Just In
iPhone 14 Proની પહેલી ઝલક થઈ લીક, હોઈ શકે છે ફાઈનલ ડિઝાઈન
હાલ ટેક માર્કેટમાં માત્રને માત્ર આગામી મહિને લોન્ચ થનાર iPhone 14 seriesની જ ચર્ચા છે. રોજેરોજ મીડિયા પોર્ટલ્સ્ આ નવા આઈફોન અંગે કોઈને કોઈ માહિતી લઈ આવે છે. લાગી રહ્યું છે કે જ્યાં સુધી એપલની લોન્ચ ઈવેનટ્ પૂરી નહીં થાય, ત્યાં સુધી રોજ રોજ નવા આઈફોનને લઈને નવી અફવાઓ અને લીક્સ આવ્યા જ કરશે. હાલમાં જ Weibo લીકે iPHone 14 Proની ડિઝાઈન કેવી હશે, તે જાહેર કર્યું છે. જો આ લીક્ડ ઈમેજ અને વીડિયોને સાચા માનીએ તો એપલ માટે આ એક શોકિંગ ઘટના છે. એપલ લોન્ચ ઈવેન્ટ પહેલા પોતાની પ્રોડ્ક્ટસને ખાનગી રાખવા જાતભાતના સિક્યોરિટી પગલાં લઈ રહી છે. તેવામાં જો આ રીતે ફોટોઝ વીડિયોઝ લીક થાય તો એપલ માટે આ ઘટના શોકિંગ હોઈ શકે છે.

તાજેતરમાં જ લીક થયેલી iPhone 14 Pro નવા આઈફોનની ફાઈનલ ડિઝાઈન દર્શાવી રહ્યા છે. Weibo પર Sleep afternoon એ કરેલી પોસ્ટમાં iPhone 14ના પર્પલ વેરિયંટનો વીડિયો પણ મૂકવામાં આવ્યો છે. અહીં રસપ્રદ વાત એ છે કે આ વીડિયો કે ફોટોઝ કોઈ ગ્રાફિકલ વીડિયો ફોટોજ નથી પરંતુ રિયલ આઈફોનના વીડિયો અને ફોટોઝ છે.
લીક થયેલા વીડિયો અને ફોટોઝ મુજબ iPhone 14 Proમાં નોચને રિડિઝાઈન કરવામાં આવ્યો છે. આ નોચમાંથી જૂનો જાણીતો રાઉન્ડ ચોરસ બ્લોક હટાવી દેવાયો છે. તેના બદલે, નવી ડિઝાઇનમાં ફેસ આઈડી સેન્સર રાખવા માટે ગોળી આકારના કટઆઉટ અને સેલ્ફી કેમેરા માટે પંચ-હોલ કટઆઉટ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ નવી ડિઝાઈન ગેમિંગ અને મીડિયા કન્ઝપ્શન માટે ખૂબ જ સરળ છે.
જો કે, આ બધા લીક્સ અને લૂક અંગેની અફવાઓ છતાંય નવા આઈફોન 14 અંગે કંઈ પણ ચોક્કસથી કહી શકાય એમ નથી. ફોનમાં 48 મેગાપિક્સલ સેન્સર કેવું હશે, તે અંગે માર્કેટમાં જુદી જુદી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજીય કંઈ ખાતરીથી કહી શકાય તેમ નથી.
iPhone 14 Series પર્પલ વેરિયંટ
આ નવા લીક થયેલા ફોટોઝમાં નવા Iphone મોડેલ્સનો એક નાનકડો વિભાગ કાળા, પર્પલ, ગોલ્ડ અને વાદળી રંગમાં દર્શાવે છે. અત્યાર સુધી આઈફોનમાં લાલ રંગનું વર્ઝન પણ આપવામાં આવતું હતું, પરંતુ આ વખતે કંપની લાલ રંગનો આઈફોન ન લોન્ચ કરે તેવી શક્યતા છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ આઈફોન ગ્રીન અને વ્હાઈટ વેરિયંટમાં પણ લોન્ચ થાય તેવી ચર્ચા હતી. પરંતુ લેટેસ્ટ Weibo લીક્સમાં આ એક પણ કલરનો ફોન દેખાયો નથી.
નવા આઈફોનનું પર્પલ વેરિયંટ વધારે રસપ્રદ દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી iPhone 12 અને iPhone 13માં કંપની વાદળી રંગના મોડેલ લોન્ચ કરતી હતી, પર્પલ રંગનો નવો આઈફોન બરાબર આ જ મોડેલ્સની યાદ અપાવી રહ્યો છે. iPhone 12નું સ્ટાન્ડર્ડ વેરિયંટ પણ પર્પલ શેડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470