iPhone 14 મળશે ખૂબ જ સસ્તો, બસ કરો આટલું

By Gizbot Bureau
|

એપલે 2 અઠવાડિયા પહેલા જ પોતાના નવા સ્માર્ટ ફોન iPhone 14 સિરીઝ લોન્ચ કર્યા છે. જેની કિંમત 79,900 પિયાથી શરૂ થાય છે. iPhone 14 અને iPhone 14 પ્લસમાં ડિઝાઈનથી લઈને બીજી કેટલીક બાબતો જૂના આઈફોન જેવી જ છે. પરંતુ iPhone 14 પ્રો અને iPhone 14 પ્રો મેક્સમાં કંપનીએ ડિસ્પ્લે ફીચર્સ સુધાર્યા છે, સાથે જ તેમાં તદ્દન નવું A16 બાયોનિક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ બંને હાઈ એન્ડ મોડેલમાં કંપનીએ 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપીને કેમેરા સેટઅપમાં પણ સુધારો કર્યો છે. જો કે iPhone 14 પ્રો અને iPhone 14 પ્રો મેક્સની કિંમત પણ ઘણી વધારે છે.

iPhone 14 મળશે ખૂબ જ સસ્તો, બસ કરો આટલું

જો તમારી પાસે હાલની સ્થિતિમાં iPhone છે, તો તમે નવા iPhone 14 ખૂબ જ સસ્તામાં મેળવી શકો છો. કંપની આઈફોન ધારકોને નવા iPhone 14 પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. બસ આ માટે તમારે તમારો જૂનો આઈફોન આપી દેવો પડશે, એટલે કે તમે એક્સચેન્જ ઓફરનો લાભ લઈને iPhone 14 પર અપગ્રેડ થઈ શકો છો. તમે તમારા હાલના આઈફોનની કેટલી કિંમત આવશે, તેની જાણકારી એપલની સત્તાવાર વેબસાઈટ કે પછી તમારા નજીકના એપલ ઓથોરાઈઝ્ડ રિટેઈલ સ્ટોર પરથી મેળવી શકો છો. જો, તમે વેબસાઈટ પર આ માહિતી ચેક કરો છો, તો તમારે તમારા એરિયાનો પિન કોડ અને આઈફોનનો સીરિયલ નંબર ઈનપુટ કરવાનો રહેશે. જો કે, તમારા હાલના આઈફોનની કેટલી કિંમત મળશે, તે તો તમારા ફોનની સ્થિતિ જોઈને જ નક્કી થશે.

અહીં સારી વાત એ છે કે જો તમારે નવો iPhone 14 ખરીદવો છે તો એક્સચેન્જમાં તમે માત્ર આઈફોન જ નહીં, પરંતુ કોઈ પણ એન્ડ્રોઈડ ફોન પણ આપી શકો છે. સિવાય, કે તમારી પાસે સેમસંગ અથવા વન પ્લસ જેવી બ્રાન્ડના ફ્લેગશિપ ફોન હોય. આ પ્રકારના ફોન પર આઈફોનની સરખામણીમાં ખાસ એક્સચેન્જ બોનસ નથી મળતું.

ભારતમાં iPhone 14 સિરીઝની શરૂઆતી કિંમત

iPhone 14 – રૂ, 79,900 (128 જીબી)

iPhone 14 પ્લસ – રૂ. 89,900 (128 જીબી)

iPhone 14 પ્રો – રૂ. 1,29,900 (128 જીબી)

iPhone 14 પ્રો મેક્સ – રૂ. 1,39,900 (128 જીબી)

iPhoneના જુદા જુદા મોડેલના એક્સચેન્જ રેટ

Model Maximum Exchange Price
iPhone 6s 4720
iPhone 6s Plus 5705
iPhone 7 7530
iPhone 7 Plus 9,060
iPhone 8 10,260
iPhone 8 Plus 12,000
iPhone X 14,820
iPhone XS 19,540
iPhone XS Max 22,510
iPhone XR 14,800
iPhone 11 22,570
iPhone 11 Pro 31,500
iPhone 11 Pro Max 34,000
iPhone SE 2020 12,000
iPhone 12 mini 22,500
iPhone 12 31,130
iPhone 12 Pro 41,500
iPhone 12 Pro Max 44,500
iPhone 13 mini 36,580
iPhone 13 41,600
iPhone 13 Pro 55,535
iPhone 13 Pro Max 58,730

એપલની સત્તાવાર વેબસાઈટ મુજબ ઉપર દર્શાવેલ મોડેલ્સ પર તમને વધુમાં વધું આટલું એક્સચેન્જ બોનસ મળી શકે છે. પરંતુ ફાઈનલ એક્સચેન્જ બોનસ કેટલું હશે, તે તો તમારા ફોનની કંડીશન પર જ આધાર રાખે છે. જો તમારી પાસે iPhone 6એસ છે, તો તમને 4,750 રૂપિયા એક્સચેન્જ બોનસ મળી શકે છે, જ્યારે iPhone 13 પ્રો મેક્સ પર કંપની 58,730 રૂપિયાનું માતબર એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

જો તમને આના કરતા વધારે સારી ડીલ મળતી હોય, તો તમે બીજે ક્યાંય પણ તમારો જૂનો iPhone વેચી શકો છો. પરંતુ જ્યારે તમે તમારો iPhone એપને વેચો છો, ત્યારે કંપની તમારા જૂના ફોનને રિસાઈકલ કરે છે.

Best Mobiles in India

English summary
iPhone 14 Will Be Cheaper if Your Exchange Your Old iPhone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X