iPhoneની કિંમતમાં થયો ઘટાડો, Flipkart, Amazon પર 40000નું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

જેમ જેમ iPhone 15 સિરીઝના લોન્ચની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ જૂના આઈફોનના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. એક તરફ ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ચૂકી છે, બીજી તરફ iPhone 15ના લોન્ચને પગલે જૂના આઈફોન એટલે કે iPhone 13 અને iPhone 14ની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. પ્રીમિયમ iPhone 13 સ્માર્ટ ફોન ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર મસમોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. બીજી તરફ iPhone SE (થર્ડ જનરેશન) પર પણ ઘણું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

iPhoneની કિંમતમાં થયો ઘટાડો, Flipkart, Amazon પર 40000નું ડિસ્કાઉન્ટ

જો તમે પણ આ પાવરફૂલ iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમને ડિસ્કાઉન્ટ સહિત બીજી બધી જ ડિટેઈલ્સ આપી રહ્યા છીએ, જે તમને માહિતી મેળવવામાં મદદ કરશે.

Flipkart, Amazon પર Apple iPhone 13ની કિંમત, બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર

એપલ iPhone 13ના બેઝ વેરિયંટ પર ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને 18 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જે બાદ આ ફોનની કિંમત ઘટીને 56,999 રૂપિયા થઈ જાય છે. પરંતુ માત્ર આટલું જ ડિસ્કાઉન્ટ નથી. જો તમે ફ્લિપકાર્ટ પરથી iPhone 13 ખરીદી રહ્યા છો અને તમારી પાસે કેટલાક HDFC બેન્કના કાર્ડ છે, તો તમે બીજું 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ નિયમ અને શરતો મુજબ જો તમે જૂનો આઈફોન એક્સચેન્જ કરાવો છો તો તમને બીજું 39,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ બીજા કેટલાક નક્કી મોડેલ્સ પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

એમેઝોનની વાત કરીએ તો આ ઈ કોમર્સ વેબસાઈટ શરતો મુજબ એક્સચેન્જ દ્વારા 24,950 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. પરંતુ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ કેટલું હશે, તે તમે કયો ફોન એક્સચેન્જ કરાવો છો, તેની કંડીશન પર આધાર રાખે છે.

ઉલ્લેખનીય છે કે iPhone 13 128 જીબી, 256 જીબી અને 512 જીબી એમ ત્રણ વેરિયંટ અને લાલ, વાદળી, લીલો, ગુલાબી, સ્ટાર લાઈટ અને મિડ નાઈટ એમ છ કલરમાં ઉપલબ્ધ છે.

iPhone 13ના સ્પેસિફિકેશન્સ

iPhone 13 6.1 ઈંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં હૂડની નીચે હેક્સાકોર એ 15 બાયોનિક ચીપ આપવામાં આવી છે. આ ફોન આઉટ ઓફ બોક્સ iOS 15 પર કામ કરે છે, અને તેમાં 3,240 mAh કેપેસિટી ધરાવતી બેટરી છે.આ ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલર રિયર કેમેરા સેટઅપ અને 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે.

Apple iPhone SE થર્ડ જનરેશન (256 જીબી)

યુઝર્સ ફ્લિપકાર્ટ પરથી iPhone SE થર્ડ જનરેશનના 256 જીબી વેરિયંટને 28 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 46,599 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત હજી ઘટાડવા માટે તમે સુનિશ્ચિત કરેલા બેન્ક ઓફ બરોડા અથવા વન કાર્ડથી ખરીદી કરશો તો બીજું 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર દ્વારા તમે જા 30,600 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ પણ મળેવી શકો છો.

Best Mobiles in India

English summary
iPhone 15 launch time iPhone 13 prices drops on amazon and flipkart

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X