iPhone 14 Plus મળી રહ્યો છે ખૂબ જ સસ્તો, અહીંથી ખરીદો

By Gizbot Bureau
|

iPhone યુઝ કરવા ઈચ્છતા ટેક શોખીનો માટે આ હેડલાઈન ખૂબ જ ખાસ છે. કારણ કે iPhone 14 Plus ની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ Apple આ વર્ષે iPhone 15 Plus લોન્ચ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, ત્યારે બીજી તરફ ઈ કોમર્સ વેબસાઈટ Flipkart પર iPhone 14 Plus ખૂબ જ સસ્તો મળી રહ્યો છે.

iPhone 14 Plus મળી રહ્યો છે ખૂબ જ સસ્તો, અહીંથી ખરીદો

આટલી છે iPhone 14 Plusની માર્કેટ પ્રાઈઝ

આમ તો iPhone 14 Plusની માર્કેટ પ્રાઈઝ 89,900 રૂપિયા છે. પરંતુ હાલ ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટ ફોન 76,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ ઉપરાંત તમે બેન્ક ઓફર અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો, જેનાથી iPhone 14 Plus ની કિંમત હજી વધારે ઘટી જશે.

મળી રહ્યું છે અધધધ ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર iPhone 14 Plus પર 12,901 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફ્લેટ ડિસ્કાઉન્ટમાં કોઈ બેન્ક ઓફર કે એક્સચેન્જ ઓફર સામેલ નથી. તમે આ બે ડિસ્કાઉન્ટ સિવાય પણ iPhone 14 Plus 76,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ રીતે હજી સસ્તો થશે iPhone 14 Plus

જો તમને બેન્ક ઓફર અને એક્સચેન્જ ઓફરનો લાભ મળે તો તમારા માટે આ સ્માર્ટફોનની કિંમત હજી ઘટી જશે. આ ફોન જો તમે એક્સિસ બેન્કના કાર્ડ દ્વારા ખરીદશો તો તમને બીજું 5 ટકાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ એક્સચેન્જ ઓફર અંતર્ગત તમને વધુમાં વધુ 21,400 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. જો તમે તમારો જૂનો આઈફોન એક્સચેન્જ કરાવશો, તો iPhone 14 Plus તમને ખૂબ જ સસ્તો મળશે.

iPhone 14 Plusના સ્પેસિફિકેશન્સ

iPhone 14 Plus અને iPhone 14 બંનેના સ્પેસિફિકેશન્સ સરખા જ છે. બંને સ્માર્ટફોનમાં ફરક માત્ર ડિસ્પ્લેની સાઈઝનો જ છે. iPhone 14 Plusમાં 6.7 ઈંચની લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે. iPhone 14 Plusની સાઈઝ iPhone 14 Pro Max જેટલી જ છે. જો કે પ્રો મોડેલમાં ડાયનેમિક આઈલેન્ટ સ્ટાઈલના બદલે એક નોચ આપવામાં આવ્યો છે. જો તમારે મોટી ડિસ્પ્લેવાળો આઈફોન ખરીદવો છો, પણ બજેટ ઓછું છે તો iPhone 14 Plus તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

iPhone 14 Plusના સ્પેસિફિકેશન્સ

પ્રોસેસરની વાત કરીએ તો iPhone 14 Plus A15 બાયોનિક ચિપના એક અપગ્રેડેડ વર્ઝન પર બેઝ્ડ છે, જે iPhone 13 સિરીઝના સ્માર્ટફોનમાં પણ યુઝ કરવામાં આવી હતી. iPhone 14 Plusમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ મળે છે. એપલનો દાવો છે કે iPhone 14 સિરીઝનું કેમેરા પર્ફોમન્સ ખૂબ જ સારું છે.

જો તમે પણ iPhone વાપરવાની ઈચ્છા ધરાવો છો, તો ફ્લિપકાર્ટ પર તમારા માટે અત્યારે ગોલ્ડન ઓફર ચાલી રહી છે. આટલી સસ્તી કિંમતમાં iPhone 14 Plus બીજી વખત મળવો મુશ્કેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
iPhone 14 Plus Got Price Cut on Flipkart Know Offer

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X