
બેઝ મોડેલની જેમ જ આ બંને ડિવાઈસ પણ અનુક્રમે 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. જો કે આ ડિસ્પ્લેમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળે છે, અને આમાં પણ ડાયનેમિક આઈલેન્ડ ફીચર આપવામાં આવ્યું છે. આ બંને આઈફોન અત્યાર સુધીના સૌથી પાવરફૂલ આઈફોન છે.
જેમાં 3nm A17 Pro Bionic ચિપસેટ મળે છે. iPhone 15 Pro 128 જીબી, 256 જીબી, 512 જીબી, 1 ટીબી એમ ચાર જુદા જુદા સ્ટોરેજ વેરિયંટમાં અવેલેબલ છે. જ્યારે iPhone 15 Pro Max 256 જીબી, 512 જીબી અને 1 ટીબી એમ ત્રણ સ્ટોરેજ વેરિયંટ સાથે લોન્ચ થયો છે. આ ફોનમાં યુએસબી ટાઈપ સી વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ફીચર ધરાવે છે. સાથે જ ઓપરેટિંગ સિસ્ટમમાં iOS 17 આપવામાં આવી છે.
iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં બેકસાઈટ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં મુખ્ય કેમેરા 58 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત 12 મેગાપિક્સલના બે બે કેમેરા આપવામં આયા છે. આ ઉપરાંત બંને ફોનના કેમેરામાં 5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ OIS કેમેરા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications