Just In
iPhone 15, iPhone 15 Plusની કિંમતનો ખુલાસો, 2023માં થશે લોન્ચ
Apple એ આ વર્ષે પોતાના iPhone લાઈનઅપની સાથે પોતાની સ્ટ્રેટેજી પણ બદલી છે. કંપનીએ હવે ઓછી કિંમતમાં સૌથી મોટી ડિસ્પ્લે આપવાના ઈરાદાથી મિની મોડલને પ્લસ મોડલથી રિપ્લેસ કર્યું છે. પરંતુ લાગી રહ્યું છે કે iPhone 14 Plus યુઝર્સને ખૂબ ઓછો ગમી રહ્યો છે, જેને કારણે આ ડિવાઈસનું વેચાણ પણ ઓછું છે. નવા રિપોર્ટ્સ મુજબ આ જ કારણથી એપલ iPhone 15ના પ્રો અને નોન પ્રો આઈફોન્સમાં ફેરફાર કરવાની નવી રીત વિચારી રહ્યું છે, જેથી લોકો આ નવા મોડેલ વધુને વધુ ખરીદે.

MacRumors yeux1122ના રિપોર્ટ મુજબ, એપલ પોતાના આગામી પ્લસ ફોનને સફળ બનાવવા માટે બે જુદા જુદા માપદંડ પર કામ કરી રહ્યું છે. સૌથી પહેલા તો ક્યૂપર્ટિનો બેઝ્ડ ટેક જાયન્ટને પ્રો અને નોન પ્રો આઈફોન મોડેલ વચ્ચે ડિફરન્સ રાખવા કહેવાયું છે. કંપનીનું માનવું છે કે જે ગ્રાહકો કિંમતને ધ્યાનમાં રાખીને આઈફોન ખરીદે છે, તે iPhone 15 Plus સિલેક્ટ કરે. પરિણામે મોટી સ્ક્રીન ધરાવતો ફોન ખરીદનાર ગ્રાહકોને આ ફોન પસંદ આવી શકે. એપલ એનાલિસ્ટ મિંગ ચી કુઓએ પણ કેટલાક અઠવાડિયા પહેલા એપલના આ પગલાની સલાહ આપી હતી.
મળતી માહિતી પ્રમાણે એપલ પોતાના અપકમિંગ iPhone 15 Plusને વધુ સસ્તો બનાવવા પર વિચાર કરી રહી છે. iPhone 14 પ્લસનું બેઝ મોડેલ જે 128 જીબી સ્ટોરેજ ધરાવે છે, તેની કિંમત 89,900 રૂપિયાથી શરૂ થાય છે. હવે, જો એપલ પ્લસ મોડેલની કિંમતમાં ઘટાડો કરે તો તેનો અર્થ એ પણ છે કે iPhone 15ના વેનિલા મોડેલની કિંમતમાં પણ ઘટાડો થશે. હાલ સૌથી સસ્તા આઈફોન 14ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. એપલ પોતાનો આગામી આઈફોન પ્લસ સસ્તો કરશે કે નહીં, તે તો સમય જ જણાવશે, પરંતુ હાલ કંપની iPhone 14 Plusના વેચાણ પર ધ્યાન આપી રહી છે.
આ વર્ષે એપલે સસ્તા iPhone મોડેલમાં વધારે ફેરફાર નથી કર્યા. તેના બદલે કંપનીએ પ્રો મોડેલને અપગ્રેડ કરવા પર ધ્યાન આપ્યું છે. એટલે સુધી કે iPhone 14ના તમામ સ્પેસિફિકેશન અને ડિઝાઈન iPhone 13 જેવા જ છે. iPhone 14 પણ છેલ્લા આઈફોનની માફક બાયોનિક એ 15 ચિપસેટ પર કામ કરે છે. જ્યારે iPhone 14 Pro મોડેલ કંપનીના લેટેસ્ટ A16 બાયોનિક ચીપસેટ પર કામ કરે છે.
2023માં એપલ iPhone 15 સિરીઝ અંતર્ગત ચાર નવા મોડેલ લોન્ચ કરી શકે છે, જેમાં iPhone 14, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro plus સામેલ હોઈ શકે છે. શક્યતા એ પણ છે કે 2023ના વર્ષ દરમિયાન કંપની કોઈ પણ નવો આઈફોન લોન્ચ ન પણ કરે. આઈફોન 15 સિરીઝ એટલે કે આગામી આઈફોનમાં કંપની A17 બાયોનિક ચીપ આપે તેવી પણ શક્યતા છે, જેના કારણે સ્માર્ટફોનનું કેમેરા અને બેટરી પર્ફોમન્સ સુધરી શકે છે. એવું પણ મનાઈ રહ્યું છે કે iPhone 15 સિરીઝ અંતર્ગત તમામ મોડેલમાં ડાયનેમિક આઈલેન્ડ ડિઝાઈન આપવામાં આવશે, જે હાલ માત્ર iPhone 14 Pro મોડેલમાં જ આપવામાં આવે છે.
હાલ એપલ આઈફોનના પ્લસ મોડેલની કિંમત 899 ડૉલરથી શરૂ થાય છે. પરંતુ મેકરુમરના અહેવાલ મુજબ આઈફોન 15 પ્લસ આના કરતા સસ્તો હોઈ શકે છે. આ ભાવ ઘટીને 799 ડૉલર થઈ શખે છે. એટલે કે આઈફોન 15 પ્લસ યુઝર્સને માત્ર 799 ડૉલર એટલે કે ભારતમાં 60થી 70 હજાર રૂપિયામાં મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470