Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15 પર 14,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો બધી ડિટેઈલ્સ
iPhone 15 હાલમાં સૌથી વધુ સર્ચ થતો આઈફોન છે, જે ફેસ્ટિવ સિઝનના વેચાણ દરમિયાન ઘણીવાર આઉટ ઓફ સ્ટોક થઈ ચૂક્યો છે. આ ફોન પર ઘણીવાર ડિસ્કાઉન્ટ ઓફર મળે છે, જેને કારણે આ ફોન ઝડપથી વેચાઈ જાય છે. Flipkart દ્વારા iPhone 15ને ફરી વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, પરંતુ આ વખતે ડિસ્કાઉન્ટ દર વખત કરતા ઘણું વધારે છે. જો તમે પણ iPhone 15 ખરીદવાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમય તમારા માટે એકદમ યોગ્ય છે, કારણ કે હાલ iPhone 15 પર 14 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હાલ ચાલી રહેલા Valentine Day સેલમાં ફ્લિપકાર્ટે iPhone 15ની કિંમતમાં 13,900 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેને કારણે આ મોબાઈલ અત્યાર સુધીની ઓછી કિંમત પર મળી રહ્યો છે. iPhone 15 ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 79,900 રૂપિયામાં લોન્ચ થયો હતો.
દર વર્ષે આવતા લેટેસ્ટ આઈફોન મોડેલની માગને ધ્યાનમાં રાખતા, થર્ડ પાર્ટી વિક્રેતાઓ નવા ફોનના લોન્ચ પહેલા જ જૂના મોડેલ્સ પર ઓફર્સ આપવા લાગે છે. iPhone 15 પણ તેમાં કોઈ અપવાદ નથી, પરંતુ આ વખતે મળતું ડિસ્કાઉન્ટ સૌથી વધારે છે.
iPhone 15ના 128 જીબી મોડેલને તમે આ ઓફર અંતર્ગત 65,999 રૂપિયામાં ખરીદી શકો છો, જે લોન્ચની કિંમતથી 13,901 રૂપિયા ઓછી છે. આ ઓફર iPhone 15ના તમામ કલર મોડેલ્સ, બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક અને યલો માટે અવેલેબલ છે. જો કે, આ એક ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. તમારે iPhone 15ને ઓછી કિંમતે ખરીદવા માટે કોઈ પ્રકારના કોડ કે પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાની જરૂર નથી. પરંતુ જો તમે કોઈ ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ પણ કરો છો, તો તમે હજી વધુ પૈસા બચાવી શકો છો.
બેન્ક ઓફર
બેન્ક ઓફરમાં તમને સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ મળે છે. જો કે આ કાર્ડ દ્વારા ઈએમઆઈથી ફોન ખરીદશો તો તમને 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડથી ઈએમઆઈ દ્વારા ફોન ખરીદશો તો 1,250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટની સાથે 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.
જો તમારી પાસે Flipkart Axis બેન્ક ક્રેડિટ કાર્ડ છે, તો તમે કુલ રકમન 5 ટકા સુધીનું કૅશબેક મેળવી શકો છો. આ કેશબેક તમને તમારા કાર્ડ અકાઉન્ટમાં તરત નહીં મળે, પરંતુ આગામી બિલિંગ સાઈકલમાં મળશે. આ ઉપરાંત જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications